You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શાકભાજીના ભાવ કેમ સતત વધી રહ્યા છે?
ગુજરાતમાં જથ્થાબંધ શાકભાજીના ભાવો વધી રહ્યા છે, ચોમાસાના અંતમાં વરસેલા અનિયમિત વરસાદના કારણે પાકને અસર થઈ છે, જેના કારણે બજારોમાં પુરવઠો ઘટ્યો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે અધિકારીઓ અને વેપારીઓ જણાવે છે કે રાજ્યના સૌથી મોટા શાકભાજી માર્કેટ પૈકીનાં એક એવા અમદાવાદના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં શાકભાજીનો જથ્થાબંધ ભાવ 30 દિવસમાં 300 ટકા જેટલો વધ્યો છે.
ડુંગળીના જથ્થાબંધ ભાવ 18 સપ્ટેમ્બરથી 18 ઑક્ટોબરની વચ્ચે બમણા થઈ ગયા છે.
સૌરાષ્ટ્રની ડુંગળીના ભાવ 700થી 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જે હવે 1500થી 2800 રૂપિયા સુધી વધ્યા છે. મહારાષ્ટ્રની ડુંગળીના ભાવ પણ 50 ટકા વધીને 1500 રૂપિયા થઈ ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો