સુરેન્દ્રનગરઃ પ્રસૂતાને ધસમસતા પાણીમાંથી કેવી રીતે હૉસ્પિટલ લઈ જવાયાં?

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરઃ પ્રસૂતાને ધસમસતા પાણીમાંથી કેવી રીતે હોસ્પિટલ લઈ જવાયાં?
સુરેન્દ્રનગરઃ પ્રસૂતાને ધસમસતા પાણીમાંથી કેવી રીતે હૉસ્પિટલ લઈ જવાયાં?
પ્રકાશિત

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આવેલા દાઢોળીયા ગામે ભારે વરસાદના કારણે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. ગામની સીમમાં આવેલો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.

આ દરમિયાન એક પ્રસૂતા મહિલાને પ્રસવપીડા ઊપડતાં ઍમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકી નહોતી.

108 સેવાના કર્મચારીઓ અને સ્થાનિકોની મદદથી મહિલાને જોડીમાં બેસાડીને ધસમસતા પાણી વચ્ચે કોઝ-વે પાર કરાવી હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સુરેન્દ્રનગરઃ પ્રસૂતાને ધસમસતા પાણીમાંથી કેવી રીતે હૉસ્પિટલ લઈ જવાયાં?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન