બ્રેકિંગ, યુક્રેન: બેલારુસ તરફથી સૈનિકોનું આગમન શરૂ
અહેવાલો પ્રમાણે, યુક્રેનિયન સત્તાધીશો જણાવે છે કે બેલારુસના સૈનિકો રશિયન હુમલામાં જોડાઇ રહ્યા છે.
તેનો અર્થ એમ થાય છે કે ઉત્તર તરફથી પણ યુક્રેન પર હુમલો શરૂ થઇ શકે છે.
બેલારુસ યુક્રેનની ઉત્તરમાં આવેલું છે. જોકે, તે શરૂઆતથી રશિયાની સાથે છે. ઉત્તર તરફથી યુક્રેનને ઘેરવા ઉપરાંત રશિયાએ પૂર્વ અને દક્ષિણની સીમાઓ પર પણ સૈનિકો તહેનાત કર્યા છે.



