યુક્રેનમાં ભારતીયને ગોળી વાગી, ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજા બાદ વિશ્વભરમાં રશિયાની ટીકા

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે. રશિયાએ યુક્રેનનાં મુખ્ય શહેરો પર હુમલા તીવ્ર કર્યા છે.

લાઇવ કવરેજ

  1. પંજાબના યુવકનું યુક્રેનમાંં મૃત્યુ, પરિવાર પર આભ ફાટ્યું

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી બરનાલાનો આ પરિવાર ખૂબ પ્રભાવિત થયો છે.

    યુક્રેનમાં ચાર વર્ષથી MBBSનો અભ્યાસ કરવા ગયેલા ચંદન જિંદાલનું મૃત્યુ થયું છે.

    ચંદન ફેબ્રુઆરી મહિનાથી બીમાર હતા અને 2 માર્ચે તેમનું નિધન થયું.

    ચંદનની સારવાર માટે તેમના પિતા અને કાકા યુક્રેનના વિનિત્સિયા શહેર ગયા હતા.

    ચંદનના કાકા તો ભારત આવી ગયા પરંતુ તેમના ભાઈ ત્યાં જ ફસાઈ ગયા છે.

  2. રાષ્ટ્રપતિ પુતિને ભારતીય વિદ્યાર્થીઓ વિશે શું કહ્યું?

    પુતિન

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સાંજે કહ્યું હતું કે ખારકિએવના એક ટ્રેન સ્ટેશન પર મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને "બાનમાં" રાખવામાં આવ્યા હતા.

    રશિયન રાષ્ટ્રપતિનું નિવેદન એ સંદર્ભમાં બહાર આવ્યું છે કે જ્યારે ભારતે કહ્યું હતું કે યુક્રેનિયન શહેર ખારકિએવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની યોજના ખોરવાઈ છે કારણ કે બુધવારે ટૂંકા વિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

    રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની સુરક્ષા પરિષદમાં પોતાના ભાષણમાં કહ્યું,

    પુતિને કહ્યું કે યુક્રેનના સુરક્ષા દળો હજારો વિદેશી નાગરિકોને ખારકિએવ છોડતા અટકાવી રહ્યા છે. પુતિને કહ્યું કે યુક્રેનિયન દળોએ તેમને બંધક બનાવી રાખ્યા છે.

    બુધવારે રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ખારકિએવની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. રશિયા આ શહેરમાં સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. ખારકિએવમાં મોટી સંખ્યામાં ચીની, ભારતીય અને આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે. ગુરુવારની મોડી રાતે યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે રશિયાના એક સુરક્ષિત માર્ગ પર સંમતિ સધાઈ છે.

    બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ પર બીજા તબક્કાની વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “વાતચીતનો બીજો તબક્કો પૂરો થઈ ગયો છે. કમનસીબે, જે પરિણામો મળવા જોઈએ તે પ્રાપ્ત થયા નથી. વિદેશીઓના સુરક્ષિત સ્થળાંતર માટે સલામત માર્ગ તૈયાર કરવા પર સહમતિ સધાઈ છે.’’

    જોકે, ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાની વાતને ફગાવી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે યુક્રેનમાં કોઈપણ ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવાયા હોવાના કોઈ સમાચાર નથી.

  3. બ્રેકિંગ, 'યુક્રેનના ઝાપોરઝિયા પાવર પ્લાન્ટમાં આગ ઓલવવામાં આવી'

    યુક્રેનની ઇમર્જન્સી સર્વિસનું કહેવું છે કે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ ઓલવી દેવામાં આવી છે.

    સોશિયલ મીડિયામાં સ્ટેટ ઇમર્જન્સી સર્વિસે લખ્યું છે કે, "સ્થાનિક સમયે 6.20 વાગ્યે ઇનેરગોડારમાં ઝાપોરઝિયા એનપીપીમાં આગ ઓલવવામાં આવી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી".

    શહેરના મેયર દિમિત્રો ઓર્લોવે બીબીસી યુક્રેનિયન સેવા કહ્યું કે પરમાણુ પાવર પ્લાન્ટ નજીક લડાઈ રોકી દેવામાં આવી છે.

    પાવર પ્લાન્ટ નજીકર કલાકો સુધી ભારે બૉમ્બવર્ષા બાદ આ આગ લાગી ગઈ હતી.

    યુક્રેનિયન અધિકારીઓ અનુસાર બૉમ્બવર્ષાને કારણે ન્યૂક્લિયર કૉમ્પલેક્સના ત્રીજા, ચોથા અને પાંચમા માળમાં આગ લાગી ગઈ હતી.

  4. યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં આગ, અમેરિકાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

    ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ

    ઇમેજ સ્રોત, AFP/ Zaporizhzhia nuclear authority

    અમેરિકાનાં ઊર્જા મંત્રી જેનિફર ગ્રાનહોલ્મે ટ્વીટ કરીને કહ્યું કે તેમણે યુક્રેનના ઝેપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગની ઘટના બાબતે યુક્રેનના ઊર્જા મંત્રી સાથે વાત કરી હતી.

    જેનિફરે કહ્યું કે તેમણે અમેરિકન પરમાણુ ઇન્સિડેન્ટ રિસ્પૉન્સ ટીમને સક્રિય કરવાનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું કે પરમાણુ પ્લાન્ટની પાસે રશિયાનું સૈન્ય અભિયાન બેદરકારી ભરેલું છે અને તે જલદી ખતમ થવું જોઈએ.

    તેમણે કહ્યું કે રક્ષા મંત્રાલય, અમેરિકન ન્યૂક્લિયર રેગ્યુલેટરી કમિશન અને વ્હાઇટ હાઉસની સાથે આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે રેડિએશનના સ્તરમાં કંઈ ફેરફાર નથી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયાના દળોએ યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે.

    તેમણે દુનિયા પાસે મદદની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે, યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ખતરામાં છે.

    ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયન દળો જાણીજોઈને પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવી રહ્યા છે.

    તેમણે 1986માં ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટનાને ટાંકતા કહ્યું કે ઝેપોરઝિયાના છ રિએક્ટરોમાં જો કંઈ અજુગતું થવા પામે તો ખરાબ પરિણામ આવશે. ઝૅલેન્સ્કીએ કહ્યું કે,''યુરોપના લોકો પ્લીઝ જાગો. તમારા નેતાઓને કહો કે રશિયન દળો યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી રહ્યા છે.''

    ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેઓ અમેરિકા, બ્રિટન અને ઈયુના નેતાઓના સંપર્કમાં છે. તેની સાથે જ ેતેમણે કહ્યું કે તેમની વાત ઇન્ટરનેશનલ એટૉમિક એનરજી એજન્સી સાથે પણ થઈ છે.

  5. રશિયા પાસે કેટલાં પરમાણુ હથિયાર છે અને તેનાથી કેટલી તબાહી થઈ શકે છે?

  6. ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ : ઝૅલેન્સ્કીએ કહ્યું 'યુરોપનો જાગવાનો સમય છે'

    યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં આગ

    ઇમેજ સ્રોત, AFP/ Zaporizhzhia nuclear authority

    ઇમેજ કૅપ્શન, યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં આગ

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કિએવમાં એક સંદેશમાં કહ્યું કે "યુરોપે હવે જાગી જવું જોઈએ".

    યુરોપના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં આગ પછી તેમણે કહ્યું કે અરજન્ટ મદદની વિનંતી કરી છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી -આઈએઈએના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ઝૅલેન્સ્કીની ટીમ સાથે વાત કરી હતી.

    આઈએઈએ ગંભીર ખતરાની ચેતવણી આપતા પરમાણુ પાવર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહીને રોકવાની અપીલ કરી છે.

    હજુ સુધી વિકિરણના સ્તરમાં કોઈ ફેરફાર નથી નોંધાયો પરંતુ રશિયન હુમલો ચાલુ રહે તો ખતરો વધવાનો ભય છે.

  7. બ્રેકિંગ, યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી

    પરમાણુ પાવર પ્લાન્ટ

    ઇમેજ સ્રોત, Twitter

    ઇમેજ કૅપ્શન, ઝેપોરઝિયા યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પ્લાન્ટ છે

    યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું છે કે રશિયન સૈનિકો ઝેપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ચારેય તરફથી ગોળીબાર કરી રહ્યા છે. આ યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.

    સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે. કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે, "રશિયા તાત્કાલિક ગોળીબાર બંધ કરે જેથી આગ ઓલવવાનું કામ શરૂ કરી શકાય."

    ઓપન ન્યૂક્લિયર નેટવર્કનાં નિદેશક લૉરા રૉકવુડે બીબીસી રેડિયો 4ને જણાવ્યું કે યુદ્ધને કારણે યુક્રેનમાં ઇલેક્ટ્રિસિટી ગ્રિડ પ્રભાવત થઈ શકે છે. આ ગ્રિડ પ્લાન્ટ ન્યૂક્લિયર પ્લાન્ટ પર નિર્ભર છે. તેની આસપાસ સૈન્ય સંઘર્ષથી બે ખતરા છે - પ્લાન્ટને ભારે નુકસાન થશે અને ત્યાં કામ કરતા લોકો પ્રભાવિત થશે. તેનાથી ગંભીર વાત એ કે પ્લાન્ટ બંધ થશે અને પરમાણુ દુર્ઘટના થઈ શકે છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ધ ઇન્ટરનેશન એટૉમિક એનરજી એજન્સી (આઈએઈએ)એ કહ્યું કે તેઓ યુક્રેનના અધિકારીઓના સંપર્કમાં છે. પ્લાન્ટના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર રશિયન દળોને ગોળીબાર બંધ કરવાનું કહ્યું છે.

    સમાચાર એજન્સી અનુસાર, ટેલિગ્રામ પર એક વીડિયોમાં એંડ્રી તુઝે કહ્યું કે, ''યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર પરમાણુ ખતરાની આશંકા છે. રશિયા ભારે ગોળીબાર કરે છે અને ત્યાં આગ ઓલવવી મુશ્કેલ છે. જે રિએક્ટરમાં આગ લાગી છે, તેનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ હાલ તે ચાલુ નથી, પરંતુ આમાં પરમાણુ ઈંધણ છે.''

    આ પાવર પ્લાન્ટથી યુક્રેનને તેની કુલ જરૂરિયાતની 25 ટકા વીજળી મળે છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિએવથી લગભગ 100 કિલોમીટર દૂર ચેર્નોબિલ પ્લાન્ટને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. આ પહેલેથી નિષ્ક્રિય છે.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    ત્યારે ઇનરહોડાર શહેરના મેયર દિમિત્રો ઓર્લોવના જણાવ્યા અનુસાર, આગ "પ્લાન્ટની ઇમારતો અને એકમો પર દુશ્મનોના સતત બોમ્બમારા"ને કારણે લાગી હોવાનું જણાય છે.

    દિમિત્રો ઓર્લોવે અગાઉ શહેરની બહાર રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ લડાઈની જાણ કરી હતી.

    રશિયન સૈન્યએ ટેન્કોના કાફલા સાથે શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પ્લાન્ટ પર કબજો મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ બુધવારે સ્થાનિક નાગરિકો અને પ્લાન્ટના કર્મચારીઓએ રસ્તો રોકીને પ્લાન્ટનો રસ્તો બ્લૉક કરી દીધો હતો.

    યુક્રેનમાં હાલમાં ચાર પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં ઇનરહોડારમાં ઝાપોરિઝિયા પ્લાન્ટનો સમાવેશ થાય છે.

  8. બેલારુસે તેના સૈનિકોને યુક્રેનમાં પ્રવેશવાનો આદેશ આપ્યો - યુક્રેન

    કિએવના મધ્યમાં ચેકપૉઇન્ટ પર યુક્રેનના સુરક્ષાકર્મી

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, કિએવના મધ્યમાં ચેકપૉઇન્ટ પર યુક્રેનના સુરક્ષાકર્મી

    યુક્રેનના સૈન્યનું કહેવું છે કે તેમને એવું લાગે છે કે બેલારુસે તેના સૈનિકોને ગુરુવારે યુક્રેનમાં પ્રવેશવા અને યુદ્ધમાં જોડાવાનો આદેશ આપ્યો છે.

    એક ફેસબુક પોસ્ટમાં, યુક્રેન આર્મીએ જણાવ્યું હતું કે "બેલારુસના લશ્કરી ટુકડીનેને યુક્રેનમાં ઘુસવાના આદેશ આપવામાં આવ્યા છે."

    યુક્રેનનો આરોપ છે કે રશિયા મિસાઈલ છોડવા માટે બેલારુસની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે.

    પૂર્વ સોવિયેત રાષ્ટ્ર બેલારુસની સરહદ યુક્રેન સાથે વહેંચાયેલી છે.

    એવું માનવામાં આવે છે કે બેલારુસની સરકાર પર રશિયાનો ભારે પ્રભાવ છે.

    ઘણા વિશ્લેષકો બેલારુસને રશિયાનું આશ્રિત રાજ્ય માને છે.

    કિએવ તરફ આગળ વધી રહેલો રશિયાનો વિશાળ સૈન્ય કાફલો પણ બેલારુસની સરહદેથી યુક્રેનમાં ઘૂસ્યો હતો.

  9. ભારત યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાનો વિરોધ કેમ કરતું નથી?

  10. સાઉદી અરેબિયાએ યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી

    સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાન

    સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાને રશિયા અને યુક્રેનના નેતાઓને કહ્યું છે કે તેઓ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે.

    સાઉદી ક્રાઉન પ્રિન્સે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને યુદ્ધના રાજકીય ઉકેલને સમર્થન આપ્યું હતું.

    તેમણે વોલોદિમીર ઝૅલેન્સ્કીને કહ્યું કે સાઉદી અરેબિયામાં આવનારા પ્રવાસીઓ અને યુક્રેનના નાગરિકોના વિઝા વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવશે.

    સાઉદી મીડિયા અનુસાર પુતિને સાઉદી ક્રાઉન પ્રિન્સને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન સાઉદી ક્રાઉન પ્રિન્સે યુક્રેન યુદ્ધને લઈને સાઉદી અરેબિયાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

    દરમિયાન, રશિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઊર્જાને લઈને તેમની ચિંતાઓ વિશે વાત કરી હતી. બંને દેશો તેલ ઉત્પાદન અંગે 'એકબીજાના પક્ષ સાથે સંકલન' સાધવા સંમત થયા હતા. સાઉદી અરેબિયા અને રશિયા ઓપેક પ્લસ જોડાણના મહત્વના સભ્યો છે.

    રશિયન નિવેદનમાં જણાવાયું છે કે "રશિયા સામે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની નોંધ લેતા, વ્લાદિમીર પુતિને વૈશ્વિક ઉર્જા પુરવઠાના મુદ્દાનું રાજકીયકરણ કરવાની અસ્વીકાર્યતા પર ભાર મૂક્યો છે."

  11. રશિયા-યુક્રેન વચ્ચે સૈન્ય સંઘર્ષ : અત્યાર સુધી શું-શું થયું?

    ટૅન્ક

    ઇમેજ સ્રોત, Reuters

    -યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ વ્લાદિમીર પુતિનને વન-ટુ-વન વાટાઘાટો માટે કહ્યું છે અને સાથે કહ્યું છે કે 'યુદ્ધને સમાપ્ત કરવાનો આ એકમાત્ર રસ્તો છે.'

    -તેમણે પશ્ચિમને આક્રમણ સામે લડવા માટે "મને ફાઇટર પ્લેન આપો" તેવી અપીલ કરી

    -રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકર્તાઓ નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કૉરિડોર બનાવવા સંમત થયા

    -માત્ર એક જ મુખ્ય શહેર પર કબજો કર્યા છતાં ભારપૂર્વક પુતિને જણાવ્યું છે કે યુદ્ધ "યોજનાબદ્ધ જઈ રહ્યું છે".

    -યુકેએ વધુ બે રશિયન અલિગાર્કો (રાજકીય પ્રભાવ ધરાવતા ઉદ્યોગપતિઓ) પર પ્રતિબંધો લાદ્યા

    -રશિયાની દક્ષિણ સરહદે આવેલા બંદર મારિયુપોલમાં નાગરિકો ભારે તોપમારામાં ફસાયા

    -જો રશિયા દક્ષિણના વધુ શહેરો કબજે કરશે તો યુક્રેન સમુદ્ર માર્ગથી કપાઈ જશે

    -કિએવ હજુ પણ સરકારના નિયંત્રણમાં છે અને વિશાળ રશિયન સૈન્ય કાફલો માત્ર થોડે દૂર છે

    -આક્રમણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે

  12. બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    આ લાઇવ પેજમાં તમે રશિયા-યુક્રેન યુદ્ધની તમામ અપડેટ્સ વાંચી શકશો. અહીં બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલ અને હિંમત કાતરિયા તમને સતત અપડેટ્સ આપશે.

    આ પહેલાં શું-શું થયું એ વાંચવા માટેેઆ લિંક પર ક્લિકકરો.