You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરમાં સિંહ-સિંહણે ગાયનો શિકાર કર્યો એ વીડિયો જુઓ
સિંહ અને સિંહણ દ્વારા ગાયનો શિકાર. લગભગ 30 સેકન્ડમાં શિકારની ઘટના બની અને સમગ્ર ઘટનાક્રમ કૅમેરામાં કેદ થઈ ગયો હતો.
જંગલ વિભાગ પાસેથી મળતી વિગતો પ્રમાણે, આ ઘટના ડેડકડી રેન્જના ગંગાજળિયા નેસ પાસે આવેલા ચીપિયા વિસ્તારમાં બની હતી.
સોમવારે સવારે નવેક વાગ્યા આસપાસ મુલાકાતીઓને લઈને ત્રણ જિપ્સી સફારી રૂટ નં. બે ઉપર નીકળી હતી.
ત્યારે ત્રણ સિંહ અને એક સિંહણ અલગ-અલગ જગ્યાએ આરામ કરી રહ્યા હતા.
એવામાં ટોળાથી છૂટી પડેલી એક ગાય ત્યાં આવતી દેખાઈ હતી. ત્યારે જિપ્સી પાસે રહેલી સિંહણની તેની ઉપર નજર પડી હતી.
પહેલાં તેણે જિપ્સીની આડશ લીધી હતી અને પછી મેદાન ઉપર જ લપાઈ ગઈ હતી.
સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન