યુક્રેને રશિયામાં ઑઇલ ડૅપો પર કર્યો હુમલો : બેલગ્રાદના ગવર્નરનો દાવો
રશિયામાં બેલગ્રાદના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેને રશિયામાં આવેલા એક ઑઇલ ડૅપો પર હુમલો કર્યો છે.
લાઇવ કવરેજ
ઇન્કમટૅક્સ કરમાફી, મ્યુચ્યુઅલ ફંડ અને PF અંગે આજથી થયા મોટા ફેરફાર
શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘરની ઘેરાબંધી કરવા પહોંચેલા લોકો બન્યા હિંસક, જુઓ તસવીરો
લાઇવ પેજ સમાપ્ત
બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર.
આજનું લાઇવ કવરેજ અહીં જ સમાપ્ત થાય છે.
દેશ-દુનિયાના વધુ સમાચારો મેળવવા માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
રખડતાં ઢોર સામેના કાયદાથી માલધારી સમાજમાં આક્રોશ કેમ?
છ કલાકની લાંબી ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં રખડતાં ઢોરની સમસ્યાને નાથવા માટેનું બિલ 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ પસાર થઈ ગયું છે.
આ બિલની જોગવાઈઓના આધારે મહાનગરપાલિકા તથા નગર વિસ્તારોમાં પશુઓનું ટૅગિંગ ફરજિયાત બનશે, આ સિવાય તેને રઝળતાં મૂકનારા પશુપાલકોની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, ગુજરાત સરકારની મુશ્કેલી વધારશે?

ઇમેજ સ્રોત, PALLAVA BAGLA
અગાઉ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કર્યા વગર જ કાઢી નાખી હતી.
અમદાવાદના ગાંધી આશ્રમના નવીનીકરણ અંગે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ કરેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને અરજીનો નિકાલ કેસની મેરિટના આધારે કરવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટે આશ્રમના નવીનીકરણનો નિર્ણય પલટાવવા માટે કરેલ અરજી અંગે સુનાવણી કર્યા વગર જ કાઢી નાખી હતી.
એનડીટીવી ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી કરી રહેલ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું કે, “અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે અરજદાર દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓની મેરિટની ચકાસણી નથી કરી. તેમજ આ મુદ્દાની કાયદાકીય બાબતો ચકાસી નથી.”
બેન્ચે જણાવ્યું હતું કે, “અમારો મત છે કે હાઈકોર્ટ આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી દરેક મુદ્દે સર્વગ્રાહી સોગંદનામું માગી અને તમામ પરિમાણોની ચકાસણી કરે એ ઇચ્છનીય છે.”
તુષાર ગાંધીએ પોતાની અરજીમાં ભય વ્યક્ત કર્યો હતો કે આશ્રમના નવીનીકરણથી આશ્રમ તેની સાદગી અને ગાંધીનાં મૂલ્યો ગુમાવી દેશે. તેમજ તેમણે અરજીમાં દાવો કર્યો હતો કે ગાંધી સ્મારક નિધિના બંધારણ પ્રમાણે આશ્રમ અને મેમોરિયલને સરકાર અને રાજકીય અસરથી દૂર રાખવું જોઈએ.
નોંધનીય છે કે આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
મજૂરીકામ કરતું એ દંપતિ જેમની છોકરીઓ દેશ માટે કુસ્તી લડી રહી છે
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેન સંકટ અને ભારતના સંબધો પર રશિયાના વિદેશ મંત્રી લાવરોફે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
યુક્રેન સાથે ચાલી રહેલ યુદ્ધમાં ભારતની સ્થિતિને કેવી રીતના જોવામાં આવી રહી છે, સમાચાર એજન્સી એએનઆઇએ આ સવાલ લાવરોફને પૂછ્યો હતો તો તેમણે કહ્યું હતું કે, "જો ભારત, રશિયા પાસેથી કઇ પણ ખરીદવા માગેશે, તો તેઓ વાતચીત માટે તૈયાર છે."
તેમણે કહ્યું કે, "ભારત અમારી પાસે જે પણ સામાન ખરીદવા માગતું હોય એ માટે અમે તૈયાર રહીશું. રશિયા અને ભારત વચ્ચે ખૂબ જ સારા સંબઘો છે."
લાવરોફનું એ પણ કહેવું હતું કે, "જો દિલ્હી તેલ અને હાઇ-ટેક હથિયાર ખરીદવા માંગે છે તો રશિયા તેના માટે તૈયાર છે."
લાવરોફે કહ્યું, "મારૂં માનવું છે કે ભારત વિદેશી નીતીની વિશેષતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય હિતના મુદ્દા પર ધ્યાન કેંદ્રિત કરવાનું છે. આ જ નીતિ રશિયાએ પણ અપનાવી છે અને તેના કારણે અમે મોટો દેશ છીએ, સારા મિત્રો અને વફાદાર ભાગીદાર છીએ."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોફે શુક્રવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી હતી.
લાવરોફે કહ્યું હતું કે ભારત અને રશિયાના સંબધો પર દબાણની કોઇ અસર નહીં થાય.
તેમેણે કહ્યું કે, "મને કોઇ શંકા નથી કે દબાણની ભાગીદારી પર અસર પડશે. તે (અમેરિકા) અન્યોને પોતાની જેમ રાજનીતિ કરવા માટેનું દબાણ કરે છે."
સાથેજ તેમણે યુક્રેન સંકટ દરમિયાન ભારતના નિર્ણયની પ્રશંસા કરી હતી.
લાવરોફે કહ્યું, "આ દિવસોમાં અમારા પશ્ચિમના સહયોગી યુક્રેન સંકટમાં કોઇપણ અર્થપૂર્ણ મુદ્દાને ઘટાડવા માગે છે. સમગ્ર ધટનાને એકતરફી ન જોતા, મુદ્દાને અસરકારક રીતે જોવા બદલ અમે ભારતની પ્રશંસા કરીએ છીએ."
તેમણે ક્હ્યું કે, "ભારત - રશિયાના દ્વિપક્ષીય સંબધોમાં સતત સુઘારો થઇ રહ્યો છે. ભારત હંમેશા કૂટનીતિ દ્વારા વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે."
રશિયાના વિદેશ મંત્રીએ આ પ્રંસગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેમણે યુક્રેન યુધ્ધ અને ભારત-રશિયા સંબંધોને લઇ ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.
આ યુધ્ધ નથી, સ્પેશિયલ ઑપરેશન છે - લાવરોફ
આ સાથે જ લાવરોફે યુક્રેનમાં રશિયાના હુમલાને યુદ્ધ ન કહીને સ્પેશિયલ ઑપરેશન ગણાવ્યું હતું.
એક સવાલ જવાબમાં તેમણે કહ્યું હતું કે, "તમે તેને યુદ્ધ કહો છો જે યોગ્ય નથી, સૈન્ય માળખાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદેશ્ય યુક્રેનની સરકારને કોઇ પણ આવા નિર્માણોથી વંચિત રાખવાનો છે, જે રશિયા માટે જોખમી હોય."
ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કેમ છે, કર્મચારીઓને શેનો ભય છે?
રાજનૈતિક સંકટમાં ઘેરાયેલા ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યાં
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. રાજધાની ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે તેઓ ભારતને તેની વિદેશ નીતિ માટે દાદ આપવા માગે છે.
ઇમરાન ખાને કહ્યું, “અમેરિકાએ મને કહ્યું કે તમે રશિયા કેમ ગયા. તેઓ ગુસ્સે ભરાયા છે પરંતુ ભારત તેમનો સહયોગી દેશ છે, ક્વૉડમાં છે. ભારત રશિયાને લઈને માત્ર ન્યુટ્રલ જ નથી પરંતુ જે સમયે રશિયા પર પ્રતિબંધો લાદવાના પ્રયત્નો થઈ રહ્યા થે ત્યારે ભારત રશિયા પાસેથી ઑઇલ પણ ખરીદે છે.”
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇમરાન ખાને બ્રિટનના વિદેશ મંત્રીને ટાંકીને જણાવ્યું કે તેઓ (બ્રિટનના વિદેશમંત્રી) કહી રહ્યાં છે કે અમે ભારતને કશું ન કહી શકીએ કારણ કે તેમની સ્વતંત્ર વિદેશ નીતિ છે. તેઓ એક સ્વતંત્ર દેશ છે.
ઇમરાને પૂછ્યું, “તો અમે શું છીએ? પણ આપણે તેમને દોષ ન આપી શકીએ, વાંક આપણો છે.” ઇમરાન ખાને કહ્યું કે ભારતની વિદેશ નીતિ હંમેશા સ્વતંત્ર રહી છે અને પોતાના લોકો તરફી રહી છે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇમરાન ખાન પહેલા પણ ભારતની વિદેશ નીતિના વખાણ કરી ચૂક્યા છે. અત્યારે તેમની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રીજી એપ્રિલે ચર્ચા અને વોટિંગ થશે.
યુક્રેને રશિયામાં ઑઇલ ડૅપો પર કર્યો હુમલો : ગવર્નરનો દાવો
રશિયામાં બેલગ્રાદના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેને રશિયામાં આવેલા એક ઑઇલ ડૅપો પર હુમલો કર્યો છે.
યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે રશિયાની સરકારી ટીવી ચૅનલ રશિયા ટુડે (આરટી)એ આ અહેવાલ આપ્યો છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગાલ્દકોફે કહ્યું કે ઑઇલ ડૅપો પર હુમલો યુક્રેનના બે હેલિકૉપ્ટર્સે કર્યો. તેમણે એમ પણ કહ્યું કે હેલિકૉપ્ટર્સે રશિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશીને આ હુમલો કર્યો અને તેઓ ખૂબ નીચા ઊડી રહ્યાં હતાં.
તેમણે એમ પણ જણાવ્યું કે ઑઇલ ડૅપોમાં કામ કરી રહેલા કેટલાક કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી છે. અધિકારીઓ ત્યાં ફસાયેલા લોકોને નીકાળીને લઈ જઈ રહ્યાં છે.
ભગવંત માને ચંડિગઢ પંજાબને સોંપવા વિધાનસભામાં મૂક્યો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને ચંડિગઢને કેન્દ્રીય સેવા નિયમો અંતર્ગત લાવવાના નિર્ણય વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ભગવંત માને પ્રસ્તાવ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર ચંડિગઢ પંજાબને સોંપી દે.
પંજાબ વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું, જેમાં ચંડિગઢના કર્મચારીઓ માટે કેન્દ્રીય સેવા નિયમ લાગુ કરવાના નિર્ણય પર ચર્ચા થઈ રહી છે.
થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકારે ચંડિગઢના કર્મચારીઓને કેન્દ્રીય સેવા નિયમો અંતર્ગત લાવવાની જાહેરાત કરી હતી. એ માટે નૉટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું હતું. જે એક એપ્રિલથી લાગુ થશે.
કેન્દ્ર સરકારના આ આદેશનો પંજાબ સરકાર વિરોધ કરી રહી છે. પંજાબના ઘણા સાંસદોએ લોકસભામાં પણ આ મામલો ઉઠાવ્યો હતો.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તાજેતરમાં જ ભગવંત માને ટ્વીટ કરીને કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકાર ચંડિગઢ પ્રશાસનમાં અન્ય રાજ્યો અને સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓની આયોજનબદ્ધ રીતે નિયુક્તિ કરી રહી છે.
તેમનું કહેવું હતું કે પંજાબ પુનર્ગઠન અધિનિયમ 1966ની ભાવના વિરુદ્ધ છે. પંજાબ ચંડિગઢ પર પોતાના કાયદેસરના હક માટે મજબૂતીથી લડત આપશે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પાકિસ્તાનના મંત્રીનો દાવો, ઇમરાન ખાનની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદહુસૈન ચૌધરીએ દાવો કર્યો છે કે વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું છે.
તેમણે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે સુરક્ષા એજન્સીઓએ આ જાણકારી આપી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ફવાદ ચૌધરીએ આગળ લખ્યું છે કે આ સૂચના બાદ સરકારના નિર્ણય પ્રમાણે વડા પ્રધાનની સુરક્ષા વધારવામાં આવી છે.
વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. ત્રણ એપ્રિલથી તેના પર ચર્ચા બાદ વોટિંગ થશે.
એક દિવસ પહેલાં રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે.
જમ્મુ કાશ્મીર : શોપિયાંમાં સેના સાથેની અથડામણમાં એક ઉગ્રવાદીનું મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક ઉગ્રવાદીનું મૃત્યુ થયું છે.
પોલીસ અધિકારીઓના પ્રમાણે સુરક્ષાદળને રાત્રી દરમિયાન દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લાના તુર્કવાંગમ વિસ્તારમાં ઉગ્રવાદીઓ હોવાની બાતમી મળી હતી. જેના કારણે તેમણે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
તેમણે કહ્યું કે આ સર્ચ ઑપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો હતો.
અધિકારીના પ્રમાણે ગોળીબાર દરમિયાન એક ઉગ્રવાદીનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ કરાઈ રહી છે અને કયા સંગઠન સાથે સંબંધ છે તે અંગે તપાસ જારી છે.
પિરિયડ્સ વખતે અહીં મહિલાઓએ અલગ ઝૂંપડીમાં કેમ રહેવું પડે છે?
યુરોપિયન સંસદનાં મહિલા અધ્યક્ષની યુક્રેનની મુલાકાત
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
યુરોપિયન સંસદનાં અધ્યક્ષ રૉબર્ટા મેટાસોલાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ યુક્રેન જઈ રહ્યાં છે.
તેમણે ગુરુવારે ટ્વિટર પર જણાવ્યું, “હું કિએવ જવા નીકળી ચૂકી છું.”
યુરોપિયન સંસદના અધિકારી પ્રમાણે મેટાસોલાની યાત્રા અંગેની માહિતી સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે.
આ પહેલાં અધ્યક્ષે કહ્યું હતું કે યુરોપિયન સંસદ માટે આ મહત્ત્વપૂર્ણ છે કે તેઓ યુક્રેનની યુરોપિયન સંસદમાં ઉમેદવાર દેશ બનવાની મહેચ્છાનું સમર્થન કરે.
શ્રીલંકામાં ચોતરફ હાહાકાર, હજારો લોકોની રાષ્ટ્રપતિના ઘર તરફ કૂચ

ઇમેજ સ્રોત, Reuters
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગુરુવારે રાત્રે ભારે વિરોધપ્રદર્શન અને હોબાળો થયો છે. જ્યાર બાદ રાજધાની કોલંબોમાં પોલીસને તહેનાત કરવામાં આવી છે.
કોલંબોમાં રાત્રે પાંચ હજારથી વધારે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ કૂચ કરી હતી.
રાષ્ટ્રપતિના ઘર પર હલ્લાબોલ કરવાના પ્રયત્ન દરમિયાન ભીડ અને પોલીસ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી. જ્યાર બાદ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રવિવારે રાત્રી દરમિયાન લાદવામાં આવેલો કરફ્યૂ સોમવારે સવારે હઠાવી દેવામાં આવ્યો હતો પરંતુ શહેરમાં પોલીસ અને સેનાની હાજરી વધારવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગૅસ સિલિન્ડર 250 રૂપિયા મોંઘો, CNGના ભાવ પણ વધ્યા
યુક્રેન યુદ્ધ : નેટોએ કહ્યું, રશિયન સેના હુમલા માટે થઈ રહી છે એકત્ર

ઇમેજ સ્રોત, Getty Images
નેટોએ કહ્યું છે કે યુક્રેનમાં હાજર રશિયન સેના દેશના પૂર્વ ભાગમાં હુમલા વધારવા માટે એક@r થઈ રહી છે.
નેટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું, “રશિયા પોતાની સેનાઓને પાછી એકઠી કરી રહ્યું છે. રશિયન સેનાને વધુ હથિયારો આપવામાં આવી રહ્યાં છે. સૈનિકોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે.”
બીજી તરફ બ્રિટને કહ્યું કે રશિયા પડોશી દેશ જ્યૉર્જિયાથી અંદાજે 1,200થી 2,000 સૈનિકોને યુદ્ધમાં ઉતારી રહ્યું છે.
રશિયાએ મંગળવારે જ કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં હુમલા ઓછા કરશે અને ડોનબાસને આઝાદ કરાવવા પર ધ્યાન આપશે.
પરંતુ નેટો મહાસચિવે કહ્યું કે રશિયાએ યુક્રેનમાં પોતાના ઉદ્દેશ્યોમાં કોઈ પરિવર્તન કર્યું નથી.
ઇમરાન ખાન પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહી ગયા?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવાર સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહેલા ઇમરાન ખાને કહ્યું કે તેઓ અંત સુધી હાર નહીં માને.
અટકળો હતી કે ઇમરાન ખાન રાજીનામું આપી શકે છે પરંતુ તેમણે કહ્યું કે તેઓ છેલ્લા બૉલ સુધી રમશે.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાન સામે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જેની પર રવિવારે મતદાન થઈ શકે છે.
ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીકે-ઇંસાફ પાર્ટીની સાથે ગઠબંધનમાં સામેલ કેટલાંક દળોના નેતાઓએ પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે.
પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ વચ્ચે ઇમરાન ખાન પર રાજીનામું આપવાનું દબાણ હતું.
46 મિનિટના સંબોધનમાં ઇમરાન ખાને સ્પષ્ટ કરી દીધું કે તેઓ રાજીનામું નહીં આપે. તેમનાં સહયોગી દળો એમક્યૂએમના નેતાઓ જ નહીં પરંતુ ઇમરાન ખાનની પોતાની પાર્ટીના નેતાઓ પણ તેમનો સાથ છોડી ગયા છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થાય એ પહેલાં જ ઇમરાન ખાનનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે.
જોકે ક્રિકેટર રહી ચૂકેલા ઇમરાન ખાને કહ્યું કે તેઓ ક્રિકેટ રમતા ત્યારે છેલ્લા બૉલ સુધી રમતા અને અત્યારે પણ તેઓ અંત સુધી લડાઈ લડશે.