કાબુલ છોડવાની હોડ
તાલિબાનના શાસનમાં રહેવાનું ન ઇચ્છનારા કેટલાય લોકો દેશ છોડવાના પ્રયાસમાં કાબુલ ઍરપૉર્ટ પર પહોંચવાની હોડ લગાવી રહ્યા છે. કેટલાય લોકોએ દેશમાં લોકશાહીના આટલી જલદી થયેલા પતન પર દુઃખ વ્યક્ત કર્યું છે. બીબીસી સંવાદદાતા કવુન ખામોશે ટ્વીટ કરીને જણાવ્યું છે, "એવું લાગે છે કે કાબુલ ચિંતત ચહેરા, હતાશ યુવાનો અને એવાં દુ:ખી કુટુંબોનો ગઢ બની ગયું છે, જેઓ કાબુલમાંથી બહાર જવા માગે છે."
અફઘાનિસ્તાનમાં છોકરીઓની બૉર્ડિંગ સ્કૂલનાં વડાં શબાના બાસિજ-રસીખે ટ્વીટ કર્યું, "મને લાગે છે કે મારા હૃદય પર સાડા ત્રણ કરોડ (દેશની વસતી)નો ભાર આવી પડ્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ


