કોરોના વાઇરસ : ગુજરાતમાં દરદીઓની સંખ્યા 2400ને પાર, મૃતકાંક 100થી વધારે

કોરોના વાઇરસ સંક્રમણ વિશેની દેશ તથા દુનિયાની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. કોરોના મહામારી વચ્ચે ચીનનું રોકાણ કેવી રીતે અટકાવી રહ્યું છે ભારત?

  2. ચીને કોરોના વાઇરસ અંગેની માહિતી દુનિયાથી છુપાવી?

  3. બ્રેકિંગ, એશિયાના સૌથી મોટા ફળબજારને બંધ કરવાની માગ

    દિલ્હી સ્થિત એશિયાના સૌથી મોટા ફળો અને શાકભાજીના આઝાદપુર બજારમાં કામ કરતી એક વ્યક્તિનું કોરોના વાઇરસના કારણે મોત થતાં હવે વિક્રેતાઓ બજાર બંધ કરવાની માગ કરી રહ્યા છે.

    57 વર્ષીય આ શખ્સનું મંગળવારે મૃત્યુ થયું હતું, હિંદુસ્તાન ટાઇમ્સ સૂત્રોને ટાકતાં લખે છે કે સોમવારે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

    આ પછી એમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરાઈ રહ્યા છે. જોકે હવે આઝાદપુરના આ બજારને બંધ કરવાની માગ ઊઠી રહી છે.

    આ બજારનું ક્ષેત્રફળ 78 એકર છે અને અહીં સામાન્ય દિવસોમાં અંદાજે બે લાખ જેટલા લોકો આવે છે.

    આઝાદપુર

    ઇમેજ સ્રોત, Getty Images

  4. કોરોના વાઇરસ : ગુજરાતમાં દરદીઓની સંખ્યા 2400ને પાર, મૃતકાંક 100થી વધારે

  5. BBC ગુજરાતી સમાચાર

    કોરોના વાઇરસને કારણે રશિયાના નાના અને મધ્યમ ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. રશિયાથી વિશેષ અહેવાલ.

    કોરોનાના કેરની વચ્ચે ઇઝરાયલમાં કેવી રીતે સ્વજનોને વિદાય આપવામાં આવી રહી છે.

    આ સિવાય અમેરિકા દ્વારા ઇમિગ્રેશન ઉપર લાદવામાં આવેલાં નિષેધની કેવી અસર થશે તેની ઉપર એક નજર.

    જુઓ બીબીસી ગુજરાતી સમાચારમાં અહીં.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. બ્રેકિંગ, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2,700 લોકોનાં મૃત્યુ

    સમાચાર એજન્સી એએફપીને ટાંકતાં એએનઆઈ જણાવે છે કે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે 2700 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકા

    ઇમેજ સ્રોત, Getty Images

  7. કૅનેડાના 243 નાગરિકોને પરત લઈ જવા ફ્લાઇટ રવાના

    અમૃતસરના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી વહેલી સવારે કતાર ઍરલાઇન્સની ફ્લાઇટ રવાના થઈ હતી.

    પંજાબના સ્પેશિયલ ચીફ સેક્રેટરી કેબીએસ સિંધુ પ્રમાણે આ ફ્લાઇટમાં 243 મુસાફરો હતા, જે તમામ કૅનેડિયન હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. 'કોરોનાની બીજી લહેર આપણી મુસીબત વધારશે'

    અમેરિકાના વરિષ્ઠ રોગ વિશેષજ્ઞનું કહેવું છે કે જો કોરોના વાઇરસની લહેર ફરી આવશે, તો આ વખત કરતાં વધારે મુશ્કેલ સ્થિતિ સર્જાશે.

    સેન્ટર ફૉર ડિસીસ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ડાઇયરેક્ટર રેડફિલ્ડે મંગળવારે ચેતવણી આપી છે કે જ્યારે અમેરિકાનાં અનેક રાજ્યોમાં લૉકડાઉનની છૂટ આપવાની યોજના પર કામ થઈ રહ્યું છે.

    વૉશિંગટન પોસ્ટ સાથેની વાતચીતમાં રેડફિલ્ડે કહ્યું કે પૂરેપૂરી શક્યતા છે કે જો આગામી શિયાળામાં ફરીથી કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય અને ત્યારે સ્થિતિ વધારે ખરાબ હશે.

    તેમણે કહ્યું કે આપણે ફ્લૂ અને કોરોના વાઇરસ મહામારી એમ બન્ને સામે એક વખતે લડી રહ્યા હોઈશું.

    રેડફિલ્ડ

    ઇમેજ સ્રોત, Getty Images

  9. બુધવાર સવારની સ્થિતિ

    • ગુજરાત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2178 પર છે. સાજા થઈને ડિસ્ચાર્જ થનાર પેશન્ટ્સની સંખ્યા 139 પર પહોંચી છે. જ્યારે કુલ 90 મૃત્યુ થયાં છે.મરણાંકની દૃષ્ટિએ ગુજરાત દેશમાં બીજાક્રમે પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં 232 મૃત્યુ થયા છે.1373 કેસ સાથે કોરોનાના દરદીઓની સંખ્યા બાબતે અમદાવાદ રાજ્યમાં ટોચ પર છે. સુરતમાં 347 તથા વડોદરામાં 199 કેસ નોંધાયેલા છે. અન્ય કોઈ શહેરમાં કેસની સંખ્યા ત્રણ આંકડામાં નથી.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, અત્યારસુધી એક લાખ 77 હજાર કરતાં વધુ લોકો આ મહામારીને કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 25 લાખ 60 હજારને પાર કરી ગઈ છે. સોમવારે સવારે આ આંકડો 24 લાખ 1,379નો હતો.અમેરિકામાં મરણાંક 44 હજારને પાર કરી ગયો છે. આ સિવાય ઇટાલીમાં (24,648), સ્પેનમાં (21,282) મૃત્યુ થયાં છે. ફ્રાન્સમાં 20,796નાં મૃત્યુ થયાં છે.
    • ભારત સરકારના આરોગ્ય તથા પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોનાને કારણ મૃત્યુ પામનરાંઓની સંખ્યા 600ને પાર કરી 603 પર પહોંચી ગઈ છે. દેશમાં 15,122 ઍક્ટિવ કેસ છે, જ્યારે 3259 પેશન્ટ્સને રજા આપી દેવાઈ છે.
    કોરોના વાઇરસ સામે ઝઝૂમનાર તબીબોની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  10. રાત્રિ દરમિયાન શું થયું

    • વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે કોરોના વાઇરસ પ્રાણીઓમાંથી માણસોમાં પહોંચ્યો છે અને તેને ચીનની લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો હોવાના કોઈ અહેવાલ નથી.સંગઠનના પ્રવક્તાના કહેવા પ્રમાણે, તમામ પુરાવા એ બાબતનો નિર્દેશ કરે છે કે આ વાઇરસ લૅબમાં નહોતો બન્યો. પરંતુ તે માનવજાતિમાં કેવી રીતે પહોંચ્યો, તે અંગેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળતા.
    • અગાઉ એવા અનેક વખત આરોપ લાગ્યા છે કે વુહાનની લૅબોરેટરીમાં વાઇરસ તૈયાર થયો હતો. જેને વિશ્વમાં કોરોના વાઇરસનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.
    • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દિવસ માટે ઇમિગ્રેશન ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. ટ્રમ્પનું કહેવું છે કે બેકાર અમેરિકનોના હિતોને ધ્યાને રાખીને આમ કરવામાં આવ્યું છે. જે લોકો હંગામી ધોરણે અમેરિકામાં કામ કરવા જાય છે તેમના માટે આ આદેશ લાગુ થશે અને સમયાંતરે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
    • આયર્લૅન્ડમાં આગામી સપ્ટેમ્બર માસ સુધી મોટા આયોજનો અને સભાઓ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
    • લેબનોનની રાજધાની બૈરુતમાં નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા અને તેમણે સરકાર વિરોધીપ્રદર્શન કર્યાં. નાગરિકોએ ગાડીઓમાં બેસીને વિરોધપ્રદર્શનોમાં ભાગ લીધો, તેમણે ચહેરા ઉપર માસ્ક પહેરી રાખ્યા હતા અને ગાડીમાંથી ઉતર્યા ન હતા.
    બૈરુતમાં નાગરિકો રસ્તા ઉપર ઉતર્યાં

    ઇમેજ સ્રોત, EPA

  11. શુભ પ્રભાત.

    બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. આજે અમે તમારા માટે તમને કોરોના વાઇરસના સંક્રમણને લગતી ગુજરાતની તથા દેશ અને દુનિયાની અપડેટ્સ અહીં લઈને આવીશું.

    આ અગાઉની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.