રશિયા-યુક્રેન સંકટ : રશિયન પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં યુક્રેને કરી યુદ્ધવિરામની માગ

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ હજી સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે. અનેક લોકો યુક્રેન છોડીને ભાગી રહ્યા છે અને દેશના માથે નિરાશ્રિતોનું સંકટ પણ તોળાઈ રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. જ્યારે અંગ્રેજોને બીક લાગી કે ભારતને અન્ય કોઈ છીનવી લેશે

  2. રશિયા માટે યુક્રેન અગત્યનું કેમ છે? જાણો ત્રણ મોટાં કારણ

  3. ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન જેવા દેશોમાં કેમ જાય છે?

  4. યુક્રેનને ચેતવણી આપ્યા બાદ શું ખરેખર પુતિન ન્યૂક્લિયર બટન દબાવી દેશે?

  5. ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસનો વાયદો : ખેડૂતોનાં દેવાં માફ, સસ્તી વીજળી, સસ્તો ગૅસ

  6. રશિયા-યુક્રેન સંકટ : રશિયા સાથેની વાતચીતમાં યુક્રેનની યુદ્ધવિરામની માગ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોમવારે (આજે) બેલારુસમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત થઈ.

    આ વાતચીતની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી પણ જે કંઈ સામે આવ્યું છે, એ અનુસાર યુક્રેનમાં તત્કાલ યુદ્ધવિરામની માગ ઊઠી છે.

    આ દરમિયાન સમ્રગ યુક્રેનમાં રશિયન સૈન્યને યુક્રેન તરફથી મજબૂત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

    બીજી તરફ રશિયા આર્થિક રૂપે સતત એકલું પડી રહ્યું છે કેમ કે પશ્ચિમી દેશો દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિબંધોએ હવે પોતાની અસર દર્શાવવાનું શરૂ કરી દીધું છે.

  7. મૉસ્કોના થિયેટરમાં 140 લોકોની હત્યાની રૂંવાડાં ઊભાં કરી દેતી કહાણી

  8. 'યુક્રેનમાં ચાલી રહેલા ઑપરેશનની સાચી જાણકારી આપો : ભારતીય મીડિયાથી રશિયા નારાજ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈ પર ભારતીય મીડિયામાં ચલાવાઈ રહેલી ખબરો પર રશિયન દૂતાવાસે નારાજગી વ્યક્ત કરીને ઍડવાઇઝરી જાહેર કરી છે.

    ભારત ખાતેના રશિયન દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલા સંકટને જોતાં ભારતીય મીડિયાને સાચી જાણકારી આપવા વિનંતી કરવામાં આવી રહી છે, જેથી ભારતના લોકોને નિષ્પક્ષ જાણકારી મળી શકે.

    રશિયન દૂતાવાસે કહ્યું છે, "રશિયાએ યુક્રેન અને તેના લોકો વિરુદ્ધ યુદ્ધ નથી છેડ્યું. આ રશિયાનું ખાસ સૈન્યઅભિયાન છે, જે યુક્રેનના નાઝીકરણને રોકવા ઇચ્છે છે. ડોનબાસમાં યુક્રેને ગત આઠ વર્ષોથી શરૂ કરેલા યુદ્ધ પણ રશિયા ખતમ કરવા માગે છે."

  9. યુક્રેન રશિયા સામે લડવા જેલમાંથી કેદીઓ મુક્ત કરશે

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુરોપીયન યુનિયનને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક યુક્રેનને સભ્યપદ આપે.

    ઝૅલેન્સ્કીએ કહ્યું કે, "તમામ યુરોપીયન દેશોની સાથે અમારું એકસાથે રહેવાનું લક્ષ્ય છે અને ખાસ કરીને સમાન રીતે રહેવાનું. મને ભરોસો છે કે આ સાચું છે અને સંભવ પણ છે."

    ઝૅલેન્સ્કીએ એક વીડિયો જારી કરી આપેલા નિવેદનમાં માગ કરી છે કે રશિયન જવાનો તેમનાં હથિયાર હેઠાં મૂકી દે.

    ઝૅલેન્સ્કીએ વીડિયોમાં કહ્યું કે તેઓ યુદ્ધમાં લડવાનો અનુભવ ધરાવતા તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરશે. જેથી તેઓ યુક્રેન માટે યુદ્ધ લડી શકે.

    તેમણે કહ્યું કે, "અમે એક એવો નિર્ણય લીધો છે, જે નૈતિક રીતે ઠીક નથી, પણ અમારી સુરક્ષા માટે ઘણો મદદગાર છે."

  10. બ્રેકિંગ, રશિયા-યુક્રેન વચ્ચે શાંતિવાર્તા શરુ

    રશિયાના યુક્રેન પર હુમલાના પાંચમા દિવસે આ હુમલાના અંત તરફ એક પગલું આગળ વધ્યું છે. બન્ને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે બેલારુસ બૉર્ડર પર શાંતિવાર્તા શરૂ થઈ છે.

    યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક સીઝફાયર અને રશિયન સેનાની યુક્રેનમાંથી વાપસી ઈચ્છી રહ્યા છે.

    જ્યારે રશિયા તરફથી જણાવાયું છે કે મૉસ્કો એક એવા કરાર સુધી પહોંચવા માગે છે, જેનાથી બન્ને દેશોને ફાયદો થાય.

    બેઠક શરૂ થાય તે પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયન સૈનિકોને હથિયાર મૂકી દેવા કહ્યુ હતું અને યુરોપીયન યુનિયનમાં યુક્રેનને સભ્યપદ અપાય તેવી માગ ઈયૂ સમક્ષ મૂકી હતી.

  11. બ્રેકિંગ, યુક્રેનનો દાવો, અત્યાર સુધી પાંચ હજાર રશિયન સૈનિકો માર્યા ગયા

    Reuters

    ઇમેજ સ્રોત, Reuters

    યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમના દેશની સેનાએ અત્યાર સુધી પાંચ હજાર રશિયન સૈનિકો માર્યા છે.

    યુક્રેનિયન અધિકારીઓએ ફેસબુક પોસ્ટ દ્વારા કહ્યું છે કે છેલ્લા ચાર દિવસની લડાઈમાં અંદાજે 5,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

    રશિયાનાં 191 ટૅન્કર, 29 ફાઇટર જૅટ, 29 હેલિકૉપ્ટર અને સૈનિકોને લઈ જનારી 816 હથિયારબંદ ગાડીઓને ધ્વસ્ત કરી દેવાઈ છે.

    જોકે, બીબીસી યુક્રેન આ દાવાની સ્વતંત્રરૂપે પુષ્ટિ કરી શક્યું નથી. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે પ્રારંભની લડાઈમાં રશિયાને ભારે નુકસાન પહોંચ્યું છે.

    આ પહેલાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે માન્યું હતું કે તેમની સેનાને નુકસાન પહોંચ્યું છે. જોકે, તેમણે ચોક્કસ આંકડો નહોતો આપ્યો.

    આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના સહયોગીઓ પ્રમાણે, શરૂઆતી લડાઈમાં 94 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

    તેમણે નિવેદનમાં કહ્યું હતું કે હુમલામાં ભીષણ માનવીય નુકસાન થયું છે. મરનારાઓની સંખ્યા હજુ પણ વધારે હોઈ શકે છે.

  12. બ્રેકિંગ, યુક્રેને કહ્યું, યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર સ્ટેશન પર કબજો કર્યો હોવાનો રશિયાનો દાવો ખોટો

    Getty Images

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, જપોરિઝિયા પાવર સ્ટેશન

    યુક્રેને યુરોપના સૌથી મોટા પરમાણુ સ્ટેશન જપોરિઝિયા પર રશિયાએ કબજો કર્યો હોવાના દાવાને રદિયો આપ્યો છે. રશિયા દાવો કરી રહ્યું છે કે રશિયાનો આ દાવો એકદમ જૂઠો છે.

    આ પહેલાં રશિયાએ સોમવારે કહ્યું હતું કે તેમના સૈનિકોએ પાવર સ્ટેશન પર કબજો કરી લીધો છે અને તેનું કામ ઠીક રીતે ચાલે છે.

    રશિયન સંરક્ષણ મંત્રાલયના મેજર જનરલ ઇગોર કોનાશેનકોવે એક નિવેદન જારી કરીને કહ્યું, "રશિયન સૈનિક જપોરિઝિયા પરમાણુ વીજસંયંત્રની સુરક્ષા કરી રહ્યા છે. તે સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં છે."

    તેમણે આગળ કહ્યું કે, "ન્યુક્લિયર પાવર સ્ટેશનના કર્મચારી તેના મેઇન્ટેનન્સનું કામ કરી રહ્યા છે. તેઓ સુનિશ્ચિત કરી રહ્યા છે કે રેડિયોઍક્ટિવ બૅકગ્રાઉન્ડ નિયંત્રિત રહે. હાલમાં તે સામાન્ય છે."

  13. બ્રેકિંગ, અંદાજે 4.22 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

    સંયુક્ત રાષ્ટ્રની રૅફ્યુજી એજન્સીએ કહ્યું કે તેને અહેવાલો મળી રહ્યા છે કે, યુક્રેનમાં લોકોને ટ્રેનમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે.

    યુએનએચસીઆરના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી અંદાજે 4.22 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે.

    પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે યુએનએચસીઆર દ્વારા દેશ છોડીને જનારા લોકોને રૅફ્યુજી તરીકેની માન્યતા આપવામાં આવશે.

    યુએન પ્રમાણે, યુક્રેનમાં જ ઓછામાં ઓછા એક લાખ લોકો વિસ્થાપિત થયા છે.

  14. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જશે ચાર કેન્દ્રીય મંત્રીઓ

    Getty Images

    ઇમેજ સ્રોત, Getty Images

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને દેશમાંથી બહાર લાવવામાં મદદ કરવા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પાડોશી દેશોમાં જશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી હંગેરી, જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલડોવા, કિરણ રિજિજૂ સ્લોવાકિયા અને જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ પૉલેન્ડ જશે.

    આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જશે.

    યુક્રેનની હાલની પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે છેલ્લા 24 કલાકમાં બીજી વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

  15. યુક્રેનમાં ગતરાત્રે શું-શું થયું?

    જો તમે અત્યાર જ જોડાયા હો તો , યુક્રેનમાં ગતરાતથી અત્યાર સુધી થયેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, એક નજરમાં...

    • રશિયન સૈનિકો રાજધાની કિએવથી માત્ર 30 કિલોમીટર દૂર હોવા છતાં કિએવપર હજુ યુક્રેનનું જ નિયંત્રણ છે અને બે દિવસ માટે લાદવામાં આવેલો કર્ફ્યુ હઠાવી લેવામાં આવ્યો છે.
    • ઉત્તર પૂર્વ યુક્રેનમાં આવેલ ચેર્નિહિવમાં રાત્રિ દરમિયાન બૉમ્બિંગ અને ગોળીબાર થતો રહ્યો. તેમ છતાં રશિયા તેના પર કબજો જમાવવામાં અસફળ રહ્યું હતું.
    • રશિયાના સંરક્ષણ મંત્રાલયે સ્વીકાર્યું કે તેમના દ્વારા કરાયેલા હુમલામાં તેમના સૈનિકો માર્યા ગયા છે. જોકે, તેમણે દાવો કર્યો છે કે શરૂઆતના દિવસોમાં તેમના એક પણ સૈનિકે જીવ ગુમાવ્યો ન હતો.
    • રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ બેલારુસમાં વાતચીત માટે પહોંચ્યા છે.
    • જોકે, યુક્રેનનિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે, તેમણે આ વાતચીતથી કોઇ ઉકેલ ન મળવાની આશા વ્યક્ત કરી હતી.
    • મોડી રાત્રે જાણકારી મળી કે બેલારુસ રશિયાને મદદ કરવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલી રહ્યું છે.
    • મૉસ્કોની સૅન્ટ્રલ બૅન્ક પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે વ્યાજદર વધારવાની સાથેસાથે પોતાના નાગરિકોને વિદેશી હૂંડિયામણ વેચી દેવા ભલામણ કરી છે.
  16. બ્રેકિંગ, રશિયા સાથે શાંતિવાર્તા માટે યુક્રેનિયન પ્રતિનિધિમંડળ બેલારુસ સીમા પહોંચ્યું, અબ્દુલજલીલ અબ્દુરસૂલોવ, બીબીસી ન્યૂઝ, કિએવથી

    EPA

    ઇમેજ સ્રોત, EPA

    યુક્રેનના સત્તાધીશોએ ઘોષણા કરી છે કે તેમનું પ્રતિનિધિમંડળ રશિયા સાથે શાંતિવાર્તા માટે યુક્રેન-બેલારુસ સીમા પર પહોંચી ગયું છે.

    પ્રતિનિધિમંડળનું કહેવું છે કે, તેમના ઍજન્ડાનો મુખ્ય ઉદ્દેશ સંઘર્ષ પર વિરામ લાવવો અને યુક્રેનમાંથી રશિયન સૈનિકોને બહાર નીકાળવાનો છે.

    આ પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે આ વાતચીત લૉજિસ્ટિકલ અને સુરક્ષામુદ્દાને કારણે સ્થગિત કરવામાં આવી હતી.

    EPA

    ઇમેજ સ્રોત, EPA

    રવિવારે આપેલા નિવેદન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે તેમને આશા નથી કે આ વાતચીતથી કોઇ પ્રગતિ થશે.

    જોકે, તેમણે વધુમાં કહ્યું હતું કે ઓછી શક્યતા હોવા છતાં તેમણે પ્રયત્નો કરવા જોઇએ. જેથી યુક્રેન પર કોઈ યુદ્ધ ન રોકવાનો આરોપ ન લગાવે.

  17. આર્થિક પ્રતિબંધોની અસર, રશિયન સેન્ટ્રલ બૅન્કે વધાર્યો વ્યાજદર

    મૉસ્કો સ્થિત રશિયાની સેન્ટ્રલ બૅન્ક

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મૉસ્કો સ્થિત રશિયાની સેન્ટ્રલ બૅન્ક

    યુક્રેન પર હુમલા બાદ રશિયન બૅન્કો પર યુરોપીયન દેશોના પ્રતિબંધોની અસર હવે દેખાવા માંડી છે. આ વચ્ચે રશિયાની સેન્ટ્રલ બૅન્કે પોતાના વ્યાજ દરમાં મોટો વધારો કર્યો છે.

    રશિયાની સેન્ટ્રલ બૅન્કે વ્યાજ દરને 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધો છે.

    પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોના કારણે રશિયાની કરન્સી રુબલનો ઘટી રહેલ ભાવ અને મોંઘવારી પર અંકુશ મેળવવાના પ્રયાસરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

    Reuters

    ઇમેજ સ્રોત, Reuters

    નાણા મંત્રાલય પ્રમાણે, મૉસ્કોએ કંપનીઓને પોતાની વિદેશી હૂંડિયામણનો 80 ટકા ભાગ વેચી દેવાનો આદેશ કર્યો છે.

    સેન્ટ્રલ બૅન્કે એક નિવેદનમાં કહ્યું છે, "રશિયન અર્થવ્યવસ્થાની બહારની પરિસ્થિતિઓ ઘણી જલ્દી બદલાઈ ગઈ છે."

  18. બેલારુસે કહ્યું - યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિવાર્તા માટે જગ્યા તૈયાર

    Belarus Foreign Ministry

    ઇમેજ સ્રોત, Belarus Foreign Ministry

    બેલારુસે કહ્યું કે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત માટે જગ્યા તૈયાર છે. બેલારુસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન પર મૉસ્કોના હુમલાને પાંચ દિવસ થયા છે.

    વાતચીત માટે યુક્રેન અને બેલારુસની સીમા પાસે એક જગ્યા તૈયાર કરવામાં આવી છે. યુક્રેન પોતાના રાજદૂતોને અહીં મોકલવા માટે તૈયાર થયું છે.

    અહેવાલો પ્રમાણે, બેલારુસના તાનાશાહ ઍલેક્ઝેન્ડર લુકાશૅન્કો કહી ચૂક્યા છે કે તેઓ રશિયાના આક્રમણમાં શામેલ થવા માટે સેના મોકલવા તૈયાર છે. તેમ છતાં યુક્રેન પોતાનું પ્રતિનિધિમંડળ વાતચીત માટે મોકલવા તૈયાર છે.

    બેલારુસના વિદેશમંત્રાલયે સોશિયલ મીડિયા પર રશિયા અને યુક્રેનના ઝંડા સાથેના રૂમની તસવીર શૅર કરતાં કહ્યું કે, "રશિયા અને યુક્રેનની વાતચીત માટે બેલારુસમાં જગ્યા તૈયાર છે. પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે."

    EPA

    ઇમેજ સ્રોત, EPA

    બેલારુસના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એનાતોલી ગ્લૅઝે કહ્યું, "મીટિંગ પૉઇન્ટ પર પ્રતિનિધિમંડળો પહોંચતાં જ વાતચીત શરૂ થશે."

    આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેમને આ વાતચીતથી કોઈ પરિણામ આવવાની આશા નથી.

    તેમણે કહ્યું, "હંમેશાંની જેમ મને ખરેખર આ બેઠકના પરિણામોને લઈને કોઈ આશા નથી, પરંતુ તેમને પ્રયત્નો કરવા દેવા જોઇએ."

  19. કિએવમાં હઠ્યો કરફ્યૂ, ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશન જવા કહ્યું

    EPA

    ઇમેજ સ્રોત, EPA

    યુક્રેનની રાજધાની કિએવમાં વિકેન્ડ કર્ફ્યુ હઠ્યા બાદ ભારતીય દૂતાવાસે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ રેલવેસ્ટેશન જઈ શકે છે, અહીંથી તેઓ પશ્ચિમી ભાગ સુધી પહોંચી શકે છે.

    ભારતીય દૂતાવાસે જણાવ્યું કે યુક્રેન રેલવેએ લોકોને બહાર નીકાળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    કિએવમાં સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગ્યે કર્ફ્યુ હઠાવી દેવામાં આવ્યો હતો.

    જીવનજરુરિયાતના સામાનની દુકાનો હવે ખુલી શકશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થશે. જોકે, સબવે ટ્રેન ઓછી જ ચાલશે.

    આ પહેલાં શનિવાર અને રવિવારે સતત બ્લાસ્ટ થતાં રહ્યાં, પરંતુ તે સૅન્ટ્રલ કિએવથી બહાર જ થયા હતા.

    રશિયન મિસાઇલો શહેરના કેન્દ્ર સુધી છોડવામાં આવી હતી. જોકે, તે બેઅસર રહી અને રાજધાની હજુ પણ યુક્રેનના હાથોમાં જ છે.

    EPA

    ઇમેજ સ્રોત, EPA

    કિએવના અધિકારીઓએ ચેતવણી આપી છે કે યુદ્ધ હજુ પૂર્ણ નથી થયું. શહેરના લગભગ તમામ જિલ્લાના માર્ગો પર સંઘર્ષ ચાલી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે હવે જ્યારે લોકો સવારે ઊઠીને શહેરને જોશે, તો તેમને કશુંય પહેલાં જેવું નહીં દેખાય.

    કિએવ પ્રશાસનના એક અધિકારીએ કહ્યું, "જ્યારે આપ સવારે આઠ વાગ્યા બાદ શહેરમાંથી નીકળશો તો તમને કિએવના રસ્તા પર દરેક બાજુએ કિલ્લાબંધી, સૈન્યઉપકરણો અને અન્ય હથિયાર જોવા મળશે."

    તેમણે વધુમાં કહ્યું કે,કાલે રાત્રે 10 વાગ્યે ફરીથી કર્ફ્યૂ લાગશે, જે સવારે સાત વાગ્યા સુધી રહેશે, પરંતુ અહીં લોકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી જરુરિયાત ન હોય ત્યાં સુધી તેઓ પોતાનાં ઘરોમાં જ અથવા તો આશ્રયસ્થાનોમાં જ રહે, બહાર ન નીકળે.

  20. યુક્રેનમાં મળસકા પહેલાં વિસ્ફોટ અને ઍૅર સાયરનના અવાજો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એનો આજે પાંચમો દિવસ છે. યુક્રેનમાં અત્યારે 9 વાગ્યા છે અને દેશમાં ઍર સાયરનો અને વિસ્ફોટના અવાજ વચ્ચે આજનો સુરજ ઊગ્યો છે. દેશમાં મોટા પ્રમાણમાં નાગરિકોએ અન્ડરગ્રાઉન્ડ શૅલ્ટરોમાં આશ્રય લીધો છે.

    રાતભર દેશમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને આમાં યુક્રેનની રાજધાની અને બીજાં શહેરો પણ બાકાત નથી.

    રશિયન સૈનિકો દ્વારા રાજધાનીની ભાગોળે કરાયેલા હુમલાને ખાળી દેવામાં આવ્યો હોવાનો દાવો યુક્રેને કર્યો છે.વહેલી સવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં યુક્રેનિયન સૈન્યના કર્નલ જનરલ ઍલેક્ઝેન્ડર સીરસ્કીએ આ વાત કરી છે.