બીટીપીના સંસ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાની કેજરીવાલ સાથે મુલાકાત

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાં બીટીપીના સંસ્થાપક અને આદિવાસી નેતા છોટુ વસાવાએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

લાઇવ કવરેજ

  1. વોલોદિમીર ઝૅલેન્સ્કી: બોરોદાયનકાની તબાહી બૂચા કરતાં પણ બદતર

    વોલોદિમીર ઝૅલેન્સ્કી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વોલોદિમીર ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીનું કહેવું છે કે બોરોદાયાનકાશહેરમાં ફેલાયેલી તબાહી "બૂચા કરતાં પણ વધારે ભયાનક" છે.

    ગુરુવારે મોડીરાત્રે ફેસબુક લાઇવ દરમિયાન તેમણે આ માહિતી આપી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે રશિયા દ્વારા ઇરાદાપૂર્વક નાગરિક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

    બે ઍપાર્ટમૅન્ટના કાટમાળમાંથી 26 મૃતદેહ મળી આવ્યા હોવાના અહેવાલ છે.

    બીજી બાજુ, જર્મન મીડિયાનો દાવો છે કે બૂચા હત્યાકાંડ વિશે રશિયન સેનાઓએ પરસ્પર વાતો કરી હતી. જર્મનીની ગુપ્તચર સંસ્થાએ આંતરેલી વાતચીતના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.

  2. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.