You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રાજીનામું આપશે?

ઇમરાન ખાને કૅબિનેટની બેઠક બોલાવી હતી. બેઠક બાદ શેખ રાશિદે કહ્યું કે ઇમરાન ખાન પર કૅબિનેટે ભરોસો વ્યક્ત કર્યો છે અને તેઓ રાજીનામું નહીં આપે.

લાઇવ કવરેજ

  1. ઇમરાન ખાને સાંસદોને કહ્યું- 'અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ ન લો'

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેમની વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં પોતાની પાર્ટી તહરીકે ઇંસાફ (પીટીઆઈ)ના સાંસદોને વોટિંગ ન કરવાના આદેશ આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં વિપક્ષે ઇમરાન ખાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

    વિપક્ષે નેશનલ એસેમ્બલીમાં સોમવારના અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

    પોતાના સાંસદોને પત્રમાં ઇમરાન ખાને કહ્યું, "પીટીઆઈના બધા સાંસદો નેશનલ ઍસેમ્બલીમાં વોટિંગ દરમિયાન મતદાન ન કરે અથવા સત્રમાં સામેલ ન થાય."

    ઇમરાન ખાન પોતાના વડા પ્રધાન તરીકેના કાર્યકાળના સૌથી મોટા સંકટમાં ફસાયેલા છે. તેમના કેટલાય સાંસદો પાર્ટી છોડી ગયા છે અને સત્તાધારી ગંઠબંધનમાં પણ મતભેદો વધી રહ્યા છે.

  2. યુક્રેનની સેનાનો આરોપ - 'રશિયાની સેના પાછી ખેંચવાની જાહેરાત ગેરમાર્ગે દોરવા માટે'

    રશિયાએ તુર્કીના ઇસ્તંબૂલમાં ચાલી રહેલી શાંતિમંત્રણામાં યુક્રેનમાં સૈનિક કાર્યવાહીમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

    જોકે અમેરિકા અને યુક્રેનને રશિયાની જાહેરાત પર ભરોસો નથી. યુક્રેન અને અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયા તરફથી કિએવને હજી પણ ખતરો છે.

  3. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને રશિયા-યુક્રેન સંઘર્ષ સહિત દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.