ગુજરાતમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોની સંખ્યા 60 પાર, 32 શિક્ષકો વિદેશમાં
ગુજરાતમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોની સંખ્યા 60 પાર, 32 શિક્ષકો વિદેશમાં
પ્રકાશિત
ગુજરાતમાં બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવાની વાત સામે આવી છે અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી 'ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર' છે.
ખુદ શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ જ આ બાબતનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો.
ત્યારબાદ ગુજરાતમાં આવા કેટલા શિક્ષકો છે, જે બહાર રહે છે તેની વિગતો સામે આવી છે.
જાણવા મળ્યું છે કે ગુજરાતમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોની સંખ્યા 60 પાર, 32 શિક્ષકો વિદેશ રહે છે.
જાણો વિવાદ શું છે.

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



