You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

તાલિબાનના કબજા પછી 80 હજાર કરતાં વધુ અફઘાનોને દેશમાંથી બહાર કઢાયા

કાબુલ ઍરપૉર્ટ પર દસ હજાર કરતાં વધુ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર જવા માટે આતુરતાપૂર્વક ફ્લાઇટની વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. તાલિબાને દુનિયાની મહાશક્તિ અમેરિકા માટે તેના નાગરિકોને કાઢવાની મુદ્દત લંબાવાનો ઇનકાર કર્યો

    તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી 31 ઑગસ્ટ સુધી લોકોને બહાર કાઢવાનું કામ પૂરું કરી લે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પૂર્ણ રીતે પાછા બોલાવી લેવા માટે 31 ઑગસ્ટની તારીખ નક્કી કરી હતી.

    સમાચાર એજન્સી એપી અનુસાર એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા તાલિબાનના પ્રવક્તા ઝબુઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે 31 ઑગસ્ટની તારીખને આગળ વધારવામાં નહીં આવે અને તાલિબાન તેને સ્વીકાર પણ નહીં કરે.

    તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે પરંતુ ઍરપૉર્ટ પર સમસ્યા હજી જેમની તેમ છે.

  2. નમસ્કાર. ગુડ મૉર્નિંગ!

    બીબીસી ગુજરાતીના લાઇવ અપડેટ પેજ પર આપનું ફરી એક વાર સ્વાગત છે. અહીં અમે આપને દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારોની સાથે અગત્યના મુદ્દાઓ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ આપીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.