You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં યુવાનોએ બનાવી ગણપતિની અનોખી મૂર્તિ, વિસર્જન બાદ ઊગશે છોડ
પ્રકાશિત
મહારાષ્ટ્રથી શરૂ થયેલી ગણપતિ ઉત્સવની પરંપરા ગુજરાતમાં પણ ઘણી ફેલાઈ છે. જોકે, આ પરંપરામાં મૂર્તિની બનાવટમાં પ્લાસ્ટર ઑફ પેરિસના ઉપયોગને લઈને જળપ્રદૂષણનો સવાલ પણ વારંવાર ચર્ચામાં આવે છે.
એ સવાલમાંથી જ માટીની મૂર્તિઓ અને ઇકો-ફ્રેન્ડલી ગણપતિની વાત પણ શરૂ થઈ. હવે એમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે.
વડોદરાના યુવાનોએ ગણપતિની એવી મૂર્તિ બનાવી છે જે વિસર્જન પછી છોડ તરીકે ઊગી શકે છે.
જુઓ આ અનોખી પહેલોનો વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો