Gujarat rain: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?

Gujarat rain: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.

ગુજરાતના દરિયાકાંઠેથી સેંકડો કિલોમીટર દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને હજી વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમ વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બની ગયો છે.

આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસ સુધી હજી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

સામાન્ય રીતે ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાતાં હોય છે, હાલ હવે ચોમાસા બાદની વાવાઝોડાની સિઝનની શરૂઆત થઈ છે. જોકે, હાલ આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે નક્કી કરી શકાયું નથી.

વીડિયો - દીપક ચુડાસમા, સાગર પટેલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.