થોડા કલાકો બાદ ભાજપ સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષનું બજેટ રજૂ કરશે.
મંગળવારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, જ્યાર બાદ નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે.
બે વર્ષની જેમ આ વર્ષે પણ યુનિયન બજેટ પેપરલેસ હશે.
વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર શરૂ થતાં પહેલાં કહ્યું કે આ બજેટ દેશના સામાન્ય લોકોની આશાઓ અને આકાંક્ષાઓ પર ખરું ઊતરશે અને દુનિયા માટે પણ આશાનું કિરણ સાબિત થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. તેમનું સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનું ગૌરવ છે અને આજે મહિલાઓનું સન્માન કરવાની તક પણ છે. ભારતના બજેટ પર સમગ્ર દુનિયાની નજર રહે છે."
પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ આશા રાખે છે કે ભારતીય સંસદની પરંપરા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન ઉમંગ, ઊર્જા અને ઉત્સાહથી ભરેલું રહે.
આ સાથે તેમણે કહ્યું કે, “આપણા દેશના નાણામંત્રી પણ એક મહિલા છે, તેઓ આવતીકાલે વધુ એક બજેટ લઈને દેશની સામે આવી રહ્યાં છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની અસ્થિર આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના સામાન્ય માણસની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે."
2024માં લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે, એટલે માનવામાં આવી રહ્યું છે કેટલાક વર્ગોને છૂટ મળશે.
જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી માટે સરકારી ખજાના અને નવી જાહેરાતો માટે ખર્ચાની વ્યવસ્થા કરવા વચ્ચે સંતુલન રાખવું એ મુશ્કેલી ભરેલું હોઈ શકે છે.
બજેટ રજૂ થતાં પહેલાં આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે દેશ માટે વધતો મોંઘવારીનો દર ચિંતાનો વિષય નથી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રિઝર્વ બૅન્કે નાણાકીય વર્ષ 2023 માટે મોંઘવારીનો દર 6.8 ટકા રહેવાનો અનુમાન છે જે ટાર્ગેટ રેન્જની બહાર છે.
તેમણે કહ્યું, "ન તો આ એટલું વધુ છે કે તેનાથી ખપત પર અસર પડશે અને ન તો એટલું ઓછું છે કે તેનાથી રોકાણ પર અસર પડશેે."
બજેટ રજૂ કરતાં પહેલાં એ સમાચાર આવ્યા હતા કે ડિસેમ્બરમાં અર્થતંત્રના આઠ કોર સેક્ટર્સે 7.4 ટકાની ઝડપથી વિકાસ કર્યો છે. એક વર્ષ પહેલાં આ સેક્ટર્સનો વૃદ્ધિદર માત્ર 4.1 ટકા હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જાહેર આંકડાને ટાંકતા આ જાણકારી આપી હતી.
બજેટપાસેથી મોટી અપેક્ષાઓ શું છે?
-
એવું માનવામાં આવી રહ્યું
છે કે, આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ગયા વર્ષની સરખામણીએ થોડું
વધારે કરવામાં આવશે, જેથી તે નવી નોકરીઓ ઉત્પન્ન થાય અને સ્ટીલથી લઈને ઑટો
ઇન્ડસ્ટ્રી અને રિયલ એસ્ટેટ જેવા તમામ સેક્ટરમાં વિકાસ થાય.
-
કોરોના મહામારીની મોટી અસર ઑટો ઇન્ડસ્ટ્રી પર પડી અને
વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો.આ સેક્ટરને પાટા પર લાવવા માટે બજેટમાં કેટલીક ખાસ જાહેરાત
થઈ શકે છે.
-
નાણામંત્રી પાસેથી એવી પણ અપેક્ષા છે કે તેઓ આ વર્ષે
મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે આ બજેટમાં
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થોડો વધારો કરવામાં આવી શકે છે અને ટૅક્સ સ્લૅબમાં થોડો
ફેરફાર કરવામાં આવી શકે છે.
-
ઘણા લોકોને એ પણ આશા છે કે ટૅક્સમાં મહિલાઓ માટે થોડી
રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે.
-
ઘણા નિષ્ણાતો માને છે કે આ વર્ષે અને આવનારાં વર્ષોમાં
ભારતીય અર્થવ્યવસ્થામાં વિકાસ ચાલુ રહેશે અને આવનારા વર્ષોમાં સરેરાશ માથાદીઠ
આવકમાં પણ વધારો થશે.
-
સરકારે પહેલાંથી જ ગ્રીન એનર્જી તરફ આગળ વધવાનો ઈરાદો
વ્યક્ત કર્યો છે.આવી સ્થિતિમાં સરકાર પ્રયાસ કરશે કે ગ્રાહકો વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે અને
આ માટે દેશમાં એક વધુ સારું બજાર ઊભું થવું જોઈએ.આ બજેટમાં તેના ઉત્પાદન અને વેચાણ સંબંધિત જાહેરાતની
અપેક્ષા રાખવામાં આવી શકે છે.
-
સરકાર આ વર્ષે 100થી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની જાહેરાત કરી શકે છે.ભારતીય રેલવે રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોને બદલે
વંદે ભારત ટ્રેન લાવવાનું વિચારી રહી હતી, આવી સ્થિતિમાં આજે આ સંબંધિત જાહેરાત થઈ શકે છે.
-
તાજેતરના વર્ષોમાં ડિજિટલ ચલણનો ઉપયોગ વધ્યો છે અને
તેને ધ્યાનમાં રાખીને તે તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી શકે છે.ગયા વર્ષે ડિસેમ્બરમાંરિઝર્વ બૅન્કે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ
કરન્સી)નો પાઇલટ લૉન્ચ કર્યો હતો.
-
નિષ્ણાતો માને છે કે, આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં
લાગુ થનારી યોજનાઓના ખર્ચમાં વધારો થવાની ધારણા છે, જેના કારણે બજેટ પર થોડો ભાર વધી શકે છે અને સરકારનું ગ્રૉસ
બૉરોઇંગ વધારે રહેશે.
-
એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, ઉત્પાદન લિંક્ટ
સ્કીમને વધુ ક્ષેત્રોમાં પણ વિસ્તૃત કરી શકાય છે.તેમાં અત્યારસુધીમાં 14 સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.એવું માનવામાં આવે છે કે તેનાથી નવી નોકરીઓનું ઉત્પન્ન થશે.
-
વર્ષ 2022-23ના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે 65 હજાર કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ સરકાર તેનો અડધો ભાગ જ હાંસલ કરી શકી હતી.આવી સ્થિતિમાંએવું માનવામાં આવે છે કે આ વર્ષે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ
માટે તેના લક્ષ્યને ઘટાડીને રજૂ કરી શકે છે અને તેને 30થી 35 કરોડ સુધી કરી શકે છે.
-
સરકારે બે વર્ષથી તંબાકુ અને તંબાકુ ઉત્પાદો પર ટૅક્સ
વધાર્યો ન હતો, આ વર્ષે તેનો પર ટૅક્સ વધી શકે છે.
આંતરરાષ્ટ્રી મુદ્રા કોષ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવિયર ગૌરીનચાસે જણાવ્યું છે
કે, “વૈશ્વિક વિકાસમાં ભારત અને ચીન બંનેની ભાગીદારી લગભગ 50 ટકા
હશે.”
સાથેવૈશ્વિક વિકાસમાં અમેરિકા અને યુરોપીયનદેશોનો હિસ્સો
માત્ર 10 ટકા હશે.
આઈએમએફએ પોતાના વિકાસના અનુમાનમાં જણાવ્યું છે કે,
2023માં વિશ્વનો વિકાસ દર 2.9 ટકા રહેશે. આ મુજબ વિકસિત દેશોનો વિકાસ દર 1.2 ટકા
અને વિકાસશીલ દેશોનો વિકાસ દર 4 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2023માં ભારતનો વિકાસ
દર 6.1 ટકા અને ચીનનો 5.2 ટકા રહેવાનો અંદાજ છે.