ભારત બનામ પાકિસ્તાન – રણમાં યોજાશે ક્રિકેટનાં વેરનો મોટો રણસંગ્રામ

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ગૌતમ ભટ્ટાચાર્યા
- પદ, ક્રિકેટ લેખક, દુબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે આઇસીસી 50 ઓવરના મોટા મુકાબલામાં ટક્કર 2023માં અમદાવાદમાં યોજાયેલા વિશ્વકપની લીગ મૅચમાં થઈ હતી.
એક હરીફાઈ તરીકે આ ટક્કર ખાસ રસાકસીવાળી ના બની. ભારત ખૂબ જ પ્રભાવશાળી ફૉર્મમાં હતું અને તેણે આસાનીથી પાકિસ્તાને આપેલા લક્ષ્યાંકને હાંસલ કરી શાનદાર જીત મેળવી હતી.
જો કે પાકિસ્તાની ક્રિકેટ ફૅન્સને ભારત આવવા માટે વિઝા આપવામાં આવ્યા નહતા એટલે સ્ટેડિયમમાં ક્રિકેટ ટીમ સિવાય માત્ર મીડિયા સેન્ટરમાં થોડા પાકિસ્તાની લોકોની ઉપસ્થિતિ હતી.
રવિવારે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આ બે કટ્ટર ટીમોની વચ્ચે યોજાનારો આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીનો મુકાબલો કંઈક અલગ જ માહોલ ઊભો કરશે.
આઈસીસીએ જણાવ્યું કે ટિકિટો થોડી મિનિટોમાં વેચાઈ ગઈ હતી. સંયુક્ત આરબ અમિરાતમાં 37 લાખ ભારતીય અને 17 લાખ પાકિસ્તાની લોકો રહે છે. જેના કારણે બંને ટીમોને પ્રોત્સાહન આપવા માટે પૂરતા ક્રિકેટ ફૅન્સની ગૅરન્ટી છે.
પરંતુ સ્ટેડિયમમાં આ લીલા ઝંડાનો સમંદર પાકિસ્તાનના મોહમંદ રિઝવાનને ભારતનાં રોહિત શર્મા સામે જીતવાની ઓછી શક્યતાઓમાં વધારો કરી શકશે?
પાકિસ્તાન સંયુક્ત આરબ અમિરાતમાં પોતાનાં મજબૂત રેકૉર્ડ જોઈને રાહત અનુભવી શકે છે. જેમાં 28 વનડેમાંથી 19માં જીત અને દુબઈમાં 2021 વિશ્વકપમાં એકમાત્ર ટી20ની જીત.
1980 અને 90 ના દશકમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મોટાભાગની જીત શારજહામાં થઈ હતી, જ્યાં તેણે 24માંથી 18 મૅચ જીતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુબઈમાં ભારતને તેમણે 2018 એશિયા કપમાં બે વાર હરાવ્યું હતું. જ્યારે બંને ટીમોએ 2006 અબુધાબીની સિરીઝમાં એક-એક મૅચ જીતી હતી.

શારજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચોનો રેકૉર્ડ કેવો રહ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શારજહામાં પાકિસ્તાનનાં ગૌરવશાળી દિવસો બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. ક્યારેક ક્યારેક ટી20માં જીત સિવાય આ આ નવી એકવીસમી સદીમાં તો ભારતનો જ દબદબો રહ્યો હતો.
વરિષ્ઠ ક્રિકેટ લેખક અયાઝ મેમણનું માનવું છે કે સંયુક્ત આરબ અમિરાતમાં ભારત પાકિસ્તાનનાં મુકાબલના ભૂતકાળનાં ચશ્મા પહેરીને જોવાની કોઈ જરૂર નથી.
એમાં કોઈ સંદેહ નથી કે શારજહાંના દિવસોમાં પાકિસ્તાનને દર્શકોનું જબરદસ્ત સર્મથન મળતું હતું જેમાં સ્થાનીય પઠાણ આબાદીનો પણ સમાવેશ થતો હતો.
જો કે એ સમય ટીમમાં ઇમરાન ખાન, જાવેદ મિયાંદાદ, સઇદ અનવર, આમીર સોહિલ અને બે ડબલ્યુ (વાસીમ અકરમ અને વકાર યુનુસ ) જેવા ખેલાડી હતા. મેમણ વધુમાં કહે છે કે, આની તુલના વર્તમાન ટીમ સાથે કરો જે ક્યારેક-ક્યારેક અસાધારણ પરિણામ આપે છે, પરંતુ તેમાં સાતત્યનો સદંતર અભાવ છે.
સંયુક્ત આરબ અમિરાતનાં ચમકતા દમકતા અને લગાતાર વધતા દુબઈમાં કોઈ મોટા ક્રિકેટ આયોજનનાં સંકેત જોવા મળતા નથી.ઍરપૉર્ટ પર પણ સ્વાગતનાં બેનર નથી.
આના શહેરમાં તો કરતા અન્ય વિદેશી કંપનીઓનાં હૉર્ડિગ્સ છવાયેલા છે જ્યારે દુબઈમાં વાર્ષિક ડ્યૂટી ફ્રી ટેનિસ ચૅમ્પિયનશિપનું આયોજન જોરશોરથી છવાયેલું છે.
દક્ષિણ તરફ આગળ વધો ત્યારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં - રિંગ ઑફ ફાયર – મુખ્ય રસ્તા પરથી દેખાય છે જે ક્રિકેટની શહેરમાં હાજરીનો સંકેત આપે છે.
તમામ આઠ કપ્તાનોની ઉંચી તસવીરો મેદાનમાં લાગેલી છે. પરંતુ હવેનાં દિવસોમાં બધાની નજર રોહિત શર્મા અને મોહંમદ રિઝવાનની ટીમ પર લાગેલી રહેશે. દુનિયાભરનાં પ્રશંસકો તેમનાં ભાગ્યના પરિણામની રાહ જોઇ રહ્યા છે.
એ કોઈ રહસ્યની વાત નથી કે પ્રસારણ અને જાહેરાતોની માંગને પુરી કરવા માટે આઈસીસી લગાતાર ભારત અને પાકિસ્તાનને મુખ્ય ટુર્નામેન્ટોમાં એક જ ગ્રૂપમાં રાખે છે. આ એક મોટ મુકાબલાની ગૅરન્ટી આપે છે. જે નૉકઆઉટમાં પણ એક ધમાકેદાર મુકાબલાની સંભાવના ઉભી કરે છે.
એવા સમયે કે જ્યારે ક્રિકેટનાં ખેલાડીઓ ઓવરએક્સપોઝ થઈ ગયા આંતરરાષ્ટ્રીય માળખું જ્યારે જોખમમાં છે અને ટી20 ફ્રેન્ચાઇઝનાં ઉદય બાદ ભારત પાકિસ્તાનની આ ક્રિકેટની દુશ્મની એ સૌથી મોટી બોક્સ ઓફિસ આર્કષણ છે.
આઈસીસી ટ્રૉફીની માત્ર આઠ ટીમોની ટુર્નામેન્ટના ફૉર્મેટનો એક મોટા ફાયદો એ છે કે નાનકડી ચૂકની પણ દિગ્ગજ ટીમે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
'વિકટ પરિસ્થિતિમાં ખીલી ઊઠે છે પાકિસ્તાનનું પ્રદર્શન'

ઇમેજ સ્રોત, AFP
ભારતીય કપ્તાન શર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી મૅચની પૂર્વસંધ્યાએ કહ્યું કે, 50 ઓવરનાં વિશ્વકપમાં તમને વાપસીનો મોકો છે.
ભલે તમે કોઈ મૅચમાં પાછળ રહી જાવ, કારણ કે અહીં આખી ટુર્નામેન્ટમાં 10 મૅચો હોય છે. અહીં પરિસ્થિતિ ઘણી અલગ છે. જ્યાં સેમિફાઇનલમાં પહોંચવા માટે તમારા માટે તમારા ગ્રૂપની ત્રણેય મૅચો મહત્ત્વપૂર્ણ બની રહી છે.
ભારતે ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ છ વિકેટે મૅચ જીતીને પહેલો કોઠો પાર કરી લીધો છે. જેમાં શુભમન ગિલનું શાનદાર શતક ( ભવિષ્યમાં વનડેનાં કપ્તાન તરીકેની પોતાનાં દાવાનો મજબૂત કરવો) મહમદ શામીની પાંચ વિકેટ અને શર્માની તેજ ઇનિંગ સામેલ છે. શર્માએ આ ઇનિંગ સાથે 11000 રનનો આંકડો પાર કર્યો છે.
જસપ્રીત બુમરાહની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. જ્યારે કે આ પીચ પર મુખ્ય કામ તો સ્પીનરોનું જ રહેવાનું છે.
ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો પ્રવેશ ઉતાર-ચઢાવથી ભરેલો છે. જે અણધાર્યો અને નબળો રહ્યો છે. તેમની છેલ્લી ત્રણ મૅચની તસવીર આને એકદમ યોગ્ય રીતે પ્રસ્તૂત કરે છે.

ઇમેજ સ્રોત, AFP
દસ દિવસ પહેલા રિઝવાન અને સલમાન અલી આગાની શાનદાર 260 રનની ભાગીદારીએ પાકિસ્તાનને કરાચીમાં દક્ષિણ આફ્રિકા સામે રેકૉર્ડ 353 રનનો પીછો કરવામાં અને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પ્રવેશ કરવામાં મદદ કરી હતી.
પરંતુ બે દિવસ પછી જ તેની ટીમ ઠોકર ખાઈ ગઈ અને નબળી દેખાઈ કારણ કે ન્યૂઝી લૅન્ડ પાંચ વિકેટથી તેમની સામે જીતી ગયું, જેનાથી ચૅમ્પિયન્સ ટ્રૉફી પહેલાં તેમને આત્મવિશ્વાસ અપાવે એવો ખિતાબ જીતવાની તક છીનવાઈ ગઈ.
પછી બુધવારે જ્યારે તેમના બૉલરોએ શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે કિવીઓને મુક્તપણે રમવા દીધા નહીં. પરંતુ આખરે ટુર્નામેન્ટની તેમની પહેલી મૅચ તેઓ 60 રનથી હારી ગયા.
આનાથી દુબઈની મોટી મૅચ પહેલાં તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ સુકાની રિઝવાનના નિવેદનથી નારાજ છે. રિઝવાને કહ્યું કે ભારત સામેની ટક્કરને એ તેમના માટે કોઈ અન્ય મૅચની જેમ સામાન્ય જ છે.
ઇતિહાસ ગવાહ છે કે આવી પરિસ્થિતિઓમાં પાકિસ્તાન ખીલે છે. જે 1992ના વર્લ્ડ કપ અભિયાનમાં ઇમરાન ખાનના પ્રખ્યાત "પાંજરામાં કેદ વાઘ" ના નારાની યાદ અપાવે છે.
જો કે શક્યતાઓ તો ભારતના જ પક્ષમાં છે. પરંતુ યુએઈની ધરતી પર પાકિસ્તાનની જીતની શક્યતાને પણ ક્યારેય નકારી શકાય નહીં. છેવટે, એક નવો દિવસ, એક નવી લડાઈ, અને મોટી મૅચોમાં તો કંઈપણ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















