You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : અમેરિકામાં 30 હજારથી વધુનાં મૃત્યુ

કોરોના વાઇરસની મહામારીની ગુજરાત અને દેશ-દુનિયાની અપડેટ અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. દિલ્હીમાં કોરોનાના દર્દી પર અજમાવાયેલી બ્લડ પ્લાઝમા પદ્ધતિ શું છે?

    નવી દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલે આઈસીયુમાં રાખવામાં આવેલા કોરોના વાઇરસના બે દર્દીઓ પર દેશમાં સૌપ્રથમ બ્લડ પ્લાઝમા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એવું ઇકૉનૉમિક ટાઇમ્સનો એક અહેવાલ જણાવે છે.

    કોરોના વાઇરસની મહામારી વિશ્વભરમાં ફેલાઈ ચૂકી છે અને ભારતમાં તેનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે તાજેતરમાં ICMRએ સારવારની નવતર પદ્ધતિને મંજૂરી આપવામાં આવી હતી.

    જોકે, આ મંજૂરી કેરળની શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી, ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીએ જીવલેણ વાઇરસથી પીડિત દર્દીની અસરકારક સારવારનો અભ્યાસ કરવાની હતી.

    આ દરમિયાન નવી દિલ્હીની ખાનગી હૉસ્પિટલે ઍથિકસ કમિટિની જોગવાઈ અનુસાર પરિવારની મંજૂરી સાથે બે દર્દીઓ પર તેનો પ્રયોગ કર્યો છે. સારવારની આ નવી પદ્ધતિનું નામ પ્લાઝમા ઉપચાર પદ્ધતિ છે.

    આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે જુઓ વીડિયો.

  2. કોરોના વાઇરસને લઈને મહત્ત્વની શોધનો ગુજરાતમાં થઈ હોવાનો સરકારનો દાવો

    ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયે બુધવાર સાંજે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કોરોના વાઇરસ સંશોધન માટે મહત્ત્વની એવી તેની જીનોમ સિકવન્સને યાને કે વંશસૂત્રીય ઓળખને શોધી નાખવામાં આવી છે.

    ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતને ગુજરાત બાયોટૅકનૉલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. ભારતની એક માત્ર સરકારી લૅબોરેટરી છે જેણે કોવિડ-19ના સંપૂર્ણની સંપૂર્ણ સિકવન્સને શોધી છે જે કોરોના વાઇરસના ઉદ્દભવની શોધમાં, દવાને ટાર્ગેટ કરવામાં રસી અને વાઇરુલન્સના જોડાણને શોધવામાં મદદ કરશે.

    કોવિડ-19ની રસી શોધવાની બાબતમાં આ જીનોમ સિકવન્સ મહત્ત્વની સાબિત થઈ શકે છે.

  3. બીબીસી ન્યૂઝ બુલેટિન

  4. બ્રેકિંગ, અમેરિકામાં મરણાંક 30 હજારને પાર

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, કોરોના વાઇરસના કારણે દુનિયામાં હાલ સુધી એક લાખ 36 હજાર લોકોના મૃત્યુ થઈ ગયા છે અને આમાં સૌથી વધારે અમેરિકામાં થયા છે.

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના હાલના આંકડા અનુસાર, અમેરિકામાં મૃત્યુ પામનારની સંખ્યા 30 હજારની પાર પહોંચી ગઈ છે.

    સાથે જ આ દેશ સંક્રમણની બાબતમાં સૌથી આગળ છે. અમેરિકામાં હાલ સુધી સંક્રમણના કુલ 6 લાખ 37 હજાર 716 કેસની પુષ્ટિ કરાઈ છે.

    જોકે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો દાવો છે કે અમેરિકામાં વાઇરસથી ઉભો થનારો સૌથી ખરાબ સમય હવે પસાર થઈ ગયો છે.

  5. કોરોના જશે બાદમાં ગુજરાત આ આફત સામે કેવી રીતે લડશે?

    ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. બીજી વખત લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આવા સમયે સૌથી વધારે અસર ગુજરાતના ઉદ્યોગોને થઈ છે.હાલ મોટાભાગના ઉદ્યોગો બંધ છે. કોરોના વાઇરસ કાબૂમાં આવી ગયા બાદ પણ ગુજરાતના ઉદ્યોગને આગળ લાવવો મોટો પડકાર હશે.

  6. બિલ ગૅટ્સે પ્રમુખ ટ્રમ્પનું પગલું ‘ખતરનાક’ ગણાવ્યું

    અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ને તે ફંડ બંધ કરવા જઈ રહ્યું છે.

    ટ્રમ્પના આ પગલાની અને અનેક લોકો ટીકા કરી રહ્યા છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા દાનવીર બિલ ગૅટ્સે કહ્યું છે કે આ સાંભળવામાં જેટલું લાગે છે એટલું જ ખતરનાર છે.

    ટ્રમ્પે અમેરિકા વધારે ફંડ આપે છે તે છતાં WHO ચીનના પક્ષે કામ કરે છે એવો આરોપ મૂક્યો.

    આ પછી WHOએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. WHOના પ્રમુખ ડૉ ટેડ્રોસ એડનમ ગિબ્રિસસે કહ્યું, "અમેરિકા લાંબા સમયથી WHOનું મિત્ર રહ્યું છે અને તે આર્થિકરીતે મદદ પણ કરે છે."

    તેમણે વધુમાં કહ્યું, "અમેરિકાએ ફંડ બંધ કરવાની વર્લ્ડ હેલ્થ ઑગ્રેનાઇઝેશન પર શું અસર થશે તેની WHO તપાસ કરી રહ્યું છે. અમે અમારા પાર્ટનરની સાથે આર્થિક સંકટ પર કામ કરીશું જેથી કોઈ પ્રકારની તકલીફ ન થાય. અમે એ વાત સ્પષ્ટ કરીશું કે કામ ના રોકાય."

    મોડી રાત્રે ફરી ટ્રમ્પે કહ્યું કે આ દુઃખદ છે કે બીજા દેશોએ WHOની સાથે પોતાનો ભરોસો વ્યક્ત કર્યો અને તેમના પર પ્રતિબંધ નથી લગાયો.

  7. કોરોના વાઇરસની આ વાતો જાણો છો?

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
  8. કવરેજનો ક્રમ

    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
  9. કોરોના વાઇરસ કવરેજ

    બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આપનું ફરીથી સ્વાગત છે.

    નમસ્કાર, કોરોના વાઇરસની મહામારી સંબંધિત બીબીસી ગુજરાતીના લાઇવ કવરેજમાં આપનું સ્વાગત છે. અમે આપને ગુજરાતની તેમજ દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી સતત આપતા રહીશું.

    ગત 24 કલાકનું કવરેજ વાચવા માટે અહીં ક્લિક કરો.

    ગઈ કાલ સુધી શું થયું?

    • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભંડોળ અટકાવ્યું તેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુખદ ગણાવ્યું છે અને WHOએ કહ્યું કે આનાથી પડનારી અસરના અમે સમીક્ષા કરીશું. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા WHOને 40થી 50 કરોડની મદદ કરે છે જ્યારે ચીન ફક્ત 4 કરોડની મદદ કરે છે.
    • મહામારી વચ્ચે ચીન અને ફ્રાન્સ વચ્ચેનો પશ્ચિમી દેશોની ટીકા કરતા એક લેખનો વિવાદ આગળ ચાલ્યો છે તો જર્મનીએ ક્રમશ લૉકડાઉન હળવું કરવામાં આવશે એવી વાત કરી છે.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વમાં કોરોના કન્ફર્મ કેસ 20 લાખ થઈ ગઈ છે, જ્યારે સવા લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
    • ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 695 પર પહોંચી ગઈ છે. 59 સાજા થયા, જ્યારે 30નાં મૃત્યુ થયાં છે.
    • દેશમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે. મહારાષ્ટ્રમાં 2687 તો દિલ્હીમાં 1561 કેસો છે. આ બેઉ રાજ્યોમાં ક્રમશ 178 અને 30 લોકોનાં મૃત્યુ થયા છે.
    • ગુજરાતના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી.
    • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ, ભારતમાં 10 હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ, જ્યારે 392નાં મૃત્યુ થયાં છે.