બદમાશોને ફટકારતાં મહિલા બાઉન્સરનું જીવન કેટલું પડકારજનક હોય છે?

વીડિયો કૅપ્શન, બદમાશોને ફટકારતાં મહિલા બાઉન્સરનું જીવન કેટલું પડકારજનક હોય છે?
પ્રકાશિત

કોમલ કાલે મહાષ્ટ્રના અહેમદનગરમાં રહે છે, તેઓ બાઉન્સર છે.

પાંચ વર્ષ પહેલાં તેમણે આ કામ શરૂ કર્યું હતું. તેઓ શહેરનાં પ્રથમ મહિલા બાઉન્સર છે.

કોમલ પોલીસમાં જોડાવા માંગતાં હતાં. પરંતુ તેમની ઇચ્છા પૂરી ન થઈ.

હવે તેઓ બાઉન્સર છે, અને પોતાનાં સપનાં પૂરાં કરવા મથી રહ્યાં છે.

કોમલ બાળપણથી બહાદુર અને તેજ હતાં, તેમને ખૂબ ઓછા સમયમાં આ કામની આદત પડી ગઈ. ઘણા બદમાશોને તેમણે ફટકાર્યાં છે.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો