યુક્રેને રશિયામાં ઑઇલ ડૅપો પર કર્યો હુમલો : બેલગ્રાદના ગવર્નરનો દાવો

રશિયામાં બેલગ્રાદના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેને રશિયામાં આવેલા એક ઑઇલ ડૅપો પર હુમલો કર્યો છે.

લાઇવ કવરેજ

  1. બ્રિટનના સંરક્ષણમંત્રીનો દાવો, 'પુતિન પોતે જ બનાવેલા પીંજરામાં કેદ'

    રશિયા યુક્રેન યુદ્ધ પુતિન

    ઇમેજ સ્રોત, EWA

    બ્રિટનના સંરક્ષણમંત્રી બેન વૉલેસનો દાવો છે કે યુક્રેન પર હુમલાના કારણે રશિયા કમજોર દેશ બની ગયો છે.

    સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ પુતિન હવે પહેલાં જેટલા તાકતવર રહ્યા નથી. હવે તેઓ પોતે બનાવેલા પીંજરામાં જ કેદ થઈ ગયા છે.”

    “તેમની સેના થાકી ગઈ છે અને તેમને ઘણું નુકસાન થયું છે. રશિયાની તાકતવર સેનાની પ્રતિષ્ઠા પડી ભાંગી છે.”

    “માત્ર યુક્રેનમાં સર્જેલી તારાજી માટે જ નહીં પણ તેમણે પોતાની સેના સાથે જે કર્યું છે, તેનું પણ નુકસાન પણ તેમણે ભોગવવું પડશે.”

    વૉલેસે કહ્યું કે રશિયાની સેના હવે દક્ષિણ અને પૂર્વ યુક્રેન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

    તેમણે કહ્યું, “અમે આ પહેલાં પણ જોયું છે. આ વધારે ખરાબ થઈ રહ્યું છે. રહેણાક વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે.”

    તેમના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સહયોગીઓ યુક્રેનને વધુ સૈન્ય ઉપકરણો અને મદદ આપવા સહમત છે. તેમાં બખ્તરબંધ વાહનો અને હથિયારો સામેલ છે.

  2. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.