ગુજરાત: આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TET, TAT પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે

TET, TAT શિક્ષકોની ભરતી, ગુજરાત સરકાર

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભા
પ્રકાશિત

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.

આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું, "TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું, "ઉચ્ચlર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે."

ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન માટે ભેગા થયેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરીને છોડી મૂક્યા હતા. પોલીસ આ પ્રદર્શનકારીઓને ટીંગાટોળી કરીને લઈ જતી હોય તેવા દૃશ્યો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.

ખાલિસ્તાન સમર્થક નેતા હરદીપસિંહ નિજ્જરને કૅનેડાની સંસદમાં શ્રદ્ધાંજલી આપવામાં આવી

જસ્ટિન ટ્રૂડો, હરદીપ સિંહ નિજ્જર, કૅનેડા સંસદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસ્ટિન ટ્રૂડો (ફાઇલ ફોટો)

કૅનેડાની સંસદમાં ખાલિસ્તાનના સમર્થક નેતા હરદીપસિંહ નિજ્જરને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.

18 જૂને કૅનેડાની સંસદના હાઉસ ઑફ કૉમન્સમાંના સ્પીકર ગ્રેગ ફર્ગસએ કહ્યું, "ગૃહમાં તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા પછી બ્રિટીશ કોલંબિયામાં માર્યા ગયેલા હરદીપસિંહ નિજ્જરના સમ્માનમાં મૌન પાળવા પર સહમતિ બની."

ત્યારબાદ ગૃહના બધા સદસ્યોએ થોડીવાર માટે મૌન પાળ્યું.

હરદીપસિંહ નિજ્જરની 18 જૂન 2023ના રોજ એક ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

નિજ્જર કૅનેડાના વેનકુંવરમાં એક ગુરુદ્વારાના અધ્યક્ષ પણ હતા.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યા હતા કે આ હત્યા માટે, 'ભારત સરકારના એજન્ટ સામેલ છે'. આ આરોપ ટ્રૂડોએ સપ્ટેમ્બર 2023માં કૅનેડાની સંસદમાં લગાવ્યા હતા.

પરંતુ ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં કૅનેડિયન પોલીસે ત્રણ ભારતીયોની પણ ધરપકડ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું ઉદ્ઘાટન કર્યું - ન્યૂઝ અપડેટ

નાલંદા યુનિવર્સિટી, નરેન્દ્ર મોદી, નાલંદા,વિશ્વવિદ્યાલયના

ઇમેજ સ્રોત, DRJAISHANKAR/X

ઇમેજ કૅપ્શન, નાલંદા યુનિવર્સિટીના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજગીર સ્થિત નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે.

તેમની સાથે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર છે.

યુનિવર્સિટીના કુલપતિ અભયકુમાર સિંહએ આ પળને ઐતિહાસિક જણાવી છે.

ત્યાં હાજર લોકોને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું આને ભારતની વિકાસ યાત્રાના શુભ સંકેત તરીકે જોઉં છું. નાલંદા માત્ર એક નામ નથી પરંતુ એક ઓળખ છે. નાલંદા એ સત્યની ઘોષણા છે કે એક પુસ્તક અગ્નિની જ્વાળાઓમાં બળી શકે છે. પરંતુ અગ્નિની જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી."

આ દરમિયાન નીતીશ કુમારે કહ્યું, "નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. પ્રાચીન સમયમાં નાલંદા યુનિવર્સિટી જ્ઞાનના કેન્દ્ર તરીકે જાણીતી હતી. અહીં દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અને અહીં લગભગ બે હજાર શિક્ષકો રહેતા હતા."

આ સમારોહમાં ઘણા દેશોના રાજદૂતો પણ હાજર છે.

નવા કૅમ્પસમાં બે શૈક્ષણિક બ્લૉક છે. એમાં 40 વર્ગખંડ છે જેમાં 900 વિદ્યાર્થીઓ એક સાથે બેસી શકે છે. નવા કૅમ્પસમાં 300 સીટોવાળા બે ઑડિટોરિયમ પણ બનાવવામાં આવ્યાં છે. અહી 550 વિદ્યાર્થિઓ માટે હૉસ્ટેલની સુવિધા પણ છે.

આ કૅમ્પસ 'નેટ ઝીરો' ગ્રીન કૅમ્પસ છે. આ કૅમ્પસમાં સોલર પ્લાન્ટ, વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રિસાઇક્લિંગ પ્લાન્ટ પર્યાવરણને અનુકુળ સુવિધાઓથી સજ્જ છે.

અમેરિકન કૉંગ્રેસનાં પૂર્વ સ્પીકર નૅન્સી પેલોસી ભારતના ધર્મશાલા પહોંચવાથી ચીને ચેતવણી આપી

નેન્સી પેલોસી, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ, દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસ કોંગ્રેસઆ પૂર્વ સ્પીકર નેન્સી પેલોસી એક પ્રતિનિધિમંડળના ભાગરૂપે ધર્મશાલા પહોંચ્યાં છે.

અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવના એક પ્રતિનિધિમંડળમાં પૂર્વ સ્પીકર નૅન્સી પેલોસી પણ સામેલ છે. તેઓ તિબેટિયન ધર્મગુરુ દલાઈલામાને મળવા ધર્મશાલા પહોંચ્યાં છે.

અમેરિકાથી આવેલ સાત સભ્યોવાળું આ પ્રતિનિધિમંડળ ગુરુવારે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને મળશે. આ દરમિયાન અમેરિકાની સંસદમાં ચીન-તિબેટ વિવાદને અંગે તાજેતરમાં પસાર થયેલ બિલ પર ચર્ચા થશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન ચિયાનએ ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ચીન તિબેટ વિવાદના ઉકેલની હિમાયત કરતા કૉંગ્રેસમાં પસાર કરાયેલ કાયદાને સમર્થન ન આપવાની અપીલ કરી છે.

આ આગામી બેઠક પર ચીને ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકા તિબેટને ચીનના ભાગ તરીકે સ્વીકારીને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે તો ચીન આ અંગે'કડક પગલાં' લેશે.

લિનને કહ્યું, "અમેરિકાએ આ ઍક્ટ પર સહી કરીને તેને કાયદો બનાવવો જોઈએ નહી."

હારિસ રઉફે વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી,પરંતુ ફેનને ભારતીય ગણાવીને ઘેરાઈ ગયા

હરિસ રઉફ, ફ્લોરિડા, એક ફેન સાથે ઝઘડો

ઇમેજ સ્રોત, SCREENSHOT

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફ અમેરિકાના ફ્લોરિડામાં એક ફેન સાથે ઝઘડો થયો હતો

પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફએ એક વાયરલ વીડિયો પર તેમનો બચાવ કર્યો છે જેમાં તે એક વ્યક્તિ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે.

રઉફએ કહ્યું કે તેમના પરિવારના વિરુદ્ધ કંઈક થશે તો તેઓ પલટવાર કરતા ખચકાશે નહીં. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે.

મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હારિસ એક ક્રિકેટ ચાહક સાથે અનિચ્છનીય કહાસુની કરી રહ્યા છે જે દરમિયાન તે ગુસ્સો કરતા દેખાય છે. પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપથી બહાર થઈ ગયું છે પરંતુ ટીમ હજુ પણ યુએસમાં જ છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે હારિસ તેમનાં પત્ની મુજના સાથે ચાલી રહ્યા છે ત્યારે જ તે એક ફેન પર આક્રમક થઈ જાય છે. આ ફેન પણ યુવાનોના એક જૂથમાં ચાલી રહ્યા હતા.

વીડિયોમાં જોવા મળે છે કે, હારિસ તેમનાં પત્ની મુજના અને ત્યાં હાજર બીજા લોકોના રોકવા છતાં તે ફેન પર કૂદકો મારી દે છે.

આ ફેન હારિસ પર પાકિસ્તાનની હારને લઈને ટોણો મારે છે અને હારિસ કહે છે કે તમે જરૂર ઇડિયન હશો, પરંતુ ફેન કહે છે કે તે પાકિસ્તાની છે. વીડિયોમાં હારિસ તે ફેનને ગુસ્સામાં કહે છે- તમે મારા પિતા વિરુદ્ધ કેવી રીતે બોલી શકો.