મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' - રાહુલ ગાંધી

મોરબીમાં પુલ અકસ્માતમાં 141 લોકોનાં મૃત્યુ થયાં છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ સામસામે આવી ગયા છે.

લાઇવ કવરેજ

  1. મોરબી પુલ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

    મોરબી દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ

    ઇમેજ સ્રોત, UGC

    ઇમેજ કૅપ્શન, મોરબી દુર્ઘટના સમયના સીસીટીવી ફૂટેજ

    મોરબી પુલ દુર્ઘટના સમયના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

    આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પુલ પર કેટલા લોકો છે.

    સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો પુલનું દોરડું પકડીને હલાવે છે અને પછી થોડી વારમાં પણ આખો પુલ તૂટી પડે છે.

    અને પુલ પર રહેલા લોકો પણ પુલ સાથે પાણીમાં ખાબકે છે.

    ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.

  2. મોરબી પુલ દુર્ઘટના : 'કાલથી મારી બહેનને શોધું છું'

    'પુલ તૂટ્યો ત્યારે અમે ઉપર જ હતા, અમે વચ્ચોવચ પાણીમાં પડ્યાં હતાં. હું તો બચી ગયો પણ મારી બહેનનો કોઈ પત્તો નથી. કાલ સાંજથી એને શોધું છુ, હજી મળી નથી.'

    મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં યુવકે રડતાં-રડતાં પોતાની આ આપવીતી જણાવી હતી.

    બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સોમવારે સવારે મોરબીમાં મચ્છુ નદીના કિનારેથી ફેસબુક લાઇવ કરી રહ્યા હતા, એ વચ્ચે એક યુવક રડતો-રડતો ત્યાં આવ્યો હતો.

    આ યુવકે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું હતું કે, "મારી બહેન લાપતા છે મને હજી સુધી નથી મળી." ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે આપેલી માહિતી પ્રમાણે 141 લોકોનાં મોત થયાં છે.

    મોરબી પુલ દુર્ઘટના બાદ બહેનને શોધી રહેલો યુવક
    ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના બાદ બહેનને શોધી રહેલો યુવક

    મોરબીમાં પુલ રવિવારે સાંજે સાડા છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો, પુલ તૂટતાં જ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.

  3. મોરબી પુલ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાએ સ્વજનો ગુમાવ્યાં

    સાંસદ મોહન કુંડારિયા
    ઇમેજ કૅપ્શન, સાંસદ મોહન કુંડારિયા

    મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના સ્વજનોનાં પણ મોત થયાં છે.

    બીબીસી સાથે વાત કરતા મોહન કુંડારિયાએ કહ્યું કે આ ઘટના મોરબી અને સમગ્ર ગુજરાતમાં માટે દુખદ છે.

    કુંડારિયાએ મોરબીના લોકોને પણ બચાવ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

    મોહન કુંડારિયાએ કહ્યું કે "મારા બનેવીના ભાઈનાં ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો ગુમાવ્યાં છે. અગિયાર મૃતદેહ મળ્યા છે."

    ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે આપેલી માહિતી પ્રમાણે 141 લોકોનાં મોત થયાં છે. અલગઅલગ ટીમો દ્વારા હાલ બચાવ કામગીરી પણ ચાલુ છે.

  4. મોરબી પુલ દુર્ઘટના, મચ્છુ નદીના કાંઠેથી ગ્રાઉન્ડ રિપોર્ટ, બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અને તેજસ વૈદ્યનો અહેવાલ

    આજે સાંજે સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે.
    ઇમેજ કૅપ્શન, આજે સાંજે સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે.

    નદીનાં કાઠે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા છે. મોટા ભાગના લોકોના ચહેરા પર હાલ ગમગીની છવાયેલી છે.

    અંદાજે 200 લોકોએ આખી રાત બચાવની કામગીરી કરી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફ, ફાયર, પોલીસ વગેરેની ટીમો અહીં હાજર છે.

    મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ હાજર છે. લોકોએ આખી રાત પાણીમાં પડીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

    સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે દરેક સમુદાયના લોકો ઘટનાની જાણ થતા અહીં આવી પહોંચ્યા હતા.

    લોકોએ જીવના જોખમે નદીમાં પડીને લોકોના મૃતદેહોને ખભે લઈને બહાર કાઢ્યા હતા, તો ઘાયલોને હૉસ્પિટલ પહોંચ્યા હતા.

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાલ સ્થળ પર હાજર છે

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

    પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે.

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ સ્થળ પર છે અને રેસ્ક્યુ ઑપરેશન પર સતત નજર રાખી રહ્યા છે. આજે સાંજે સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે.

    હજુ પણ નદીમાં એનડીઆરએફના લોકો ફરી રહ્યા છે.

    રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારપરિષદને સંબોધતા કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."

    મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હજુ પણ અનેક દળો બચાવમાં લાગેલાં છે.

    બચાવકાર્ય માટે ભુજ અને જામનગરના 60 તથા નેવીના 50 જવાનો, 33 ઍમ્બ્યુલન્સ, 7 ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કૉલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના 30 ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સામેલ.

  5. મોરબીમાં હાલ શું પરિસ્થિતિ છે?

    મોરબીમાં પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં હોવાનું આઈજી અશોક યાદવે જણાવ્યું છે.

    હજુ પણ ફસાયેલો લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા અને તેજસ વૈદ્ય ઘટનાસ્થળે લોકો સાથે વાત કરી રહ્યા છે.

    તેજસ વૈદ્ય
  6. મોરબી દુર્ઘટનામાં 141 લોકોનાં મોત- આઈજી અશોક યાદવ

    મીડિયા સાથે વાત કરતા રેન્જ આઈજી અશોક યાદવે કહ્યું કે અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે અને બે લોકો ગૂમ થયા છે.

    તેમણે કહ્યું કે "દુર્ઘટનાની જાણ થતાં તમામ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. પોલીસ, આર્મી, નેવી, એનડીઆરએફ, એરફોર્સ વગેરે તમામે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું કે "સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમની રચના કરવામાં આવી છે અને જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ અનુસંધાને કડક પગલાં લેવામાં આવ્યાં છે. કોઈને પણ છોડવામાં નહીં આવે."

  7. મોરબીમાં તૂટેલા પુલને 'ફિટનેસ સર્ટિફિકેટ' નહોતું અપાયું

    મોરબી

    મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જતાં 132થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    સ્થાનિક સમાચાર સંસ્થાઓ પ્રમાણે ઘટનામાં કેટલાંક બાળકોનાં પણ મૃત્યુ થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્ર મોરબીમાં બચાવ અને સહાય કામગીરીમાં લાગી ગયું છે.

    નોંધપાત્ર બાબત એ છે કે, આ પુલને સાત મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ બ્રિજના ઉપયોગ માટે જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા સિવાય જ તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

    સમારકામ બાદ ખુલ્લા મુકાયેલા પુલ પર દિવાળીની રજાઓના કારણે ભારે સંખ્યામાં લોકો આવ્યા હોવાની વાત સામે આવી હતી.

    મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલાએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે "સ્થાનિક મ્યુનિસિપાલિટીએ રિનોવેશન માટે કોઈ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કર્યાં નહોતાં."

  8. મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું કહ્યું?

  9. મોરબીની પુલ દુર્ઘટનામાં બચેલા યુવાને શું કહ્યું?

    મોરબીમાં એક વર્ષો જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને અનેકનાં મોત થયાં છે.

    દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.

    આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે.

    મોરબીની પુલ દુર્ઘટનામાં બચેલા યુવાને શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  10. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

    મોરબીમાં પાણીમાં રહેલા લોકોને આખી રાત બચાવવાની કામગીરી કરવામાં આવી હતી
    ઇમેજ કૅપ્શન, મોરબીમાં પાણીમાં રહેલા લોકોને આખી રાત બચાવવાની કામગીરી કરવામાં આવી હતી

    રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે "આ ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોનાં મોત થયાં છે."

    ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે વહેલી સવારે પત્રકારપરિષદને સંબોધતા કહ્યું હતું કે "રવિવારે સાંજે 6.30 વાગ્યે પુલ તૂટવાની ઘટના ઘટી હતી."

    "6.45 વાગ્યે તંત્ર દ્વારા રાહતકામગીરી શરૂ કરી દેવાઈ હતી."

    "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે મોરબી પહોંચીને બધી વ્યવસ્થા કરી હતી."

    "ગણતરીના કલાકોમાં અલગ-અલગ દળોના 200થી વધારે જવાનો બચાવકામગીરી આખી રાત કરી રહ્યા હતા."

    "વડા પ્રઘાન કાર્યાલય અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બચાવકામગીરીનું આખી રાત નિરીક્ષણ કરાયું હતું."

    તેમણે કહ્યું હતું કે "આ કામગીરીમાં સત્તાવાર આંકડા પ્રમાણે બે લોકોનો હજી પત્તો મળ્યો નથી."

  11. મોરબી દુર્ઘટનાઃ મૃતદેહોને દોરડાથી બહાર કાઢનારની આપવીતી

    મોરબીમાં એક વર્ષો જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને અનેકનાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આખી રાત લોકોએ પાણીમાં પડીને લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે.

    મોરબીની મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો, એની થોડી જ વારમાં અમે દોરડું લઈને આવી ગયા અને નદીમાંથી 15 મૃતદેહોને બાંધીને બહાર કાઢ્યા.' મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી એ સ્થળથી થોડે જ દૂર રહેતા રમેશભાઈ જિલરિયાના આ શબ્દો છે. જુઓ વીડિયો

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  12. મોરબી દુર્ઘટના : અત્યાર સુધીમાં શું શું થયું?

    મોરબી

    ઇમેજ સ્રોત, ani

    • ગુજરાત ઇન્ફર્મેશન વિભાગના ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાલ ચાલુ છે.
    • બ્રિજની મૅનેજમેન્ટ ટીમ સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
    • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
    • ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા અને સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા.
    • એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
    • રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા છે.
    • આ દુર્ઘટના બાદ રાજકીય આક્ષેપો પણ થઈ રહ્યા છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપની વર્તમાન સરકાર પર આક્ષેપો પણ કર્યા છે.
    • દુર્ઘટનામાં ગુમ થયેલા કે ફસાયેલા લોકો જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના આ ટેલીફોન 02822 243300 પર માહિતી આપી શકશે
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.

    નમસ્કાર બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે. અહીં તમને મોરબી પુલ દુર્ઘટના સહિત દેશદુનિયાના તમામ સમાચારો મળતા રહેશે. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.