ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેનેઈએ યુક્રેનને ગણાવ્યું 'આવતી કાલનું અફઘાનિસ્તાન'
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે યુક્રેન અમેરિકા તરફથી પેદા કરેલા સંકટનો શિકાર છે.
તેમણે કહ્યું કે ઈરાન યુક્રેનમાં યુદ્ધની સમાપ્તિનું સમર્થન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષનાં મૂળ અંગે બધાએ સ્વીકાર કરવો પડશે.
ખામેનેઈનું ભાષણ ટીવી પર પ્રસારિત થયું હતું.
આ ભાષણમાં તેમણે કહ્યું કે યુક્રેન સંકટ એ દર્શાવે છે કે અમેરિકા પર ભરોસો ન કરી શકાય. ખામેનેઈએ કહ્યું કે આજનું યુક્રેન કાલનું અફઘાનિસ્તાન છે. બંને દેશોના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભરોસો કર્યો, પણ બાદમાં એકલા છોડી દીધા.
તેમણે એમ પણ કહ્યું કે સરકારોનું સમર્થન ત્યાં લોકો હોય છે. જો યુક્રેનના લોકો તેમાં સામેલ હોય તો તેની સરકારની આ સ્થિતિ ન હોત. પણ ત્યાંના લોકોને સામેલ ન કરાયા, કેમ કે લોકોએ સરકારને પોતાની સ્વીકૃતિ આપી નહોતી.