ગુજરાત: દલિત પરિવારોને 40 વર્ષની લડાઈ પછી કેવી રીતે જમીન મળી?

વીડિયો કૅપ્શન, 'હવે અમે અમારી જમીનમાં ખેડીને ખાઈશું' કચ્છનાં દલિત મહિલાને 40 વર્ષ બાદ પોતાની જમીન મળ્યા બાદ તેઓ શું બોલ્યાં?
ગુજરાત: દલિત પરિવારોને 40 વર્ષની લડાઈ પછી કેવી રીતે જમીન મળી?
પ્રકાશિત

અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડની સ્થાપના 1984માં થઈ હતી.

સરકાર તરફથી મંડળીને 1050 હેક્ટર એટલે કે આશરે 2600 એકર જેટલી જમીન સોંપી દેવામાં આવી હતી. આ જમીનની માલિકી તે મંડળીએ પોતાના સભાસદોને સોંપવાની હતી.

કાગળ ઉપર જમીન તો મળી ગઈ હતી, પરંતુ હકીકતમાં તેમને જમીનનો કબજો મળી શક્યો નહોતો અને તેનો કબજો મેળવવામાં 40 વર્ષના વહાણાં વહી ગયાં.

હવે આ પરિવારો માટે આશાનો સૂરજ ઉગ્યો છે અને જીવનમાં પરિવર્તન આવ્યું છે. જુઓ આ વીડિયો

દલિત ખેડૂત, કચ્છના દલિત ખેડૂતને જમીનનો કબજો, દલિત નેતા જિગ્નેશ મેવાણી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.