યુક્રેને કર્યો રશિયન સૈનિકોથી ભરેલા વિમાનને તોડી પાડવાનો દાવો

યુક્રેનના સંરક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે ત્યાંની સેનાએ કિએવ પાસે રશિયન સૈનિકોને લઈ જઈ રહેલા એક વિમાન પર હુમલો કરી ધ્વસ્ત કરી દીધું છે.

લાઇવ કવરેજ

  1. રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો યુક્રેન છોડવાનો ઇન્કાર, ‘સામનો કરીશું, પીઠ નહીં દેખાડીએ’

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીને યુક્રેનમાંથીબહાર કાઢવાની ઑફર યુએસએ આપી હતી, ઝૅલેન્સ્કીએ આ ઑફર ફગાવી દીધી છે. અમેરિકી મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

    સમાચાર સંસ્થા એપી એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીને ટાંકીને જણાવે છે કે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, “લડાઈ અહીં છે. મારે શસ્ત્રોની જરૂર છે, સવારીની નહીં.”

    અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓને ટાંકીને કહ્યું કે અમેરિકાની સરકાર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની મદદ કરવા તૈયાર છે.

    રશિયાના હુમલા પર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની પ્રતિક્રિયાનાં સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યાં છે.

    ભાષણમાં તેમણે રશિયા સાથે લડતા રહેવાના શપથ લીધા હતા.

    તેમણે કહ્યું હતું કે, "તમે હુમલો કરશો, અમે સામનો કરીશું, પીઠ નહીં દેખાડીએ."

    તેમણે શુક્રવારે એક વીડિયો પણ પોસ્ટ કર્યો, જેમાં ઝૅલેન્સ્કી રાજધાનીમાં તેમના સાથીદારો સાથે જોવા મળે છે. તેમણે યુક્રેન છોડવાના સમાચારને ફગાવી દીધા હતા.

  2. યુક્રેનનો દાવો, અત્યાર સુધી 3,500 રશિયન સૈનિકો માર્યા ગયા

    યુક્રેનની સેનાએ એક ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણમાં 3,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 200 સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે.

    તેમણે કહ્યું કે, રશિયા દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધી તેમણે 14 ઍરક્રાફ્ટ, 8 હેલિકૉપ્ટર અને 102 ટૅન્ક ગુમાવ્યાં છે.

    જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની પુષ્ટિ કરતું નથી. રશિયાએ અત્યાર સુધી નુકસાન અંગે કોઈ જાણકારી આપી નથી.

  3. આ ત્રણ કારણોનાં લીધે રશિયાએ યુક્રેન પર ચડાઈ કરી દીધી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. જો તમે અત્યારે જ જોડાયા હોવ તો....

    યુક્રેનમાં અત્યારે સવાર છે. આજે રશિયાના હુમલાનો ત્રીજો દિવસ છે.

    વારંવાર વાગી ઊઠતાં સાયરનોના કારણે ઘરોમાં તેમજ અંડરગ્રાઉન્ડ શૅલ્ટર્સમાં આશરો મેળવી રહેલા લોકો માટે વીતેલી રાત મુશ્કેલીભરી રહી.

    રાત દરમિયાન યુક્રેનની રાજધાની ગોળીઓ અને વિસ્ફોટોના અવાજથી ધ્રૂજતી રહી.

    શું-શું થયું, આ રહી અપડેટ્સ...

    • યુક્રેનની સેનાની એક ફેસબુક પોસ્ટ અનુસાર, કિએવમાં યુક્રેનની સેનાની એક ટુકડીએ રશિયન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી. તેઓ રશિયન સેના સામે હજુ પણ ઝઝૂમી રહ્યા છે.
    • શનિવારે વહેલી સવારે, યુક્રેનની સેનાએ અન્ય એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, શહેરના એક વિસ્તારમાં ભારે અથડામણ ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી તેના ગણતરીના કલાકો બાદ આ ઘટના ઘટી હતી.
    • યુક્રેનના સમાચારપત્ર કિએવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર કિએવમાં 50થી વધુ વિસ્ફોટ થયા છે અને સતત ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે.
    • જોકે, નેશનલ સિક્યૉરિટી અને ડિફેન્સ કાઉન્સિલના સૅક્રેટરીના જણાવ્યા પ્રમાણે, પરિસ્થિતિ આર્મીના કાબૂમાં છે અને તેઓ દુશ્મનોને રોકવા શક્ય તમામ પગલાં ભરી રહ્યા છે.
    • અમેરિકન સરકારે યુક્રેનની સહાય માટે 6.4 બિલિયન ડૉલર્સની સહાય કરવાનો પ્રસ્તાવ કૉંગ્રેસ સમક્ષ મૂક્યો છે.
    • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે કે, અંદાજે 50 લાખ યુક્રેનિયન નાગરિકો આસપાસના દેશોમાં પ્રસ્થાપિત થશે.
  5. બ્રેકિંગ, રાજધાની કિએવમાં જંગ

    યુક્રેનની રાજધાની કિએવમાં જંગ

    ઇમેજ સ્રોત, REUTERS/Gleb Garanich

    ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની કિએવમાં સંવેદનશીલ સ્થિતિ

    યુક્રેનની સમાચાર સંસ્થા ઇન્ટરફેસે કિએવના તંત્રને ટાંકીને જણાવ્યું છે કે, અહીં ગલીઓમાં જંગ છેડાઈ ચૂકી છે.

    યુક્રેનની રાજધાની કિએવમાં પ્રશાસને કહ્યું કે, "અમારા મુખ્ય શહેરની ગલીઓમાં હાલ જંગ શરૂ થઈ ગઈ છે."

    પ્રશાસને નાગરિકોને ચેતવણી આપી છે કે ઘરમાં જ રહે અને બારી તેમજ બાલ્કનીથી દૂર રહે.

  6. બ્રેકિંગ, યુક્રેનની રાજધાની કિએવ ધડાકાઓથી ધ્રૂજી

    યુક્રેનની રાજધાની કિએવમાં તબાહીની પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની કિએવમાં તબાહીની પ્રતીકાત્મક તસવીર

    યુક્રેનની રાજધાની કિએવ સહિત સમગ્ર યુક્રેનમાં અનેક વિસ્ફોટો થયાના અહેવાલ છે.

    રાજધાનીમાં એક મોટો વિસ્ફોટ થયો અને એ બાદ સંખ્યાબંધ વિસ્ફોટ થયા છે.

    યુક્રેનના સમાચારપત્ર કિએવ ઇન્ડિપૅન્ડન્ટ અનુસાર, કિએવના સિટી ઝૂ અને શુલિઆવ્કા વિસ્તારમાં 50થી વધુ વિસ્ફોટ થયા અને ગોળીબાર થયો છે.

    ફૉક્સ ન્યૂઝના સંવાદદાતા ટ્રેય યિંગ્સ્ટના જણાવ્યા પ્રમાણે, રાજધાની કિએવ પર જુદી-જુદી દિશાઓમાંથી હુમલો કરાઈ રહ્યો છે.

    યુક્રેનિયન સ્ટેટ સ્પેશિયલ સર્વિસ અનુસારત્રોઇશ્ચેના જિલ્લામાં આવેલા સીએચપી-6 પાવરસ્ટેશન પાસે બંને દેશની સેનાઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

    અહીં હુમલો કરવા પાછળ 'શહેરનો વીજ પુરવઠો ઠપ' કરવાનો હેતુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

  7. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સેનાને શું કહ્યું? હુમલાના બીજા દિવસે શું-શું થયું?

  8. યુક્રેન સંકટ : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન હુમલા પર નિંદાપ્રસ્તાવ, રશિયાએ વાપર્યો વીટો

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન સંદર્ભે મૂકવામાં આવેલા પ્રસ્તાવને રશિયાએ વીટોનો ઉપયોગ કરીને રોકી દીધો છે.

    યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા આ પ્રસ્તાવના પક્ષમાં 11 સભ્યોએ વોટ આપ્યો, પરંતુ રશિયાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રોકી દીધો છે.

    પ્રસ્તાવના પક્ષે 11 સભ્યોએ વોટ આપ્યો, જોકે ભારત, ચીન અને UAEએ વોટિંગમાં ભાગ ન લીધો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુએનમાં રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા યુક્રેન અથવા તો યુક્રેનના નાગરિકો વિરુદ્ધ યુદ્ધ નથી છેડી રહ્યું. તેઓ માત્ર ડોનબાસના લોકોને બચાવવા માટે આ પગલાં લઈ રહ્યાં છે.

    સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક રશિયા છે. જેથી તેમની પાસે વીટો છે. રશિયા સિવાય અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન પાસે પણ વીટો છે.

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પર હુમલાનો મુદ્દો ઉઠાવવા માટે સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

    રશિયાએ કરેલા વીટોના ઉપયોગ અંગે તેમણે લખ્યું કે, આ સુરક્ષા પરિષદમાં રશિયાના નામ પર લોહીના ડાઘ સમાન છે.

  9. કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં

    રશિયાના હુમલા સામે કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં છે.

    કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં
    કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં
    કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં

    ઇમેજ સ્રોત, Reuters

    કિએવમાં સામાન્ય લોકોએ હથિયાર ઉઠાવ્યાં

    ઇમેજ સ્રોત, Reuters

  10. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને સરકાર પાસેથી સત્તા આંચકી લેવાનું આહ્વાન કર્યું

    કિએવ

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને દેશની સત્તા પોતાના હાથમાં લેવા માટે કહ્યું છે.

    રશિયન સુરક્ષા પરિષદને સંબોધન કરતાં પરોક્ષ રીતે યુક્રેનની સેનાને પુતિને આ વાત કરી છે.

    તેમણે કહ્યું કે "બૅંડેરાઇટ્સ (બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેટવિરોધી સ્ટેપાન બૅંડેરાનો સંદર્ભ) અને કથિત નિયો-નાઝીઓએ કિએવ અને ખારકિએવમાં પોતાનાં રૉકેટ લૉન્ચ સિસ્ટમ સમેત પોતાનાં ઘણાં હથિયારો હેઠાં મૂકી દીધાં છે."

    યુક્રેનની સરકાર પર પ્રહાર કરતા પુતિને નિયો-નાઝી શબ્દનો વારંવાર ઉલ્લેખ કરતા રહ્યા છે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી આ શબ્દને નકારી ચૂક્યા છે.

    તેમણે વધુમાં યુક્રેનની સેનાને કહ્યું કે "સત્તા પોતાના હાથમાં લે. મને લાગે છે કે કિએવના નશાખોર અને નિયો-નાઝીઓની તુલનામાં તમારી અને અમારી વચ્ચે કોઈ સમજૂતી પર પહોંચવું સરળ રહેશે."

  11. મૉસ્કોની ચેતવણી - ફિનલૅન્ડ અથવા સ્વીડન નેટોમાં જોડાશે તો રશિયા તરફથી પ્રતિક્રિયા થશે

    રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવા

    રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો ફિનલૅન્ડ અથવા સ્વીડન નેટોમાં જોડાશે તો મૉસ્કો તરફથી આકરી પ્રતિક્રિયા આવશે.

    રશિયાની સમાચાર એજન્સી અનુસાર મૉસ્કોમાં મારિયા ઝાખારોવાએ કહ્યું કે, "નૉર્ડિક દેશો જો નેટોમાં જોડાવા માગશે તો તેના ગંભીર લશ્કરી અને રાજકીય પરિણામો આવશે અને તેમનો દેશે જવાબમાં પગલાં લેવાં પડશે".

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું કે, "અમે ફિનલૅન્ડ સરકારના મિલિટરી નૉન એલાઇનમેન્ટ પૉલિસી (સૈન્ય તટસ્થતાની નીતિ)નું સન્માન કરે છે જેને તે ઉત્તર યૂરોપની સુરક્ષા અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે".

    ગત મહિને ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મરીને કહ્યું હતું કે "ઘણું ખરું શક્ય " છે કે ફિનલૅન્ડ નેટોની સદસ્યતા માટે તેમના કાર્યકાળમાં આવેદન કરી શકે છે.

  12. બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે

    યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીના ત્રીજા દિવસની તમામ અપડેટ્સ તમે અહીં વાંચી શકશો. આ પહેલાંની તમામ વિગતો અહીં વાંચો