સાવિત્રીબાઈનાં ગુમનામ રહી ગયેલાં સાથીદાર ફાતિમા શેખ
આપણે જોતિબા અને સાવિત્રીબાઈ ફુલે વિશે જાણીએ છીએ. જોતિબા સામાજિક ક્રાંતિમાં અગ્રેસર હતા અને વંચિતોના શિક્ષણ માટે તેમણે મોટું કામ કર્યું હતું.
ફાતિમા શેખ વિશેની માહિતી સાવિત્રીબાઈ ફુલેના માધ્યમથી જ મળે છે. એટલે કે એક સ્ત્રીના માધ્યમથી જ બીજી સ્ત્રીના યોગદાનની વાત આપણા સુધી પહોંચે છે.
સાવિત્રીબાઈ તરફથી એક અગત્યની માહિતી આપણને મળે છે. 'સાવિત્રીબાઈ ફુલે સમગ્ર વાંગ્મય'માં એક તસવીર છે. સાવિત્રીબાઈની બાજુમાં એક સ્ત્રી બેઠેલી છે, જે ફાતિમા શેખ છે. પરંતુ આ તસવીર ક્યાંની છે તેની ખરાઈ
કેવી રીતે કરવી?
દલિતો, વંચિતો અને સ્ત્રીઓને શિક્ષણ આપવા માટેના પ્રયાસોને કારણે ફુલે દંપતિ અને ખાસ કરીને સાવિત્રીબાઈને બહુ ભોગવવું પડ્યું હતું. વિરોધ, મેણાંટોણાં, અપમાન સહન કરવા પડ્યા હતા.
દેખીતી રીતે સામાજિક વિરોધ અને અપમાન ફાતિમા શેખે પણ સહન કરવા પડ્યા હશે.
સાવિત્રીબાઈ પર પથ્થરો, છાણ, કીચડ ફેંકવામાં આવ્યા અને મશ્કરીઓ કરવામાં આવી હતી તો શક્ય છે કે ફાતિમા શેખે પણ તે બધું સહન કરવું પડ્યું હશે. બીજું કે ફાતિમા શેખ જે સમાજમાંથી આવતા હતા તેના કારણે તેમની ભૂમિકા અગત્યની થઈ જાય છે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
- રુકૈયા બેગમ : જેમના એક લેખથી હોબાળો થઈ ગયો
- ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં
- ચંદ્રપ્રભા સૈકિયાની : જેમના અવાજ પર મહિલાઓએ તોડી પાડી 'પડદાની દીવાલ'
- એ રખમાબાઈ રાઉત જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો
- એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી
- સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી
- અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા
- અનસૂયા સારાભાઈ : ગુજરાતમાં મજૂરઆંદોલન શરૂ કરનારાં પ્રથમ મહિલા નેતા
- કમલાદેવી ચટ્ટોપાધ્યાય : જેમણે ભારતીય મહિલાઓ માટે રાજકારણનાં દ્વાર ખોલ્યાં


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો