You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્સ્ટન્ટ લોન ઍપના શોષણની જાળમાં ફસાઈને કેવી રીતે જીવ ગુમાવી રહ્યા છે ભારતીયો?
આસ્થાને ખબર હતી કે તેની મમ્મીને કેટલાક વિચિત્ર કૉલ આવી રહ્યા હતા અને તેમણે કોઈને પૈસા ચૂકવવાના હતા, પરંતુ ભૂમિ ઘણા મહિનાથી સતામણી અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યાં હોવાની ખબર આસ્થાને ન હતી.
ભૂમિ ઓછામાં ઓછા 14 દેશોમાં ફેલાયેલા વૈશ્વિક કૌભાંડનો ભોગ બન્યાં હતાં. એ કૌભાંડના કરનારા લોકોને શરમજનક સ્થિતિમાં મૂકીને તેમને બ્લૅકમેઇલ કરે છે અને કમાણી કરે છે. તેમાં અનેકનાં જીવન ખતમ થઈ જાય છે.
બિઝનેસ મૉડલ સરળ પરંતુ ક્રૂર છે.
ગણતરીની મિનિટોમાં મુશ્કેલીમુક્ત લોન આપવાનો દાવો કરતી ઘણી ઍપ છે. એવી બધી ઍપ લોકોને ફસાવતી નથી, પરંતુ એ પૈકીની ઘણી ઍપ એવી છે, જે ડાઉનલોડ કર્યા પછી તમારા કૉન્ટેક્ટ, ફોટોગ્રાફ્સ તથા આઇડી કાર્ડ્ઝનો સંગ્રહ પોતાના ડેટામાં કરી લે છે અને પછી તેનો ઉપયોગ તમારી પાસેથી નાણાં પડાવવા માટે કરે છે.
આવી ઍપ મારફત લોન લેનારા લોકો સમયસર ચુકવણી નથી કરતા અને કેટલીક વાર ચુકવણી કર્યા છતાંય ઍપના સંચાલકો તેમની પાસેની માહિતી કૉલ સેન્ટર સાથે શૅર કરે છે. તે કોલ સેન્ટરના યુવા કર્મચારીઓ લૅપટૉપ તથા ફોનથી સજ્જ હોય છે અને રિપેમેન્ટ માટે લોકોને હેરાન તેમજ અપમાનિત કરવાની તાલીમ તેમને આપવામાં આવેલી હોય છે.
બીબીસી આઇની અન્ડરગ્રાઉન્ડ તપાસમાં આ સમગ્ર કૌભાંડ ચલાવવાની રીત અને તેના આરોપીઓનો પર્દાફાશ કરાયો હતો. જાણો, ભારતના આ જીવલેણ કૌભાંડ વિશે, માત્ર બીબીસી ગુજરાતી સાથે.