ટ્રમ્પના અમેરિકન કૉંગ્રેસના સંયુક્ત અધિવેશનમાં આપેલા ભાષણની દસ મોટી વાતો

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકન અર્થતંત્ર સાથે સંકળાયેલી મુશ્કેલીઓ અંગે વાત કરી
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની સંસદ (કૉંગ્રેસ)નાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી છે, તેમનું આ સંબોધન લગભગ બે કલાક સુધી ચાલ્યું.

બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે પહેલી વાર કૉંગ્રેસને સંબોધિત કરી હતી.

તેમના ભાષણના મુખ્ય મુદ્દા કંઈક આ પ્રમાણે હતા

1. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પસંદગીના વિષયો પર વાત કરી, તેમાં અમેરિકન ઇમિગ્રેશન પૉલિસી, ટેરિફ અને કાયદો વ્યવસ્થા સામેલ હતી.

2. તેમણે કહ્યું કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો એક પત્ર મળ્યો છે, જેના પરથી સંકેત મળે છે કે તેઓ અમેરિકા સાથે ખનિજ સમજૂતી માટે તૈયાર છે. ગત અઠવાડિયે બંને નેતાઓ વચ્ચે ઑવલ ઑફિસમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ અમેરિકાએ યુક્રેનની સૈન્ય સહાય પર રોક લગાવી દીધી હતી.

3. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન અર્થતંત્ર હાલ થોડી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થશે, કારણ કે તેમનું વહીવટી તંત્ર કૅનેડા, મૅક્સિકો, ચીન અને અન્ય દેશોમાંથી આવતા સામાન પર ટેરિફ લાદવા જઈ રહ્યું છે. આને તેમણે સંક્રમણ કાળ ગણાવ્યો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેકન્ડ લેડી ઉષા વેન્સ (ડાબે) અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ (જમણે)

4. ટ્રમ્પે ફરી એક વાર કહ્યું કે ગ્રીનલૅન્ડ અમેરિકામાં સામેલ થશે જ અને તેમનું પ્રશાસન કોઈ ને કોઈ રીતે આ કામ પૂરું પાડવા માટે કઠોર મહેનત કરી રહ્યું છે.

5. ટ્રમ્પના ભાષણ દરમિયાન એક તરફ જ્યાં દરેક જાહેરાત બાદ ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર સહિત તમામ રિપબ્લિકન સભ્યો ઊભા થઈને તાળી પાડી રહ્યા હતા અને નારા પોકારી રહ્યા, ત્યાં બીજી તરફ ડેમૉક્રૅટ સભ્યો તકતીઓ સાથે પ્રદર્શન કરીને નારા પોકારી રહ્યા હતા, 'મસ્ક સ્ટીલ્સ, પ્રોટેક્ટ વેટેરન, સેવ મેડિકેડ.'

ટ્રમ્પનું ભાષણ શરૂ થતાં જ પ્રદર્શન માટે ઊભા થઈ ગયેલા અને પોતાની સીટ પર બેસવાનો ઇનકાર કરનારા ડેમૉક્રૅટ સાંસદ અલ ગ્રીનને રિપબ્લિકન સ્પીકરે ગૃહમાંથી બહાર કાઢી મૂક્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પનું ભાષણ શરૂ થતાં જ ડેમૉક્રૅટિંક પાર્ટીના સાંસદ અલ ગ્રીન ઊભા થઈ ગયા

6. ટ્રમ્પનું ભાષણ ખતમ થયાય એ પહેલાં કેટલાક ડેમૉક્રેટ સભ્યો ગૃહ છોડીને ચાલ્યા ગયા, ખાસ કરીને ત્યારે જ્યારે ટ્રમ્પે યુક્રેનનો મુદ્દો ઉઠાવ્યો.

7. ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત અન્ય દેશો પર રૅસિપ્રોકલ ટેરિફ લગાડવાની જાહેરાત કરી. તેમણે મૅક્સિકો અને કૅનેડા પર 25 ટકા ટેરિફ લાગી કરવાની પણ જાહેરાત કરી.

8. ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન પેંસિલ્વેનિયાના બટલરમાં રેલી દરમિયાન પોતાના પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.

9. ટ્રમ્પે અમેરિકામાં ઈંડાની વધતી કિંમતોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ મોંઘવારીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૃહની કાર્યવાહી દરમિયાન એલન મસ્ક પણ હાજર હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

10. ગૃહની કાર્યવાહી દરમિયાન દર્શકોમાં ટ્રમ્પનાં પત્ની અને દીકરીઓ તેમજ રાષ્ટ્રપતિના નિકટના સહયોગી અબજોપતિ એલન મસ્ક પણ હાજર હતા. આ દરમિયાન મંગળ ગ્રહ પર અમેરિકન ધ્વજ ફરકાવવાની ટ્રમ્પની વાતની એલન મસ્કે વધાવી હતી.

તેમણે ભારત સહિત બીજા દેશોને પણ ટાર્ગેટ કર્યા છે.

તેમણે બીજી એપ્રિલથી તમામ દેશો પર રૅસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે, "ચીન, ભારત, બ્રાઝિલ, મૅક્સિકો અને કૅનેડા સહિત ઘણા દેશો અમારી તુલનામાં વધારે ટેરિફ લગાવે છે."

ભારતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "ભારત ઑટો ઉત્પાદનો પર 100 ટકા કરતાં પણ વધારે ટેરિફ લગાવે છે."

તેમણે કહ્યું કે, "આ ઉત્પાદનો પર ચીન અમારા કરતાં બમણો ટેરિફ લગાવે છે. જ્યારે દક્ષિણ કોરિયામાં ટેરિફ ચાર ગણો વધારે છે. જોકે, અમે દક્ષિણ કોરિયાને સૈન્ય અને બીજી ઘણી સહાય કરીએ છીએ."

ટ્રમ્પે જણાવ્યું કે, "મિત્રો અને વિરોધીઓ બંને તરફથી આ કરવામાં આવે છે. અમેરિકા માટે આ ન્યાયસંગત નથી. તેથી અમે બીજી એપ્રિલથી રૅસિપ્રોકલ ટેરિફ લગાવવાના છીએ. તે દેશો જેટલા ટેરિફ રાખશે એટલા જ અમે પણ લગાવીશું."

ટ્રમ્પે કહ્યું કે, "અમે પહેલી એપ્રિલથી જ આ કરવાના હતા. પરંતુ તે દિવસે એપ્રિલફૂલ બનાવવાનો આરોપ પોતાના માથે ન લઈ શકાય. તેથી બીજી એપ્રિલની તારીખ પસંદ કરી છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કૉંગ્રેસમાં ભાષણ આપ્યું છે જેમાં તેમણે ઇમિગ્રેશનની પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "મારી ધમકીઓ સાંભળીને હવે ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં આવતા અટકી ગયા છે."

ટ્રમ્પે કહ્યું કે, "યુએસ-મૅક્સિકો બૉર્ડર પર નૅશનલ ઇમરજન્સીનો ઉકેલ લાવવા માટે તેમણે ઘણાં બધાં પગલાં લીધા છે."

ટ્રમ્પે જણાવ્યું કે, "મેં આપણા દેશમાં સરહદેથી ઘૂસણખોરી રોકવા યુએસ મિલિટરી અને બૉર્ડર પેટ્રોલને કામે લગાવ્યા છે. ગયા મહિને ગેરકાયદે ઘૂસણખોરીનો આંકડો અત્યાર સુધીમાં સૌથી નીચો હતો."

ટ્રમ્પે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો ત્યાર પછી ગેરકાયદે ઇમિગ્રેશન સામે સખત પગલાં ભર્યાં છે. તેમણે કેટલાય માઇગ્રન્ટ્સની ધરપકડ કરીને મિલિટરી વિમાનોમાં તેમના દેશ પાછા મોકલ્યા છે અને કેટલાકને ગ્વાટેનામો બે પણ મોકલવામાં આવ્યા છે.

ટ્રમ્પે કહ્યું કે, "તેમણે (ઇમિગ્રન્ટ્સે) મારા શબ્દો સાંભળ્યા છે અને યુએસ ન આવવાનું નક્કી કર્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.