You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ જોવા પહોંચેલા એ પ્રેક્ષકો જે રઝળી પડ્યાં
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉની મૅચમાં ચિક્કાર મેદની બાદ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બંધ બારણે બીજી ટી-20 મૅચ રમાઈ.
અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ વધતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પ્રેક્ષકો વગર મૅચ યોજવાનો નિર્ણય કર્યો હતો.
સોમવારે રાત્રે આ અંગે જાહેરાત કરાઈ અને કહેવાયું હતું કે જે લોકોએ મૅચ જોવા માટે ટિકિટ ખરીદી છે તેમને રિફન્ડ આપવામાં આવશે.
જોકે મંગળવારે મૅચ જોવા માટે કેટલાક પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જમા થયા હતા.
કેટલાક પ્રેક્ષકો અમદાવાદની બહારથી આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે તેઓ મૅચ જોવા માટે અમદાવાદ આવવા નીકળી ગયા હતા અને તેઓ રસ્તામાં હતા એટલે તેમને ખબર નહોતી કે મૅચમાં પ્રેક્ષકોને પરવાનગી નથી અપાઈ રહી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવેલા પ્રેક્ષકોનું શું કહેવું છે? જુઓ આ વીડિયોમાં
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો