રશિયા-યુક્રેન સંકટ : રશિયન પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં યુક્રેને કરી યુદ્ધવિરામની માગ

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ હજી સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે. અનેક લોકો યુક્રેન છોડીને ભાગી રહ્યા છે અને દેશના માથે નિરાશ્રિતોનું સંકટ પણ તોળાઈ રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. 'ખબર નથી કે આગળ શું થશે', યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ રાત આખી ચાલીને બૉર્ડર પહોંચ્યા

  2. મણિપુરમાં દસ વાગ્યા સુધી 12 ટકા મતદાન

    મણિપુરની ચૂંટણીમાં મતદાન કરી આવેલાં મતદાતા

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, મણિપુરની ચૂંટણીમાં મતદાન કરી આવેલાં મતદાતા

    મણિપુર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન હાલ ચાલી રહ્યું છે.

    એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સવારના દસ વાગ્યા સુધી 12 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

    નોંધનીય છે કે ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન આ વખત ફરી વાર સત્તામાં આવવાની આશા સાથે ચૂંટણીમાં ઊતર્યું છે.

    મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

    ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ મણિપુરમાં જીત માટે પ્રચાર કર્યો હતો.

    બીજા તબક્કાની ચૂંટણી 5 માર્ચે યોજાવાની છે.

    ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ મણિપુરમાં જીત માટે પ્રચાર કર્યો હતો.

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ મણિપુરમાં જીત માટે પ્રચાર કર્યો હતો.

    જોકે, બધા પક્ષોના પ્રચારમાંથી પ્રજા કયા પક્ષ પર પસંદગી ઉતારશે તેની ખબર 10 માર્ચના રોજ એટલે કે પરિણામના દિવસે જાણવા મળશે.

    આગામી તબક્કો પાંચ માર્ચના રોજ યોજાશે

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, આગામી તબક્કો પાંચ માર્ચના રોજ યોજાશે
  3. ઍર સાઇરન અને બૉમ્બધડાકા સાથે યુક્રેનના પાટનગરમાં સવાર થઈ, રશિયાના યુક્રેન પરના હુમલાના પાંચમા દિવસે પણ શહેરના ઘણા નિવાસીઓએ અંડરગ્રાઉન્ડ શરણ લીધી છે.

    પાંચમા દિવસે પણ યુક્રેનના પાટનગર અને આસપાસના વિસ્તારોમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષના અહેવાલ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પાંચમા દિવસે પણ યુક્રેનના પાટનગર અને આસપાસના વિસ્તારોમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ સંઘર્ષના અહેવાલ

    હાલ યુક્રેનમાં સાડા છ વાગ્ય છે, હજુ સૂર્યોદય થઈ રહ્યો છે તે દરમિયાન પાટનગર કિએવમાં સાઇરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે.

    રશિયાના યુક્રેન પરના હુમલાના પાંચમા દિવસે પણ શહેરના ઘણા નિવાસીઓએ અંડરગ્રાઉન્ડ શરણ લીધી છે.

    યુક્રેનના પાટનગર અને આસપાસનાં શહેરોમાં સમગ્ર રાત્રિ દરમિયાન ઘણા વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે.

    યુક્રેને દાવો કર્યો છે કે તેમણે પાટનગરના છેવાડાના વિસ્તારો પર રશિયન સેનાના ઘણા હુમલા નિષ્ફળ બનાવ્યા છે.

    એક કલાક પહેલાં આર્મ્ડ ફોર્સિસના કર્નલ જનરલ એલેક્ઝાન્ડર સિર્સ્કીએ જણાવ્યું હતું કે, “અમે એ દેખાડી દીધું છે કે અમે આમંત્રણ વિનાના મહેમાનોથી અમારા ઘરનું રક્ષણ કરી શકીએ છીએ.”

    અહેવાલો અનુસાર રાત્રિ દરમિયાન પોસ્ટ થયેલ એક વીડિયો ફૂટેજમાં દેખાઈ રહ્યું હતું કે કથિતપણે રશિયન મિસાઇલના હુમલાના કારણે ચેરનિહિવની એક રહેણાક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી.

    પૂર્વમાં પણ ખારકિએવમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. નોંધનીય છે કે રશિયાની સેનાને પાછી ખદેડીને રવિવારે યુક્રેનની સેનાએ આ ક્ષેત્રનો કબજો પાછો મેળવ્યો હતો.

  4. ભારતે રશિયા વિરુદ્ધ મત ન આપ્યો પરંતુ આ મહત્ત્વપૂર્ણ વાત કહી, ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ રવિવારે યુક્રેન સંકટના કારણે ઊપજેલ માનવીય સંકટ પર મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત પાસે તે તમામ કારણો છે, જેથી યુક્રેન સંઘર્ષના સમાધાનમાં તે પોતાનું યોગદાન આપે.

    ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલા

    ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ રવિવારે યુક્રેન સંકટના કારણે ઊપજેલ માનવીય સંકટ પર મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત પાસે તે તમામ કારણો છે, જેથી યુક્રેન સંઘર્ષના સમાધાનમાં તે પોતાનું યોગદાન આપે. શ્રૃંગાલાએ કહ્યું કે ભારત બંને પક્ષો વચ્ચે સંવાદ પર વિશ્વાસ ધરાવે છે.

    ભારતીય વિદેશસચિવે મીડિયાના પ્રશ્નો અંગે કહ્યું કે, “અમે તમામ પક્ષો સાથે સંપર્કમાં છીએ. આપણા વડા પ્રધાને રશિયા અને યુક્રેન બંનેના રાષ્ટ્રપતિઓ સાથે વાતચીત કરી છે."

    "વિદેશમંત્રી વ્યાપક સ્તરે તમામ પક્ષો સાથે સંવાદ કરી રહ્યા છે. અમે એવા દેશ છીએ, જેનું હિત સીધું આ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. આ વિસ્તરમાં અમારા મિત્રો છે.”

    રવિવારે ભારતે પ્રથમ વખત કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો, ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વનું પાલન થવું જોઈએ.

    આ વાત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ યુએનની સામાન્ય સભા બોલાવવાને લઈને યુએન સુરક્ષાપરિષદની બેઠકમાં વોટિંગથી બહાર રહેવાના નિર્ણયને યોગ્ય ઠરાવતાં કહી છે.

    સોમવારે સંયુક્ત રાષ્ટ્રે સામાન્ય સભા બોલાવી છે અ તેમા રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવાની તૈયારી છે. અમેરિકા અને યુરોપના દેશ રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવા માટે પ્રતિબદ્ધ દેખાઈ રહ્યા છે.

    અમેરિકાએ યુરોપના દેશોને આશા છે કે 193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં જંગી બહુમતથી રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થશે.

    કહેવાઈ રહ્યું છે કે યુએનજીએમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તવા 8979 પર 80 કરતાં વધુ દેશ પહેલાંથી જ સહમત છે. બાકીનાએ અમેરિકા ફોન કૉલ દ્વારા સંમત કરવા લાગેલું છે.

    યુક્રેન સંકટના કારણે જે વૈશ્વિક પરિસ્થિતિ બની રહી છે, તે ભારત માટે એક મુશ્કેલી સમાન છે. ઐતિહાસિક સ્વરૂપે ભારત યુક્રેનના મામલામાં રશિયાની સાથે રહ્યું છે. પરંતુ પરિસ્થિતિ હવે 2014 કરતાં જુદી છે

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કરી શકાય છે.

  5. મણિપુર વિધાનસભાની ચૂંટણી : 38 બેઠકો પર મતદાન શરૂ, 173 ઉમેદવારો ચૂંટણીમેદાનમાં, હાલ રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં નાગા પિપલ્સ ફ્રન્ટ, નેશનલ પિપલ્સ પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટીની સરકાર છે.

    મણિપુર વિધાનસભાની ચૂંટણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મણિપુર વિધાનસભાની ચૂંટણી

    મણિપુર વિધાનસભાની પ્રથમ તબક્કાની 38 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે.

    આ 38 બેઠકો પાંચ જિલ્લામાં ફેલાયેલી છે. જે પૈકી 29 ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિશનપુરમાં છે. જ્યારે નવ ચુરચંદપુર, કંગપોકપી અને ફેરઝોલમાં છે.

    આ ઉપરાંત રાજ્યમાં બીજા તબક્કામાં 22 બેઠકો પર 5 માર્ચના રોજ મતદાન થશે.

    રાજ્યના મુખ્ય મંત્રી એ બિરેનસિંહ, વિધાનસભાના અધ્યક્ષ વાય. ખેમચંદસિંહ, નેશનલ પીપલ્સ પાર્ટીના નાયબ મુખ્ય મંત્રી યુમનામ જોયકુમાર અને મણિપુર કૉંગ્રેસના પ્રમુખ એન. લોકેશસિંહ મણિપુર વિધાનસભાની ચૂંટણીના આ તબક્કાના ઉમેદવાર છે અને તેમની પર સૌની નજર છે.

    હાલ રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં નાગા પીપલ્સ ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટીની સરકાર છે.

    કૉંગ્રેસે પોતાના ચૂંટણીમાં જીત બાદ વિવાદિત આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ, જે સશસ્ત્ર સેનાના જવાનોને વિવાદિત ક્ષેત્રોમાં અથાક સત્તા પ્રદાન કરે છે, ને દૂર કરવાનો વાયદો કર્યો છે.

    ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 21, કૉંગ્રેસને 28, નાગા પીપલ્સ ફ્રન્ટને ચાર, લોક જનશક્તિ પાર્ટીને એક, નેશનલ પીપલ્સ પાર્ટીને ચાર, તૃણમૂલ કૉંગ્રેસને એક અને એક બેઠક અપક્ષને મળી હતી.

  6. યુક્રેનમાં ચેચન્યા જેવો બળવો થશે, તો પુતિન ડામી શકશે?

  7. યુક્રેનના રાષ્ટ્રપતિ બેલારુસમાં રશિયાના પ્રતિનિધિમંડળને મળવા તૈયાર થયા?, ઝેલેન્સ્કીએ અગાઉ બેલારુસની ધરતી પર રશિયાના પ્રતિનિધિમંડળને મળવાની વાત ફગાવી દીધી હતી કારણ કે રશિયાના હુમલામાં બેલારુસે પણ સહાય કરી હતી.

    યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કી

    બેલારુસના નેતા એલેક્ઝાન્ડર લુકાસેન્કો સાથે વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કીએ એક નિવેદન જારી કર્યું હતું.

    જેમાં જણાવાયું હતું કે, “યુક્રેન અને બેલારુસની સીમાએ પ્રીપ્યાત નદીની પાસે યુક્રેનનું પ્રતિનિધિમંડળ રશિયાના પ્રતિનિધિમંડળને કોઈ પણ જાતની પૂર્વશરત વગર મળવાની વાત અમે સ્વીકારી છે.”

    “એલેક્ઝાન્ડર લુકાસેન્કોએ એ વાતની ખાતરી આપી છે કે યુક્રેનના પ્રતિનિધિમંડળના આગમન, વાતચીત અને સ્વદેશ પરત ફરતા સુધી બેલારુસની સીમા પર ખડકાયેલ પ્લેન, હેલિકૉપ્ટર અને મિસાઇલોનો ઉપયોગ નહીં કરવામાં આવે.”

    ઝેલેન્સ્કીએ અગાઉ બેલારુસની ધરતી પર રશિયાના પ્રતિનિધિમંડળને મળવાની વાત ફગાવી દીધી હતી કારણ કે રશિયાના હુમલામાં બેલારુસે પણ સહાય કરી હતી.

    જોકે, રશિયા અને બેલારુસે વાતચીત અંગે કોઈ નિવેદન જારી કર્યાં નથી.

  8. યુક્રેનમાં ડર અને તબાહીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં

  9. ‘હું નાસી છૂટી કારણ કે મારી બાળકી ખૂબ ગભરાઈ ગઈ હતી’, યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફૉરરેફ્યુજીસ પ્રમાણે ગત અઠવાડિયે રશિયાના યુક્રેન પરના હુમલા બાદથી 3,68,000 લોકો ઘર છોડીને નાસી છૂટ્યા છે.

    યુક્રેનમાંથી અત્યાર સુધી લાખો લોકો અન્ય દેશમાં નાસી છૂટ્યા છે (પ્રતીકાત્મક તસવીર)

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેનમાંથી અત્યાર સુધી લાખો લોકો અન્ય દેશમાં નાસી છૂટ્યા છે (પ્રતીકાત્મક તસવીર)

    એક શરણાર્થી પોલૅન્ડ બૉર્ડર પર બીબીસીના માર્ક લોવેન સાથે વાત કરતાં રડી પડે છે. તેઓ રડતાં રડતાં પોતે યુક્રેનથી શા માટે નાસી છૂટ્યાં તે અંગે જણાવે છે.

    તેઓ કહે છે કે, “જ્યારે બાળકો રડી રહ્યાં હતાં, મારી દીકરીએ રાત્રે તેનાં મોજાં નહોતાં ઉતાર્યાં, કારણ કે તે ડરી ગઈ હતી. તમને એ ખબર જ નથી પડતી કે તમારે શું કરવું.”

    તેમનો પરિવાર હાલ ચેરનિહિવ ખાતે છે, તે હાલ રશિયાના હુમલાનો સામનો કરી રહેલ યુક્રેનના ઉત્તરમાં આવેલું એક શહેર છે.

    યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફૉરરેફ્યુજીસ પ્રમાણે ગત અઠવાડિયે રશિયાના યુક્રેન પરના હુમલા બાદથી 3,68,000 લોકો ઘર છોડીને નાસી છૂટ્યા છે.

  10. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવમાં તમારું સ્વાગત છે.

    યુક્રેન-રશિયા સંકટ તથા મણિપુરની વિધાનસભા ચૂંટણીના મતદાન અંગેની અપડેટ્સ અહીં દિવસભર મળશે.

    જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.