You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સરકારનું સમર્થન છતાં ઇસ્લામાબાદમાં હિંદુ મંદિર પર વિવાદ કેમ?
પ્રકાશિત
પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિને લઈને અનેક બાબતો સમાચારોમાં આવતી રહે છે. જોકે, આજકાલ સ્થાનિક લઘુમતી હિંદુઓના એક મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનની કૅપિટલ ડેવલમૅન્ટ ઑથોરિટીએ ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી છે તેનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે અને મામલો હવે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે.
પાકિસ્તાન સરકારે જેના નિર્માણ માટે 20 હજાર સ્કવેર ફૂટ જમીન ફાળવી છે તે હિંદુ મંદિરની ઘટના સમજવા માટે જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો આ વીડિયો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો