You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન : અહીં ગધેડાની ચોરી થતા પોલીસ ધંધે લાગી, પશુપાલકોએ કરવી પડી પોલીસ ફરિયાદ
પ્રકાશિત
કિંમતી વસ્તુઓની ચોરી થાય એ સામાન્ય વાત છે, પરંતુ રાજસ્થાનની પોલીસ માટે ગધેડાઓની થતી ચોરી માથાનો દુખાવો બની ગઈ છે. રાજસ્થાન પોલીસ બધા જ કામ બાજુએ મૂકીને ગધેડા ચોરને શોધવામાં લાગી ગઈ છે.
મામલો એવો છે કે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહરના ખુઈયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગધેડા ચોરીની એકથી વધારે ફરિયાદો થઈ છે.
સ્થાનિક પશુપાલકો 28 ડિસેમ્બરથી અહીં ધરણાં કરી રહ્યા છે, જેથી પોલીસ તેમના ખોવાયેલા ગધેડાઓને શોધી આપે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો