ન્યૂ યોર્કમાં બે પાલતુ બિલાડીઓ કોરોનાની ઝપેટમાં
ન્યૂ યોર્કની બે પાલતુ બિલાડીઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ બંને પાલતુ બિલાડીઓના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.
ફેડરલ અધિકારીઓએ બુધવારે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે અમેરિકામાં પાલતુ પ્રાણીમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હોય.
આ બિલાડીઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી અને હવે એવી આશા કરવામાં આવી રહી છે કે આ બિલાડીઓ જલદી ઠીક થઈ જશે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન પ્રમાણે, એ વાતની આશંકા છે કે આ બિલાડીઓને કોરોના વાઇરસ માણસોથી થયો હશે.
આ એ લોકો હોઈ શકે છે જેમની સાથે તેઓ રહ્યા હોય.
આ પહેલાં બ્રૉન્ક્સ પ્રાણી સંગ્રહાલયમાં વાઘણમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું હતું.
જોકે કોઈ પ્રાણીમાં સંક્રમણનો આ પહેલા કેસ ન હતો. આ પહેલાં પણ અનેક પ્રાણીમાં કેસ સામે આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images




