યુક્રેનની રાજધાની પાસે રશિયન હેલિકૉપ્ટર તોડી પડાયું, 'ચેર્નોબિલને કબજે કરવાનો રશિયાનો પ્રયત્ન'
યુક્રેનની રાજધાની કીએફ પાસે હોસ્ટોમેલ ઍરપૉર્ટ પર લડાઈ દરમિયાન એક રશિયન સૈન્યનું હેલિકૉપ્ટર તોડી પડાયાના વીડિયોની બીબીસીએ પુષ્ટિ કરી છે.
લાઇવ કવરેજ
'અમે રશિયા સામે લડીશું', પુતિનને પડકારનાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી કોણ છે?
પુતિન માત્ર યુક્રેન પર અટકી જશે કે બીજું પણ કરવા ધારે છે?
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર
યુક્રેન પર રશિયાનો હુમલો, પુતિન સૈન્યઅભિયાન પર શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Reuters
વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન સામે સૈન્યઅભિયાન સિવાય કોઈ વિકલ્પ નહોતો.
ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની સુરક્ષા માટે તેમની પાસે યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્યઅભિયાનના આદેશ આપવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.
સમાચાર એજન્સી એફપી અનુસાર પુતિને એ પણ કહ્યું કે રશિયા વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી કરવા માગતું નથી.
તો રૉયટર્સ અનુસાર પુતિને કહ્યું કે રશિયાએ પૂરી કોશિશ કરી હતી પણ તેમની કોશિશોનું કોઈ પરિણામ ન આવ્યું.
તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે યુક્રેન પર હુમલાથી જે તબાહી થશે અને તેને કારણે જે જીવ જશે તેના માટે માત્ર રશિયા જવાબદાર હશે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.
બિનનિવાસી ગુજરાત વિભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.
યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે.
અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.
રશિયાનું હેલિકૉપ્ટર કીએફ પાસે તોડી પડાયું

ઇમેજ સ્રોત, Unknown
યુક્રેનની રાજધાની કીએફ પાસે હોસ્ટોમેલ ઍરપૉર્ટ પર લડાઈ દરમિયાન એક રશિયન સૈન્યનું હેલિકૉપ્ટર તોડી પડાયાના વીડિયોની બીબીસીએ પુષ્ટિ કરી છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર યુક્રેનના કમાન્ડર ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ વાલેરી ઝાલુઝેનીએ પુષ્ટિ કરી છે કે સેના કીએફ ક્ષેત્રમાં ઍરપૉર્ટ પર નિયંત્રણ મેળવવા માટે રશિયન સેના સાથે લડી રહી છે.
હોસ્ટોમેલ યુક્રેનનું સૌથી મહત્ત્વનું આંતરરાષ્ટ્રીય કાર્ગો ઍરપૉર્ટની સાથે એક મુખ્ય સૈન્ય હવાઈમથક પણ છે.
આ દુનિયાના સૌથી મોટા માલવાહક જહાજ (કાર્ગો) મરિયાનું પણ બેઝ છે.
રશિયાના બૉમ્બમારાથી યુક્રેનનાં શહેરો ધણધણી ઉઠ્યાં, કેવી છે હાલત
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ચેર્નોબિલ પરમાણુ સંયંત્રને કબજે કરવાનો રશિયન સેનાનો પ્રયત્ન- યુક્રેનના રાષ્ટ્રપતિ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ ટ્વીટ કરીને દાવો કર્યો કે રશિયાની સેના ચેર્નોબિલ પરમાણુ સંયંત્રને કબજે કરવાનો પ્રયત્ન કરી રહી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે અમારા સૈનિકો 1986ની વિનાશક ઘટના ફરી ન બને તે માટે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સ્વિડનના વડા પ્રધાનને અમે જાણ કરી છે. આ આખા યુરોપ સામે યુદ્ધનું એલાન છે.
સોવિયેટ સંઘના જમાનામાં વર્ષ 1986માં ચેર્નોબિલમાં માનવ ઇતહાસનો સૌથી મોટી પરમાણુ દુર્ઘટના બની હતી. 26 એપ્રિલ 1986ના એક ન્યૂક્લિયર રિએક્ટરમાં ધડાકો થયો હતો અને ખતરનાક રેડિયોઍક્ટિવ ગૅસ આખા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
આ દુર્ઘટનાને કારણે હજારો લોકો કૅન્સરનો ભોગ બન્યા હતા. એક વખત મોટી વસતીવાળું શહેર વેરાન બની ગયું હતું.
દુર્ઘટનાને કારણે ચેર્નોબિલના ન્યૂક્લિયર પ્લાન્ટની આસપાસની 2,600 ચોરસ કિલોમિટર જમીન પર માણસોના આવનજાવન પર રોક લગાવવામાં આવી હતી.
યુક્રેન સંઘર્ષ : રશિયાના હુમલા બાદ ભારતીય દૂતાવાસે ફરી દિશાનિર્દેશ જારી કર્યા

ઇમેજ સ્રોત, EPA/SERGEY DOLZHENKO
ઇમેજ કૅપ્શન, કીએફમાં વર્તમાન સ્થિતિની એક તસવીર ભારતીય દૂતાવાસ તરફથી ગુરુવારે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ત્રીજી ઍડવાઇઝરી જાહેર કરી છે.
આ ઍડવાઇઝરીમાં વિદેશ મંત્રાલય તરફથી ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું કે તેઓ જ્યાં છે, ત્યાં સુરક્ષિત રહે.
ઍડવાઇઝરીમાં લખ્યું કે- "તમે જાણો છો કે માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો છે. તેના કારણે અવરજવર મુશ્કેલ થઈ ગઈ છે. આથી બધા વિદ્યાર્થીઓ જે કીએફમાં ફસાયેલા છે અને રોકવા માટે જગ્યા નથી, મિશન આવા બધા વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા માટે સરકારી સંસ્થાઓના સંપર્કમાં છે."
"અમને એની જાણકારી છે કે કેટલાંક સ્થળોએ હવામાં ગૂંજતી ઍર સાયરનોની સાથેસાથે બૉમ્બમારા સાથે જોડાયેલી ચેતવણી પણ અપાઈ રહી છે."
"જો તમે કીએફમાં છો તો કેડીએમએ કીએફ સિટી ઍડમિનિસ્ટ્રેશનની વેબસાઇટની લિંક નીચે આપવામાં આવી છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેનમાં વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોની સહાયતા માટે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના નિયંત્રણ કક્ષનો વિસ્તાર કરાઈ રહ્યો છે, જે 24 કલાક અને સાત દિવસ સુધી કામ કરશે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે.
'હવે યુક્રેનમાં ક્યાંય સુરક્ષિત નથી' - બીબીસી યુક્રેનનાં સંપાદક, માર્ટા શોકાલો, બીબીસી યુક્રેન સેવાનાં સંપાદક

ઇમેજ સ્રોત, MARTA SHOKALO
ઇમેજ કૅપ્શન, માર્ટા શોકાલો, બીબીસી યુક્રેન સેવાનાં સંપાદક જ્યારે રાત્રે મને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આક્રમણ અંગેના ભાષણ માટે ફોન આવ્યો ત્યારે હું જાગતી હતી.
પછી અચાનક જ વિસ્ફોટ શરૂ થઈ ગયા હતા.
હું મારા ઘરેથી વિસ્ફોટોનો અવાજ સાંભળતી હતી અને અલગ-અલગ શહેરોથી લોકો અમારા વ્હૉટ્સઍપ ગ્રૂપ્સમાં સંદેશ મોકલવા લાગ્યા કે તેમની આસપાસ પણ વિસ્ફોટ થઈ રહ્યા છે.
અમે અચંભિત હતા કે પૂર્વમાં આવેલી દેશની સરહદ નહીં પણ કિવ પર પણ હુમલો થઈ રહ્યો હતો.
યુક્રેનમાં હવે કોઈ જગ્યા સુરક્ષિત નથી.
સામાન્ય લોકો માટે સૌથી મોટો ભય એ છે કે અહીં વિજળી નહીં રહે અને ઇન્ટરનેટ પણ નહીં ચાલે તો અમે સાવ એકલાં પડી જશું. બીજો ડર એ છે કે દ્નિપર નદી પરનો બ્રિજને જો બૉમ્બથી તોડી પાડવામાં આવે તો શહેર બે ભાગોમાં વહેંચાઈ જશે.
શહેરમાં લગભગ 30 મિનિટ સુધી વિસ્ફોટ થતા રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
મેં મારા 10 વર્ષના દીકરાને તૈયાર કર્યો, બારીઓથી દૂર બેસીનેે નાશ્તો કર્યો પરંતુ તે એટલો ડરેલો હતો કે તેે ખાઈ ન શક્યો.
અમે મીણબત્તી અને થોડું પાણી લઈને ભોંયરામાં જતા રહ્યા, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો અમે અહીંયા જ સંતાઈ જશું.
મારા ઘર નજીક એટીએમ અને સુપર માર્કેટ્સમાં લાંબી લાઇનો છે. એટીએમ ખાલી થઈ ગયાં છે. પેટ્રોલ પમ્પ પણ ખાલી થઈ ગયાં છે અને બંધ છે.
હવામાં જ જાણે ભય છે, કારણ કે હવે અમે જાણીએ છીએ કે અમારા દેશ પર હુમલો થયો છે.
રસ્તા પર ભયંકર ટ્રાફિક જૅમ છે, ઘરેથી નીકળીને શહેરથી દૂર જવા માગતા લોકો માટે તેમની યાત્રા મુશ્કેલ બની ગઈ છે.
ટ્રેનો ચાલી રહી છે, પરંતુ ભીડ એટલી છે કે સીટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે.
યુક્રેનનું હવાઈક્ષેત્ર બંધ છે કારણ કે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ માર્શલ લૉ લાગુ કર્યો છે.
એવું નથી કે માત્ર સૈનિક ઠેકાણે જ હુમલા થઈ રહ્યા છે અમારી પાસે રહેણાક વિસ્તારોની ઇમારતોની તસવીરો છે જેમને સીધું નિશાન બનાવાઈ હતી.
રશિયાનો બૉમ્બમારો દેશના દરેક વિસ્તારમાં અસર કરી રહ્યો છે.
પોલૅન્ડ નજીક લ્વિવમાં પણ સવારે સાઇરન વાગતા મારા સહયોગીને આશરો લેવો પડ્યો હતો.
એક સહયોગી પોતાના પરિવારને કિવથી બહાર લઈ ગયા છે એમ વિચારીને કે ત્યાં સુરક્ષિત રહીશું પણ જે દેશ પર ઉત્તર, પૂર્વ અને દક્ષિણથી હુમલો થયો હોય ત્યાં કોઈ જગ્યા સુરક્ષિત રહી નથી.
પુતિનની સેના કેટલી શક્તિશાળી છે અને દુનિયામાં તેનું સ્થાન કેટલા નંબરે છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાડોશી રાષ્ટ્ર યુક્રેન પર હુમલાના આદેશ આપી દીધા છે.
જેને લઈને હવે વિશ્વમાં ફરી યુદ્ધના ઓછાયા દેખાવા લાગ્યા છે.
અમેરિકા, બ્રિટન સહિતના યુરોપના રાષ્ટ્રો રશિયાના આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે.
છતાં પુતિન કેમ મક્કમ મનોબળે હુમલાના આદેશ આપ્યા? શું તેની પાછળ રશિયાની મિલિટરી તાકાત જવાબદાર છે?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
રશિયા અને યુક્રેનની સેનાઓએ આજે શું-શું દાવા કર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાની સેનાએ એક નિવેદનમાં આક્રમણને વાજબી ઠરાવવા માટે કેટલાક દાવા કરવામાં આવ્યા હતા.
આમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સૈનિક કાર્યવાહી ડોનબાસમાં રશિયા સમર્થિત વિદ્રોહીઓની રક્ષા માટે શરૂ કરી છે. રશિયાનો દાવો છે કે ડોનબાસમાં વિદ્રોહીઓ પર યુક્રેન હુમલો કરી રહ્યું હતું.
નિષ્ણાતો આ દાવાને ખોટો ગણાવે છે અને પશ્ચિમી દેશોની સરકારો કેટલાંક અઠવાડિયાંથી કહી રહી છે કે રશિયા આક્રમણમાં પૂર્વભૂમિકા તૈયાર કરી રહ્યું છે.
રશિયા પણ કહે છે કે તે "ખૂબ ચોકસાઈથી સ્ટ્રાઇક" કરી રહ્યું છે અને માત્ર સૈન્ય ઠેકાણાં પર હુમલો કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર અત્યાર સુધી યુક્રેનના 30 નાગરિકોનું મુત્યુ થઈ ગયું છે જેમાં ઓડેસા પાસે મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા 18 નાગરિકો પણ છે.
રશિયાની સેનાનું કહેવું છે કે "યુક્રેનના સૈનિકો હથિયાર હેઠાં મૂકીને ભાગી રહ્યા છે."
બીજી તરફ યુક્રેનનું કહેવું છે કે તેણે 50 રશિયન "ઘૂસણખોરો"ને મારી નાખ્યા છે અને રશિયાનું એક જેટ તોડી પાડ્યું છે, આ દાવાની ખરાઈ નથી કરી શકાઈ.

ઇમેજ સ્રોત, RUSSIAN DEFENCE MINISTRY
ઇમેજ કૅપ્શન, રશિયન ટીવી પર યુક્રેન સીમા પાસે તહેનાત ટેન્કની તસવીર (14 જાન્યુઆરી, 2022) યુક્રેનના પૂર્વ ભાગમાં સેનાના એક ઠેકાણેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો
યુક્રેનના પૂર્વ ભાગમાં સેનાની એક ઍરફીલ્ડમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો.
યુક્રેનમાં રશિયાનું સૈનિક અભિયાન ચાલુ છે ત્યારે ત્યાંથી પત્રકારો આંખે દેખ્યો અહેવાલ મોકલી રહ્યા છે.
ખારખિવ વિસ્તારમાં ચુગેવ શહેરમાં સેનાના એક ઠેકાણેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, આ વીડિયોની ખરાઈ કરી શકાઈ છે પરંતુ આનો સ્રોત મળ્યો નથી.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રશિયાના આક્રમણને 'હુમલો' ગણવાનો ચીનનો ઇન્કાર

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગ ચીને યુક્રેનમાં રશિયાની સૈનિક કાર્યવાહીને હુમલો માનવાનો ઇનકાર કરી દીધો છે.
ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે યુક્રેનનો મુદ્દો જટિલ છે અને આની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે.
તેમણે કહ્યું કે આ સંકટ કેટલાક તથ્યોનું પરિણામ છે.
નિયમિત પ્રેસ બ્રીફિંગમાં ચુનયિંગે કહ્યું, " કદાચ આ ચીન અને તમે પશ્ચિમના લોકો વચ્ચે એક અંતર છે. અમે કોઈ પણ નિષ્કર્ષ પર ઉતાવળમાં નથી પર પહોંચતા. આ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ સાથે વાત કરી છે. વાંગ યીએ કહ્યું કે ચીન હંમેશાં જ બધા દેશોની અખંડતા અને સંપ્રભુતાનું સન્માન કરે છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે યુક્રેનનો મુદ્દો જટિલ છે અને ચીન રશિયાની વાજબી સુરક્ષા સંબંધિત ચિંતાઓને સમજે છે. ચીનનું એ પણ કહેવું છે કે તે યુક્રેનની ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.
ચીને સંબંધિત પક્ષોને સંયમથી કામ લેવાની અપીલ કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ કેમ થઈ રહી છે? પુતિન શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Reuters
રશિયાએ 2014માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ પુતિનનું પીઠબળ ધરાવતા બળવાખોરોએ યુક્રેનો પૂર્વનો મોટો વિસ્તાર કબજે કરી લીધો હતો. એ પછી બળવાખોરો યુક્રેનના સૈન્ય સામે સતત લડતા રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મિન્સ્ક શાંતિકરાર થયો હતો, પરંતુ સંઘર્ષ સતત ચાલુ રહ્યો છે. તેથી રશિયાના નેતા કહે છે કે તેઓ બળવાખોરોના અંકુશ હેઠળના બે વિસ્તારોમાં સૈન્ય મોકલી રહ્યા છે. રશિયા દ્વારા "શાંતિરક્ષકો" શબ્દના ઉપયોગને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે.
રશિયા અને યુરોપિયન યુનિયન બન્નેની સરહદને અડીને આવેલા યુક્રેનમાં 44 લાખ લોકો વસે છે અને પશ્ચિમના દેશો માને છે કે યુક્રેન પર નવા, નિકટવર્તી આક્રમણની યોજના મોસ્કો બનાવી રહ્યું છે.
શરૂઆતમાં ટેન્કો અલગતાવાદીઓના અંકુશ હેઠળના વિસ્તારોમાં આવી રહી હોવાના અહેવાલ આવ્યા હતા અને લેટેસ્ટ સેટેલાઈટ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે યુક્રેનની સરહદથી બહુ નજીકના અંતરે રશિયન સૈન્ય ગોઠવવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને ચેતવણી આપી છે કે કિવ પૂર્વમાં દુશ્મનાવટભરી કામગીરી નહીં અટકાવે તો તેના પરિણામે થનારા રક્તપાત માટે તે જવાબદાર ગણાશે.
જોકે, એ પછી શ્રેણીબદ્ધ બોગસ ઘટનાઓ બની છે અને એ પૈકીની કોઈ પણનો ઉપયોગ રશિયાના આક્રમણના બહાના તરીકે થઈ શકે છે.
આખો અહેવાલ વાંચો અહીં
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું 'આ વૈશ્વિક સંકટ છે', રૉબ વૉટસન, બીબીસી રાજકીય બાબતોના પત્રકાર

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે. "આ એક મોટું સંકટ છે. આ મિશનનો અંત નિષ્ફળતામાં થવો જોઈએ".
તેમણે કહ્યું કે , "રશિયાનો યુક્રેમ પર હુમલો આ મહાદ્વીપ માટે આપદા છે."
બીજા શબ્દોમાં જોઈએ તો આ એ વાતને માનવા જેવું છે કે પરિસ્થિતિ શીતયુદ્ધ કરતાં આગળ નીકળી ગઈ છે અને આ વૈશ્વિક સંકટનો સમય છે. આ સ્વતંત્રતા અને લોકશાહી પર હુમલો છે.
રશિયાએ જેની સ્વતંત્રતાને માન્યતા આપી તે દોનેત્સ્ક અને લુહાન્સ્ક વિશે આપણે કેટલું જાણીએ છીએ?
દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં પહેલાંથી યુક્રેન અને રશિયાના સમર્થિત અલગતાવાદીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ બે ક્ષેત્રો વિશે આપણે કેટલું જાણીએ છીએ?

'સવારે વિસ્ફોટોના અવાજ સાથે શરૂ થયો હતો અમારો દિવસ'

ઇમેજ સ્રોત, Tetiana Kashtanova
ઇમેજ કૅપ્શન, તેતિયાના કશ્તાનોવા રશિયાના આક્રમણ વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાંથી કેટલાક લોકો શહેર છોડીને જઈ રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.
તેતિયાના કશ્તાનોવાએ કિવથી જણાવ્યું કે, “અમે સવારે પાંચ વાગ્યે કેટલાક ધમાકા સાંભળ્યા અને અમે જાગી ગયા."
"કેટલાક લોકો શહેર છોડીને જવા નીકળી પડ્યા છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે.”
તેતિયાનાએ કહ્યું કે તેઓ નથી જાણતાં કે આગળ શું થશે અને અત્યારે શહેરથી જવું ખતરનાક છે. તેઓ કહે છે કે, “ જો પશ્ચિમ તરફ જવા મળશે તો તેઓ જરૂર જશે".
આની પહેલાં તેમણે અંડરગ્રાઉન્ડ કાર પાર્કિંગમાં સંતાઈ ગયાં હતાં,
“અમે એકબીજાને સાંત્વના અને હિંમત આપી રહ્યાં છીએ, અમને અમારી સેના પર ભરોસો છે".
Live : રશિયાના યુક્રેન પર હુમલા બાદ હવે દુનિયા દેશો શું કરશે, ભારત પર શું અસર થશે?