કોરોના વાઇરસ : ગુજરાતમાં 2,815 પૉઝિટિવ કેસો નોંધાયા, 127 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસ અંગે ગુજરાત, ભારત તથા વિશ્વભરમાં શું છે સ્થિતિ?

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, કોરોના વાઇરસ : બ્રિટનમાં પહેલી વખત કોઈ દરદીને અપાઈ રસી

    બ્રિટનમાં બે લોકોને સંભવિત રસી આપવામાં આવી છે.

    આ પહેલી વખત છે જ્યારે યુરોપમાં માણસો પર કોઈ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય.

    આ સંશોધનમાં ઓછામાં ઓછા 800 લોકોની પસંદગી કરાઈ છે.

    આ 800 લોકોમાંથી અડધા લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે જ્યારે અડધા લોકોને એક કંટ્રોલ રસી જે મેનિનજાઇટિસથી તો બચાવે છે પરંતુ કોરોના વાઇરસથી નહીં કે તેમને કંઈ રસી આપવામાં આવશે.

    આ રસીને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં એક ટીમે ત્રણ મહિનાની અંદર ડેવલપ કરીને વિક્સિત કરી છે. જેનર ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિનૉલૉજીનાં પ્રોફેસર સારા ગિલબર્ટ આ પ્રી-ક્લિનિક્લ સંશોધનનું નેતૃત્વ કરી રહ્યા છે.

    આ પહેલાં ગિલબર્ટે કહ્યું છે કે તેમને 80 ટકા ખાતરી છે કે આ વેક્સિન કામ કરશે પરંતુ તે હવે આને લઈને કોઈ આંકડા આપવા માગતાં નથી. જોકે હાલ તેમનું કહેવું છે ક તેઓ આને લઈને બહુ આશાસ્પદ છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  2. કોરોના વાઇરસ : મહામારી સામે જંગ જીતનારી 21 દિવસની બાળકીની કહાણી

  3. કોરોના વાઇરસના કારણે અમેરિકામાં મૃતકાંક 50 હજાર નજીક

    જોન હૉપકિન્સ યુનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવેલાં નવાં આંકડાં પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃતકાંક 50 હજારની નજીક પહોંચ્યો છે.

    સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા 8,69,172 થઈ ગઈ છે. જ્યારે આમાં મૃત્યુ પામનારની સંખ્યા લગભગ 49,954 છે.

    જ્યારે ઇટાલી બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જ્યાં મૃત્યું પામનારની સંખ્યા 25,549 છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,89,973 છે.

    સ્પેનમાં મૃત્યુ પામનારની સંખ્યા 22,157 છે અને ફ્રાન્સમાં કોરોના વાઇરસના હાલ સુધી 21,856 લોકોના મૃત્યુ થયા છે.

    સ્વસ્થય તજજ્ઞોએ વ્યાપક રીતે અમેરિકાના રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનની ટીકા કરી છે જેમાં તેમણે કહ્યું કે વાઇરસથી લડવા માટે રોગાણુનાશક અને અલ્ટ્રા વાયલટ કિરણોનો ઉપયોગ કરી શકાય છે. ટ્રમ્પે કોરોના વાઇસ પર પોતાના ડેઈલી બ્રિફીંગમાં આ વાત કહી છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  4. કોરોના વાઇરસની મહામારીએ આપણને શીખવ્યું છે કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ નિમિત્તે દેશભરના સરપંચોની સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી.

    આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કોરોના વાઇરસની મહામારીએ આપણને શીખવ્યું છે કે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ."

    આ ઉપરાંત વડા પ્રધાને કહ્યું કે બ્રૉડબૅન્ડનો ફેલાવો દેશની 1.25 લાખ પંચાયત સુધી પહોંચ્યો છે.

    એટલું જ નહીં, ગામમાં સામાન્ય સર્વિસ સેન્ટર પણ ત્રણ લાખથી વધારે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. કોરોના વાઇરસ : નોબલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ કહ્યું ભારત ગરીબો પ્રત્યે દયા દેખાડે

    નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ બીબીસીને કહ્યું કે ભારતે ગરીબો પ્રત્યે વધારે સંવેદના દેખાડવાની જરૂર છે.

    તેમણે કહ્યું કે ભારતમાં લૉકડાઉનની લાખો ગરીબો પર ખરાબ રીતે અસર થઈ છે.

    અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ કહ્યું કે આપણે હાલ સુધી એ સ્તર પર કાંઈ મેળવ્યું નથી.

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 24 માર્ચે દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. પછી ભારત સરકારે 23 અરબ ડૉલરના રાહત પૅકેજની જાહેરાત કરી હતી.

    એમાંથી એક મોટો ભાગ ગરીબોને રોકડ રકમ આપવાનો અને તેમના માટે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો હતો.

    વર્ષ 2019માં અર્થશાસ્ત્ર વિષયમાં પોતાની પત્ની અને કો રીસર્ચર ઈસ્થર ડફ્લોને સંયુક્ત નોબેલ પુરસ્કાર મેળવનાર અર્થશાત્રી અભિજિત બેનરજીએ કહ્યું છે કે સરકારે કોવિડ-19ના પ્રસારને રોકવા માટે જે પગલાં લીધા તે બિલકુલ યોગ્ય હતા.

    પરંતુ તે આગળ કહે છે, "પરંતુ લૉકડાઉન આ કહાની અથવા પરિસ્થિતિનો અંત નથી. આ બીમાર લાંબા સમય સુધી આપણી સાથે રહેવાની છે. જ્યાં સુધી રસીન નહીં બનતી ત્યાં સુધી મુશ્કેલી ચાલુ રહેશે. જોકે રસી એટલી ઝડપથી બને તેવું દેખાતું નથી."

    અભિજિત બેનરજી

    ઇમેજ સ્રોત, Getty Images

  6. બ્રેકિંગ, કોરોના ડ્રગ રેમડેસિવયર નિષ્ફળ

    રેમડેસિવયર ડ્રગને લઈને અનેક આશાઓ હતી. રેમડેસિવયર ડ્રગથી દરદીઓમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

    અર્થ એમ કે રેમડેસિવયર ડ્રગ આપવાથી દરદીનાં લોહીમાં રોગાણું ઓછાં નથી થયાં. આના નિષ્ફળ જવાના સમાચારને WHOએ વિસ્તારથી જાહેર કર્યા છે.

    પછી WHOએ કહ્યું કે ડ્રાફ્ટ રિપોર્ટ ભૂલથી અપલોડ થયો અને પછી તેને હઠાવી લેવામાં આવ્યો છે.

    અહેવાલ અનુસાર આ ટ્રાયલ 237 દરદી પર કરવામાં આવ્યો હતો. આ દરદીઓમાં 158ને રેમડેસિવયરન દવા આપવામાં આવી અને બાકીના 79ને પ્લેસીબો.

    એક મહીના પછી રેમડેસિવયર લેનાર 13.9% દરદીઓનાં મૃત્યુ થઈ ગયાં અને પ્લેસીબો લેનાર 12.8% દરદીઓના.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  7. કોરોના વાઇરસ : એશિયાઈ દેશોની શું છે હાલત?

    ચીનમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાઇરસને લીધે એક પણ મૃત્યુ નહીં.

    કોરોના વાઇરસને લીધે જાપાનમાં મંદી આવી શકે છે. કોરોનાને લીધે અર્થવ્યવસ્થાના બૂરા હાલ છે, જેને લઈને આ ચેતવણી આપવામાં આવી છે.

    ઇન્ડોનેશિયા આ શુક્રવારથી ઘરેલુ હવાઈસેવા અને સાગરયાત્રા પર રોક લગાવશે. રમઝાન મહિનાને કારણે આ પ્રતિબંધ લગાવાશે.

    ફિલિપાઇન્સે મનીલા સહિત એ તમામ સ્થળોએ લૉકડાઉન 15 મે સુધી વધારી દીધું છે, જ્યાં કોરોના સંક્રમણનો સૌથી વધુ ખતરો છે.

    મલેશિયા લૉકડાઉનના મોટા ભાગના પ્રતિબંધ 12 મે સુધી યથાવત્ રાખશે, પરંતુ કેટલાક વિસ્તારમાં વેપાર ફરીથી શરૂ કરવાની પરવાનગી હશે.

    મહિલા

    ઇમેજ સ્રોત, Getty Images

  8. હાઇડ્રોક્લોરોક્વીન દવા પર ટ્રમ્પનો ઇન્કાર

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસ બ્રીફિંગ દરમિયાન સવાલ કરાયો કે શું તેઓએ મલેરિયા માટે ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્લોરોક્વીનને પ્રમોટ કરવાનું બંધ કરી દીધું છે?

    ટ્રમ્પે કહ્યું કે "બિલકુલ નહીં. આગળ જોઈશું શું થાય છે."

    છેલ્લા ઘણા દિવસથી એ જોવા મળ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દવા અંગે વાત કરવાનું ઓછું કરી દીધું છે.

    તેઓએ બ્રીફિંગમાં કહ્યું કે અત્યાર સુધી તેઓએ એવો કોઈ અભ્યાસ જોયો નથી જેમાં એ કહેવાયું હોય કે હાઇડ્રોક્લોરોક્લીન લેનાર દર્દીઓનાં મૃત્યુનો દર વધુ છે.

    અમેરિકામાં એક મેડિકલ સેન્ટરે 368 લોકો પર કરેલા અભ્યાસમાં દાવો કરાયો છે કે 97 દર્દીઓએ હાઇડ્રોક્લોરોક્વીન દવા લીધી હતી, તેમનો મૃત્યુદર 27.8 ટકા હતો, જ્યારે 158 દર્દીઓ જેમણે આ દવા નહોતી લીધી, તેમનો મૃત્યુદર 11.4 ટકા હતો.

    ડોનાલ્ડ ટ્રમ્પ
  9. 'બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટો પડકાર'

    જર્મનીનાં ચાન્સેલર ઍંજેલા મર્કલે કહ્યું કે તેમના દેશે કોરોના વાઇરસ સામે લડવા માટે ચાલાકી અને સતર્કતાથી કામ લેવાની જરૂર છે.

    મર્કલે કહ્યું કે હજુ તો સંકટની શરૂઆત છે. "આપણે આ વિષાણુ સાથે લાંબા સમય સુધી જીવવું પડશે. જર્મનીએ બિલકુલ અલગ રીતે તૈયાર રહેવાનું છે. મતલબ કે ઈયુના બજેટમાં અપેક્ષાથી વધુ અમારું યોગદાન હશે."

    ગુરુવારે જર્મનીમાં કોરોના વાઇરસથી સંક્રમિત કેસની સંખ્યા વધીને 148,046 થઈ અને મૃતકોની સંખ્યા પણ 5,094 થઈ છે.

    મર્કલે કહ્યું કે કોરોના વાઇરસ સંક્રમણ બીજા વિશ્વયુદ્ધ બાદનો સૌથી મોટો પડકાર છે.

    જર્મનીનાં ચાન્સેલર ઍંજેલા મર્કલ

    ઇમેજ સ્રોત, Getty Images

  10. કોરોના વાઇરસ અપડેટ : ગુજરાતમાં 2600થી વધારે પૉઝિટિવ કેસ, મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે

  11. કોરોના વાઇરસ : હાલ સુધીની સ્થિતિ

    • દુનિયાભરમાં 27 લાખથી વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, કોરોના સંક્રમણને લીધે મૃતકોની કુલ સંખ્યા એક લાખ 90 હજારથી વધુ છે.
    • યુરોપમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્થાનિક ડિરેક્ટરે કહ્યું છે કે, યુરોપમાં કોરોના વાઇરસથી જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે. તેમાંથી અરધા કૅર હૉમ્સમાં રહેતા હતા.
    • અમેરિકામાં સૌથી વધુ 866646 લોકો સંક્રમિત થયા છે અને અહીં અંદાજે 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
    • બીજા સ્થાને સ્પેન છે, અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 13થી વધુ છે.
    • જ્યારે ઇટાલીમાં કુલ સંક્રમિતની સંખ્યાનો આંકડો એક લાખ 90 હજારની નજીક પહોંચ્યો છે.
    • ભારતમાં અત્યાર સુધીમાં 21700 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે અને 686 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ 4325 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.
    • ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ દરદીઓની સંખ્યા 2624 પર પહોંચી છે અને 112નાં મૃત્યુ થયાં છે.
  12. શુભ પ્રભાત, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    કોરોના વાઇરસ સંબંધિત દેશ-દુનિયાની તમામ વિગત તમે અહીં દિવસ દરમિયાન મેળવી શકશો.

    ગઈ કાલની વિગત માટે અહીં ક્લિક કરો.