You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં પૉઝિટિવ કેસોનો આંક 500ને પાર, અમદાવાદમાં 282 કેસ
કોરોના વાઇરસ અંગે ગુજરાત અને દેશદુનિયાની અપડેટ્સ અહીં જાણો
લાઇવ કવરેજ
'40 વૅક્સીન પર કામ ચાલી રહ્યું છે'
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ પ્રમાણે કોવિડ-19 સામે 40 જેટલી વૅક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ તેમાંથી એક પણ વૅક્સીન આગળના તબક્કામાં નથી પહોંચી શક્યું.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ સામે લડતમાં વૈજ્ઞાનિકો વૅક્સીન બનાવવાના પ્રયાસમાં લાગેલા છે.
હાલમાંજ બિલ ગેટ્સે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે કોરોના વાઇરસ સામે રક્ષણ માટે વૅક્સીન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને તેને તૈયાર થવામાં દોઢ વર્ષનો સમય લાગશે.
WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે?
WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે? WHO લૉકડાઉન ખોલી નાખવા અંગે શું કહે છે?
ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8,447 થઈ
ભારતના આરોગ્ય મંત્રાલય પ્રમાણે 900થી વધારે નવા કેસ સામે આવતા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 8,447 થઈ છે.
આરોગ્ય મંત્રાલય મુજબ મરણાંક 273 થયો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ 1761 કેસ છે અને 127 લોકોનું મૃત્યુ થયું છે.
દિલ્હીમાં 1069 કેસ છે અને 19 મરણાંક છે.
તમિલનાડુમાં કુલ કેસ 969 અને મરણાંક 10 છે.
ત્યારે ઉત્તર પ્રદેશમાં 700 અને ઉત્તર પ્રદેશમાં 452 કુલ કેસ સામે આવ્યા છે.
કોરોના વાઇરસ પ્લાન : ગુજરાત સરકારનું આયોજન શું છે?
કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયું છે, એને વધારવામાં આવે એવી શક્યતા છે.
આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, રાજ્ય તેનો અમલ કરશે એવું ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીએ'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને જણાવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ મામલે ચર્ચા કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ કરી હતી.
ગુજરાત સરકારનો 'કોરોના વાઇરસ પ્લાન' શો છે?
બ્રિટનમાં મરણાંક દસ હજારને પાર
બ્રિટનમાં કોરોના સંક્રમણને કારણે મરણાંક દસ હજારને પાર થઈ ગયો છે.
હૉસ્પિટલોમાં દાખલ કોરોના સંક્રમિત 737 દર્દીઓના મૃત્યુથી મરણાંક 10,612 સુધી પહોંચ્યો છે.
નિષ્ણાતોને આશંકા છે યુરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ બ્રિટન હોઈ શકે છે.
આ આંકડાઓમાં એ લોકો સામેલ નથી જે કૅયર હોમમાં હોય અથવા બીજે હોય.
ગુજરાતમાં કુલ 516 કેસ, મરણાંક 24 થયો
ગુજરાતના આરોગ્ય વિભાગ પ્રમાણે રવિવારે નવા 23 કેસ સામે આવ્યા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં હવે કુલ 516 કોરોના સંક્રમિતોના કેસ છે તથા મરણાંક 24 છે.
અત્યાર સુધી ગુજરાતમાં કોરોના સંક્રમિતોમાંથી 44 લોકો સારવાર પછી ડિસ્ચાર્જ કરાયા છે.
રવિવાર સાંજ સુધી સરકાર પ્રમાણે ક્વૉરન્ટાઇનમાં 15 હજાર 500 કરતા વધારે લોકો રહી રહ્યા છે જેમાં હોમ ક્વૉરન્ટાઇન, સરકારી અને ખાનગી ક્વૉરન્ટાઇન ફેસિલિટી પણ સામેલ છે.
સરકારી આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ 11,715 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
લૉક-ડાઉન હઠાવવામાં આવ્યું તો ભારત અને વિશ્વમાં કેવી સ્થિતિ થશે?
બ્રેકિંગ, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન હૉસ્પિટલથી ડિસ્ચાર્જ
બ્રિટનના વડા પ્રધન બોરિસ જૉન્સનને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
બીબીસી સંવાદદાતા ગગન સબરવાલ પ્રમાણે તેઓ તુરંત કામ પર પરત નહીં આવે.
બોરિસ જૉન્સનનો રિપોર્ટ 27 માર્ચે પૉઝિટિવ આવ્યો હતો અને તેમને પહેલાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
એ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઈસીયુમાં સારવાર બાદ તેમને હવે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
55 વર્ષીય બોરિસ જૉન્સને બ્રિટનના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર પ્રકટ કર્યો.
‘દિલ્હીની પરિસ્થિતિ અમેરિકા જેવી ન થાય’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે દિલ્હીના લગભગ 35 વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે. કેજરીવાલ પ્રમાણે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોને પણ સીલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે લોકોને આનાથી મુશ્કેલી અનુભવાશે, અમે નથી ઇચ્છતા કે દિલ્હીમાં અમેરિકા જેવી પરિસ્થિતિ સર્જાય. દિલ્હીમાં મોટા પાયે સૅનિટાઇઝેશન ડ્રાઇવ ચલાવવામાં આવશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં ઑટો ચાલકો, કૅબ ચાલકોને પાંચ-પાંચ હજાર રૂપિયાની રાહત આપવામાં આવશે.
સ્પેનમાં દૈનિક મરણાંકમાં ફરી ઉછાળો આવ્યો
સ્પેનમાં રવિવારે કોરોના વાઇરસથી 24 કલાકમાં નોંધાતાં મરણાંકમાં 100થી વધારેનો ઉછાળો આવ્યો છે.
સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 619 મૃત્યુની પુષ્ટિ કરી હતી, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી આ સંખ્યા ઘટીને 510 પર આવી ગઈ હતી.
સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશમાં મરનાર લોકોની કુલ સંખ્યા 16,972 એટલે લગભગ 17,000 થઈ ગઈ છે.
દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 66 હજારથી વધારે છે.
આ ઉપરાંત કોરોના વાઇરસ સાથે જોડાયેલા અન્ય કેટલાક સમાચાર -
અમેરિકાની જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે દુનિયામાં 18 લાખ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.
અત્યાર સુધી લગભગ એક લાખ નવ હજાર લોકોનાં મોત થયાં છે અને ચાર લાખ પાંચ હજાર લોકો સંક્રમણમાંથી બહાર આવ્યા છે.
અમેરિકામાં કોરોના વાઇરસથી થનાર મૃત્યુની સંખ્યા ઇટાલી કરતાં પણ વધારે છે. અમેરિકામાં મરણાંક લગભગ 20 હજાર જેટલો છે.
બ્રિટનમાં રવિવારે મરણાંક 10 હજારથી વધારે હતો, શનિવારે 917 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બિલ ગેટ્સે બીબીસીને કહ્યું કે કોરોના વાઇરસના સંકટનું એકમાત્ર સમાધાન વૅક્સીન છે અને તેને તૈયાર થવામાં દોઢ વર્ષનો સમય લાગશે.
બ્રેકિંગ, છેલ્લા 24 કલાકમાં 909 કોવિડ-19ના કેસ સામે આવ્યા
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 909 કેસ સામે આવ્યા છે અને 34 મૃત્યુ નોંધાયાં છે.
ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ભારે ઉછાળા માટે અમે વધારે તૈયારી રાખી છે.
કોવિડ-19 ટેસ્ટિંગ માટે સરકાર અને ખાનગી મેડિકલ કૉલેજમાં ક્ષમતા વધારવા માટે પણ ઝડપી કામ થઈ રહ્યું છે, તેવો સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે.
આઈસીએમઆરના અધિકારીએ કહ્યું છે કે છેલ્લા પાંચ દિવસમાં દરરોજ 15,747 જેટલા સરેરાશ સૅમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 584 પૉઝિટિવ આવ્યા છે.
ઇસ્ટરના દિવસે ખ્રિસ્તીઓનું સૌથી પવિત્ર સ્થળ સૂનું પડ્યું
ખ્રિસ્તીઓના મહત્ત્વપૂર્ણ પર્વ ઇસ્ટર પર કોરોના વાઇરસની અસર જોવા મળી.
જેરુસલેમમાં ખ્રિસ્તીઓના પવિત્ર સ્થળ ઇસ્ટર સંડેના દિવસે બંધ રાખવામાં આવ્યું હતું.
આ એ જ સ્થળ કે જ્યાં જીસસને ક્રૉસ પર ચઢાવવામાં આવ્યા હોવાનું અને તેઓ ફરી જીવતા થયાહોવાનું મનાય છે. સો વર્ષમાં આવું કદાચ ક્યારેય નહોતું બન્યું.
રવિવારે આ પવિત્ર સ્થળ પર થોડાક પાદરીઓ અને અમુક શ્રદ્ધાળુઓ પ્રાંગણમાં એકઠા થયા હતા.
ત્યારે જેરુસલેમમાં યહૂદી શ્રદ્ધાળુઓએ વેસ્ટર્ન વૉલ પર પ્રાર્થના કરી હતી.
ઇઝરાયલમાં કડકાઈથી સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવામાં આવી રહ્યું છે, જેને કારણે જેરુસલેમનું જૂનું શહેર ખાલી પડ્યું છે.
લૉકડાઉનમાં ભાજપના ધારાસભ્યે ઊજવી બર્થડે પાર્ટી પણ કેસ આયોજક સામે
બ્રિટનની સંસદનું વર્ચ્યુઅલ સત્ર
બ્રિટનમાં કોરોના મહામારીની ચર્ચા માટે 21 એપ્રિલથી સંસદનું વર્ચ્યુઅલ સત્ર બોલાવવામાં આવ્યું છે.
વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મરના નિવેદન પછી નિર્ણય કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે સંસદસભ્યોને સરકારના નિર્ણયની સમીક્ષા કરવાનો અધિકાર હોય છે.
બ્રિટનમાં ઇસ્ટર માટે સંસદમાં રજાઓ પડ્યા પછી કોરોના સંક્રમણથી અહીં મરણાંક 9,875 સુધી પહોંચ્યો છે.
કોરોના વાઇરસ : 'સરકારની નજરમાં અમારી જિંદગીની કિંમત માત્ર 30 રૂપિયા'
કોરોના વાઇરસ : '104 હેલ્પલાઇન' પર કામ કઈ રીતે થાય છે?
'હું બ્રાહ્મણ છું, મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?'
લૉકડાઉન : પંજાબમાં પોલીસ પર હુમલો, પીએસઆઈનો હાથ કાપ્યો
પંજાબના પટિયાલા જિલ્લામાં એક શાકમાર્કેટ ખાતે પોલીસપાર્ટી પર કરાયેલા હુમલામાં પોલીસ અધિકારીનો હાથ કાપી નાખવામાં આવ્યો, જ્યારે અન્ય પોલીસકર્મીઓને ઈજા પહોંચી. રવિવાર સવારે લૉકડાઉનના નિયમોનું પાલન કરાવતી વખતે આ ઘટના ઘટી હોવાનું પોલીસનું કહેવું છે.
આ ઘટનામાં પીએસઆઈ હરજીતસિંહનો હાથ કાપી નાખવામાં આવ્યો છે. હરજીતસિંહ હાલમાં હૉસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.
પંજાબ પોલીસના વડા દિનકર ગુપ્તાએ એનડીટીવીને જણાવ્યું કે શાકમાર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવેલા નિહગો (ધાર્મિક મસુદાય)એ બૅરિકેડ તોડી નાખ્યાં હતાં. જેમને અટકાવાતા તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો.
આ ઘટના બાદ આરોપીઓ નિહંગ ગુરુદ્વારા સાહેબ ભાગી ગયા હતા એવું પોલીસનું કહેવું છે.
જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ ગુરુદ્વારા પહોંચી હતી.
સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ પણ તેમાં સામેલ થયું હતું અને આરોપીઓને આત્મસમર્પણ કરવા માગ કરી હતી.
પોલીસવડાએ વધુમાં જણાવ્યું, "અઢી કલાકની જહેમત બાદ આરોપીઓ આત્મસમર્પણ કર્યું હતું. આરોપીઓ ગુરુદ્વારામાંથી તલવાર અને ચાકુઓ સાથે બહાર આવ્યા હતા. પોલીસે ગુરુદ્વારામાંથી ગૅસ-સિલિન્ડર મેળવ્યાં હતાં, જેનો ઉપગોય વિસ્ફોટક તરીકે કરી શકાયો હોત."