સુરેન્દ્રનગર: લખતરમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગર: લખતરમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
સુરેન્દ્રનગર: લખતરમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
પ્રકાશિત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં માત્ર 8 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા ઉમઈ નદીમાં પાણીની આવક વધીને અનેક ગામો અને ખેતરો જળબંબાકાર બન્યા છે.

ભારે વરસાદથી મકાનોને નુકસાન પહોંચ્યું છે, ત્રણ ઝૂંપડાં ધરાશાયી થયાં છે અને લખતર પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ કચેરી તેમજ ગ્રામ પંચાયતમાં પણ પાણી ઘૂસ્યા છે.

કૉઝવે પર પાણી ફરી વળતાં જિલ્લાના 13 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે અને અનેક ગામોનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

ગુજરાત, ચોમાસું,વરસાદ, બીબીસી ગુજરાતી