You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
27 મહિનાની દીકરીને પરત મેળવવા એક માતાની 2 વર્ષથી જર્મન સરકાર સામે લડતની કહાણી
ધારા શાહ જેમની 27 મહિનાની દીકરી અરિહા જર્મન ચાઇલ્ડ સર્વિસિઝની કસ્ટડીમાં છે.
જર્મનીમાં અરિહા સાથે યૌન ઉત્પીડન થવાનો આરોપ લાગ્યો હતો. આ મામલો જર્મનીની અદાલતમાં ચાલ્યો અને ત્યારથી જ અરિહા કસ્ટડીમાં છે.
મૂળ અમદાવાદના ભાવેશ શાહ કામકાજ અર્થે જર્મનીમાં તેમનાં પત્ની સાથે રહેતા હતા. તેમની સાત મહિનાની દીકરી અરિહાને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો.
સપ્ટેમ્બર, 2021માં ભાવેશ અને ધારા અરિહાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, કારણ કે તેની યોનિમાં રક્ત જોવા મળ્યું હતું. ડૉક્ટરે તેની સારવાર કરી હતી.
બીજા દિવસે ફરી લોહી જોવા મળતાં ડૉક્ટરે તેમને મોટી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.
ભાવેશ અને ધારાને ખબર ન હતી કે અરિહાને મોટી હૉસ્પિટલમાં લઈ જવાથી તે માતા-પિતાથી દૂર થઈ જશે.
અરિહાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંના ડૉક્ટરે ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમને જણાવ્યું હતું કે આ તો જાતીય શોષણનો કેસ છે. ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમે તરત પગલાં લીધાં હતાં અને સાત મહિનાની અરિહાનો કબજો લઈને તેને બર્લિનના અનાથાલયમાં મોકલી આપી હતી.
બુધવારે અરિહાનાં માતાએ દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે.
વીડિયો રિપોર્ટ : સમીના શેખ અને સદફ ખાન