અત્યાર સુધી શું-શું થયું ?

ઇમેજ સ્રોત, Reuters
રશિયા યુક્રેનમાં સૈન્ય સંઘર્ષનો આજે આઠમો દિવસ છે. જો તમે હાલ બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં જોડાયા છો તો અહીં વાંચો અત્યાર સુધી શું-શું થયું:
- રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણમાં સ્થિત મુખ્ય બંદરના શહેર ખેરસોનનો કબજો મેળવી લીધો છે, અધિકારીઓ આ વાત જણાવી છે.
- છેલ્લા કેટલાક કલાકોમાં રાજધાની કિએવ તથા અન્ય શહેરોમાં મોટા વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે, ધુમાડો નીકળતો હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યાં.
- અમેરિકાના સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે યુક્રેનમાં રશિયાનો વિશાળ સૈન્ય કાફલો હાલ થોભી ગયો છે
- અમેરિકા અનુસાર રશિયાના સૈન્યને ઈંધણ અને ભોજનની અછતને કારણે કાફલો રોકવો પડ્યો છે
- યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ એક વીડિયોમાં દેશવાસીઓના દેશના રક્ષણ માટે ઊભા રહેવા માટે વખાણ કર્યાં
- ધ હેગ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા યુક્રેનમાં રશિયાના હુમલામાં સંભવિત યુદ્ધઅપરાધની તપાસ શરૂ કરી
- યુએન અનુસાર યુદ્ધને કારણે દસ લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું
- રશિયાએ પ્રથમ વખત માન્યું યુક્રેનમાં તેના 498 સૈનિકો માર્યા ગયા અને1,597 ઈજાગ્રસ્ત થયા













