You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પાકિસ્તાનમાં રાજકીય ઘમસાણ વચ્ચે વડા પ્રધાન ઇમરાન ખાનનું રાષ્ટ્રજોગ સંબોધન, 'છેલ્લા બૉલ સુધી રમતો, છેક સુધી હાર નહીં માનું'

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે નેશનલ ઍસેમ્બ્લીની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. હવે ત્રણ એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થઈ શકે છે.

લાઇવ કવરેજ

  1. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રાજીનામું આપશે?

    પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે ઇમરાન ખાન બુધવારે સાંજે દેશના લોકોને સંબોધન કરશે.

    ઇમરાન ખાને આજે બપોરે કૅબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ શેખ રાશિદે કહ્યું કે ઇમરાન ખાન પર કૅબિનેટે ભરોસો વ્યક્ત કર્યો છે અને તેઓ રાજીનામું નહીં આપે.

    તો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ પણ કહ્યું હતું કે ઇમરાન ખાન રાજીનામું નહીં આપે.

    ઇમરાન ખાને 27 માર્ચે પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની રેલીમાં એક ચિટ્ઠી લહેરાવીને કહ્યું હતું કે કેટલીક વિદેશી તાકતો તેમની સરકાર ઊથલાવા માગે છે.

  2. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને પેટ્રોલ-ડીઝલની કિંમત, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટેઅહીંક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.