Unlock 1: ગુજરાતમાં શું ખૂલશે શું બંધ રહેશે?

પ્રકાશિત

એકતરફ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે જ ભારત સરકાર દ્વારા એક જૂનથી સમગ્ર દેશમાં લૉકડાઉનનો અંત આણી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અનલૉક-1ની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શનને અનુસરી ગુજરાત સરકારે પણ આર્થિક પ્રવૃત્તિઓને વધુ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે.

આ વીડિયોમાં આપણે જાણીશું કે આખરે અનલૉક-1માં ગુજરાતમાં કઈ કઈ સેવાઓ પૂર્વવત્ બનાવાશે અને કયા કયા નિયંત્રણો હળવા બનાવાશે.

ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાતો પૈકી એક જાહેરાત હતી રાજ્યમાં કોરોનાના કેરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા શહેર એવા અમદાવાદ શહેરમાં સિટી બસ સેવાઓ અને રાજ્યમાં અંદરોઅંદર અન્ય બસ સેવાઓને મંજૂરીની જાહેરાત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો