70 વર્ષની વયે દોડ સ્પર્ધામાં મેડલ જીતનાર ગુજરાતી મહિલાની કહાણી

70 વર્ષની વયે દોડ સ્પર્ધામાં મેડલ જીતનાર ગુજરાતી મહિલાની કહાણી
પ્રકાશિત

જો ધગશ અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કામ કોઈ પણ ઉંમરે અઘરું નથી હોતું. વ્યક્તિની ઉંમર માત્ર એક નંબર છે. આ વાતની સાબિતી આપે છે શકુંતલાબહેન.

70 વર્ષની વયે જ્યારે મહિલાઓ ઘરકામ પણ માંડ કરી શકે છે ત્યારે શકુંતલાબહેન આ ઉંમરે એક દોડવીર છે. 70 વર્ષના હોવા છતાં પણ એમનો જોશ અને જુસ્સો કોઈ યુવાને શરમાવે એવો છે.

નવાઈની વાત એ છે કે ગોઠણની ગાદી ફાટી ગઈ હોવા છતા પણ એમણે દોડની સ્પર્ધામાં ભાગ લઈને અનેકો મેડલ જીત્યાં છે.

શકુંતલા બહેન ઍરોબિક્સ ક્લાસિસ પણ ચલાવે છે જેમાં અનેક મહિલાઓ જોડાઈ રહી છે.

આ મહિલાઓ શકુંતલાબહેનને આદર્શરૂપ માને છે.

અવરોધોને અવગણીને લક્ષ્ય તરફ દોડ લગાવવાનું આહવાન કરતા શકુંતલાબહેનની કહાણી જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.