બનાસકાંઠાના આ ગામમાં કૂતરાં પણ કરોડપતિ છે

પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું કુશકલ ગામ. અહીંનાં કૂતરાં સામાન્ય નથી પરંતુ તે બધાં કરોડપતિ છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુશકલ ગામમાં પ્રવેશીએ એ પહેલાં જ 20 વિઘાંમાં પથરાયેલી આ જમીન દેખાશે.

આ જમીનની અંદાજિત કિંમત પાંચ કરોડ રૂપિયા છે. અને તેના માલિક કુશકલ ગામના કૂતરાં છે. જાણો આ હકીકત પાછળની રસપ્રદ કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો