બદમાશોને ફટકારતાં મહિલા બાઉન્સરનું જીવન કેટલું પડકારજનક હોય છે?

પ્રકાશિત

કોમલ કાલે મહાષ્ટ્રના અહેમદનગરમાં રહે છે, તેઓ બાઉન્સર છે.

પાંચ વર્ષ પહેલાં તેમણે આ કામ શરૂ કર્યું હતું. તેઓ શહેરનાં પ્રથમ મહિલા બાઉન્સર છે.

કોમલ પોલીસમાં જોડાવા માંગતાં હતાં. પરંતુ તેમની ઇચ્છા પૂરી ન થઈ.

હવે તેઓ બાઉન્સર છે, અને પોતાનાં સપનાં પૂરાં કરવા મથી રહ્યાં છે.

કોમલ બાળપણથી બહાદુર અને તેજ હતાં, તેમને ખૂબ ઓછા સમયમાં આ કામની આદત પડી ગઈ. ઘણા બદમાશોને તેમણે ફટકાર્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો