You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વલસાડમાં શાકભાજી વેચીને લાખો રૂપિયા કમાવતાં ગુજરાતનાં આદિવાસી મહિલાઓ
પ્રકાશિત
ગુજરાતનાં આ મહિલાઓ શાકભાજી વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડાના વેરીભવાડ ગામની આ કહાણી છે.
અહીંના આદિવાસી ગામોના લોકો રોજગારી માટે શહેરો પર નિર્ભર હતા અને એથી અહીંના લોકો શહેરમાં સ્થળાંતર પણ કરતા હતા.
આ વિસ્તાર વર્ષોથી પાણીની અછતનો સામનો કરતો હોવાથી ખેતીમાં પણ કઈ ફળતું નહોતું.
જોકે હવે આ મહિલાઓ શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયા કમાવી લે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો