રશિયા-યુક્રેન તણાવ : એ કયા દેશો છે જે પુતિનનો સાથ આપી રહ્યા છે

યુક્રેનમાં સૈન્ય મોકલવાના પુતિનના આદેશ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

લાઇવ કવરેજ

  1. પ્રતિબંધોથી અમેરિકન નાગરિકોને પણ નુક્સાન પહોંચશે - રશિયન રાજદૂત

    અમેરિકામાં રશિયાનાં રાજદૂત ઍનાટોલી ઍન્તોનોવ

    ઇમેજ સ્રોત, TASS via Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકામાં રશિયાના રાજદૂત ઍનાટોલી ઍન્તોનોવ

    યુક્રેન સંકટ અંગે રશિયા દ્વારા લેવાયેલા પગલાને લઇને અમેરિકા સહિત વિવિધ દેશોએ રશિયા પર પ્રતિબંધ લાદ્યા છે.

    આવી પરિસ્થિતિમાં અમેરિકામાં રશિયાના રાજદૂત ઍનાટોલી ઍન્તોનોવે કહ્યું કે, "રશિયા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોથી સામાન્ય અમેરિકન નાગરિકોને નુક્સાન પહોંચશે."

    અમેરિકામાં રશિયાના રાજદૂત ઍનાટોલી ઍન્તોનોવે રશિયન ન્યૂઝ એજન્સી રિઆ નોવોસ્તીને કહ્યું કે, "પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી વિશ્વભરમાં બજારો પર તેની અસર પડશે અને સામાન્ય અમેરિકન નાગરિકોને 'ભાવવધારા' જેવાં નુક્સાન પહોંચશે."

    તજજ્ઞો કહે છે કે અમેરિકાનું રશિયા પર આર્થિક ભારણ ઘણું ઓછું છે પરંતુ રાષ્ટ્રપતિ બાઇડને ખુદ કહ્યું હતું કે, "પ્રતિબંધોના કારણે ઇંધણનાં ભાવોમાં ફરક પડી શકે છે."

    રાષ્ટ્રપતિ જો બાઇડને અગાઉ કહ્યું હતું કે, "અમેરિકન લોકો જાણે છે કે, લોકશાહીને બચાવવા માટે કોઇપણ કિંમત આપવી જોઇએ."

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે,"હું એમ નહીં કહું કે આ એકદમ સરળ હશે."

  2. ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું યુક્રેન સંકટનું 'સાચું કારણ'

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુક્રેન સંકટનું સાચું કારણ જણાવ્યું હતું. એસ. જયશંકર હાલમાં ફ્રાન્સની મુલાકાતે છે.

    પૅરિસમાં એક થિંક ટૅન્કના કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે, "યુક્રેનને લઇને હાલમાં જે પરિસ્થિતિ છે, તેનું મૂળ સોવિયત સંઘના વિઘટન બાદની રાજનીતિ, નાટોના વિસ્તારની સાથે-સાથે રશિયા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં છે."

    ભારતના વિદેશ મંત્રી જયશંકરની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે એક દિવસ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં અલગતાવાદીઓના નિયંત્રણ અંતર્ગત આવતા બે વિસ્તારોને સ્વતંત્ર ક્ષેત્ર તરીકે માન્યતા આપી છે.

    કાર્યક્રમ દરમિયાન જયશંકરને કહ્યું કે, "દુનિયા આ સમયે ઘણા સંકટોમાંથી પસાર થઈ રહી છે અને હાલના ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે નવો પડકાર ઊભો કર્યો છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    સોમવારે ફ્રાન્સના અખબાર લા ફિગારો સાથેના ઇન્ટરવ્યૂમાં પણ જયશંકરે પણ આ જ કહ્યું હતું, "યુક્રેનની હાલની પરિસ્થિતિ છેલ્લાં 30 વર્ષો દરમિયાનની પરિસ્થિતિની એક જટિલ શૃંખલાનું પરિણામ છે અને મોટાભાગના દેશો તેનું રાજનૈતિક પરિણામ ઇચ્છે છે."

    ભારતે મંગળવારે સુરક્ષા પરિષદે રાજદ્વારી સમાધાનના પક્ષમાં વાત મૂકી હતી, પરંતુ તેના પર પણ ઘણા લોકો સવાલ ઊઠાવી રહ્યા છે કે ભારતે રશિયાના નિર્ણયની ટીકા કરી નથી.

  3. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. ઉત્તર પ્રદેશ ચૂંટણી: 11 વાગ્યા સુધીમાં 22.62 ટકા મતદાન

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, આ નવ જિલ્લાઓમાં સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 22.62 ટકા મતદાન થયું છે.

    લખીમપુર ખીરી અને ઉન્નાવ શાસક પક્ષ ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે તેવી ઘટનાઓના સાક્ષી રહ્યાં હતાં.

    આ બે જિલ્લાઓમાં સવારે 11 વાગ્યા સુધીમાં અનુક્રમે 26.28 ટકા અને 21.36 ટકા મતદાન નોંધાયું છે.

    હાલમાં જે 59 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. તેમાંથી 2017માં ભાજપને 51, જ્યારે બાકીની અન્ય પક્ષોને મળી હતી.

  5. 'સૅટેલાઇટ તસવીરોમાં દેખાયું નવાં રશિયન સૈન્યદળોની તહેનાતીનું દૃશ્ય' – મૅક્સર

    આ તસવીર કથિત રીતે દક્ષિણ બેલારુસના માઝિર પાસે એક ઍરફોર્સ ફીલ્ડમાં વાહનોની છે (22, ફેબ્રુઆરી 2022)

    ઇમેજ સ્રોત, SATELLITE IMAGE 2022 MAXAR TECHNOLOGIES via EPA

    ઇમેજ કૅપ્શન, આ તસવીર કથિતપણે દક્ષિણ બેલારુસના માઝિર પાસે એક ઍરફોર્સ ફીલ્ડમાં વાહનોની છે (22, ફેબ્રુઆરી 2022)

    અમેરિકાની સ્પેસ ટેકનૉલૉજી કંપની મૅક્સરે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયાની પશ્ચિમ દિશામાં નવાં સૈનિકદળો અને સૈન્ય સરંજામ તહેનાત કરાયાં છે.

    મૅક્સરનું કહેવું છે કે આ તસવીરમાં પશ્ચિમ રશિયાના પોચેપમાં સૈન્યદળોનાં ટૅન્ટ અને રહેઠાણ વિસ્તાર જોઈ શકાય છે

    ઇમેજ સ્રોત, SATELLITE IMAGE 2022 MAXAR TECHNOLOGIES via EPA

    ઇમેજ કૅપ્શન, મૅક્સરનું કહેવું છે કે આ તસવીરમાં પશ્ચિમ રશિયાના પોચેપમાં સૈન્યદળોનાં ટૅન્ટ અને રહેઠાણ વિસ્તાર જોઈ શકાય છે

    એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનની ઉત્તર સરહદ પાસે બેલારુસના દક્ષિણમાં એક નાનકડી ઍરફીલ્ડમાં 100થી વધુ વાહનો પણ જોવા મળ્યાં છે.

    રશિયાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

    મૅક્સર અનુસાર આ તસવીર પશ્ચિમ રશિયામાં ક્લિંટ્સીમાં ભારે સરંજામ લઈ જઈ રહેલાં ટ્રાન્સપૉર્ટ વાહનોની છે - (22 ફેબ્રુઆરી, 2022)

    ઇમેજ સ્રોત, SATELLITE IMAGE 2022 MAXAR TECHNOLOGIES via EPA

    ઇમેજ કૅપ્શન, મૅક્સર અનુસાર આ તસવીર પશ્ચિમ રશિયામાં ક્લિંટ્સીમાં ભારે સરંજામ લઈ જઈ રહેલાં ટ્રાન્સપૉર્ટ વાહનોની છે - (22 ફેબ્રુઆરી, 2022)

    બેલારુસની ધરતી પર રશિયા અને બેલારુસ મોટા પાયે સૈન્યાભ્યાસ ચલાવી રહ્યાં હતાં જે 20 ફેબ્રુઆરીએ ખતમ થવાનો હતો પરંતુ બંને દેશોએ આ સૈનિક અભ્યાસ એક અઠવાડિયું લંબાવવાનો નિર્ણય કર્યો. આની પાછળ યુક્રેન સાથે વધતાં તણાવને કારણ ગણાવવામાં આવ્યો હતો.

  6. 'યુક્રેન પર રશિયાનો હુમલો અસરકારકપણે શરૂ' - ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને રાષ્ટ્રજોગ સંબોધનની શરૂઆત અમેરિકાના નિવેદન સાથે કરી હતી.

    તેમણે અમેરિકાના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં અમેરિકાએ દાવો કર્યો કે યુક્રેન પર રશિયાનો હુમલો અસરકારકપણે શરૂ થઈ ગયો છે.

    તેમણે રશિયાની કાર્યવાહીને ‘કોઈ પણ કારણ વગર’ની અને ‘અસ્વીકાર્ય’ ગણાવી હતી.

    સ્કૉટ મૉરિસને કહ્યું કે રશિયા યુક્રેન પર પૂર્ણ પ્રભાવથી હુમલો કરવાના અંતિમ તબક્કા પર છે અને ઘણા ખરા અર્થ સંભવ છે કે આવનારા 24 કલાકની અંદર યુક્રેન પર હુમલો કરી શકે છે.

    મૉરિસને મીડિયા રિપોર્ટ્સને ટાંકતાં કહ્યું કે અત્યારથી જ શેલિંગનો અવાજ આવી રહ્યો છે અને જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે તેનાથી લાગે છે કે યુદ્ધ શરૂ થઈ ગયું છે, આ વાતને નકારી શકાય નહીં.

    તેમણે કહ્યું કે આવા સમયમાં લિબરલ ડેમૉક્રસીવાળા દેશોની સાથે ઊભા રહેવાની જરૂર છે અને સત્તાવાદી વિચારધારાનો વિરોધ કરવાની જરૂર છે.

  7. રશિયા-યુક્રેન તણાવ : અમેરિકા કરી રહ્યું છે યુરોપમાં સૈન્ય તહેનાતી, જાણો ક્યાં?

    વિમાન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેન અંગે સર્જાયેલી પરિસ્થિતિને લઈને અમેરિકન રાષ્ટ્ર્પતિ જો બાઇડને પોતાના સંબોધનમાં અમેરિકન સેનાની તહેનાતી નાટો દેશોમાં કરવાની વાત કહી છે.

    તેમના સંબોધન પછી પેંટાગને આ વાતની પુષ્ટિ કરી કે અમેરિકાની સેના બાલ્ટિક વિસ્તારોમાં જશે.

    અમેરિકન સંરક્ષણવિભાગે જણાવ્યું કે આશરે 800 સૈનિકોને ઇટાલીથી બાલ્ટિક વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે.

    આની સાથે જ તે નાટોના પૂર્વ ભાગમાં આઠ F-35 લડાયક જેટ વિમાન પણ તહેનાત કરશે.

    એક સરકારી અધિકારીએ જણાવ્યું કે અમેરિકા બાલ્ટિક ક્ષેત્ર અને પોલૅન્ડમાં 32 એએચ-64 લડાયક હેલિકૉપ્ટરો પણ મોકલશે.

  8. યુક્રેનના વિદેશમંત્રીએ જણાવ્યું, અમેરિકાએ હજુ વધુ હથિયાર આપવાનો વાયદો કર્યો છે

    યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ રશિયા વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધોની સરાહના કરતાં, આને પ્રથમ મહત્ત્વપૂર્ણ ‘પગલું’ ગણાવ્યું છે.

    મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની બેઠક બાદ ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કુલેબાએ કહ્યું કે અમેરિકાએ વધુ હથિયારોની સહાય આપવાનો વાયદો કર્યો છે.

    જોકે, તેમણે એવું પણ કહ્યું કે યુક્રેન પોતાની જમીન પર અમેરિકન સૈનિકોને મોકલવાની અને સ્થિતિને નિયંત્રિત કરવાની માગ નથી કરી રહ્યું.

    તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા સાથે મુલાકાત કરીને યુક્રેનના સાર્વભૌમત્વ અને અખંડિતતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અંગે વાત કરી.

    વ્હાઇટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ બાઇડને કુલેબાને રશિયન રાષ્ટ્રપતિના એ નિર્ણય પર પોતાના નિર્ણય અંગે જાણકારી આપી. જેમાં પુતિને યુક્રેનના અલગતાવાદીઓને નિયંત્રણવાળાં બે ક્ષેત્રો લુહાન્સ્ક અને દોનેત્સ્કને માન્યતા આપતાં ત્યાંની શાંતિ જાળવી રાખવાના ઉદ્દેશથી રશિયન સેના મોકલાવાના આદેશ આપ્યા છે.

    તેમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરાઈ અને એવો સંકલ્પ પણ લીધો કે અમેરિકા, યુક્રેનને સુરક્ષા સહાય અને આર્થિક મદદ કરવાનું જારી રાખશે.

    બાઇડને યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણની સ્થિતિમાં પોતાના સહયોગીઓ સાથે મળીને તેનો જવાબ આપવા માટે અમેરિકાની તત્પરતા ફરીથી વ્યક્ત કરી.

    દિમિત્રો કુલેબાએ અમેરિકાના સંરક્ષણમંત્રી લૉયડ ઑસ્ટિન સાથે પણ મુલાકાત કરી.

    પેંટાગનમાં યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા સાથે બેઠક પહેલાં ઑસ્ટિને કહ્યું કે અમેરિકા પોતાના સહયોગી સાથે સંઘર્ષથી બચવાના રસ્તા શોધવાના પ્રયત્ન કરી રહ્યું છે.

    તેમણે કહ્યું કે યુક્રેન પર ‘હુમલા’થી ત્યાં શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને સમગ્ર ઍટલાન્ટિક સમુદાયને ખતરો છે.

    અમેરિકા-યુક્રેન વચ્ચે વધતું ઘર્ષણ

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના રશિયા પરના પ્રતિબંધોની યુક્રેનના વિદેશમંંત્રીએ કરી સરાહના
  9. રશિયા પર અમેરિકાના પ્રતિબંધ અને 'યુક્રેન પર હુમલાની શરૂઆત'નો આરોપ

    રશિયાએ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી છે.

    ત્યાર બાદ અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયાના પર મર્યાદિત પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. અત્યારે રશિયા પર પૂર્ણ પ્રતિબંધ નહીં લાદવામાં આવે. જોકે આની તૈયારી છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી.

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, EPA

    રશિયા પર શું પ્રતિબંધો છે?

    રાજદ્વારી સંબંધોની શબ્દાવલી અનુસાર પ્રતિબંધ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ પણ દેશ કોઈ અન્ય દેશના હુમલાખોર વ્યવહારને ડામવા અથવા આંતરરાષ્ટ્રીય કાયદો તોડવાના આરોપમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરે છે.

    પ્રતિબંધોનો હેતુ કોઈ દેશના અર્થતંત્રને નબળું કરવાનો હોય છે. આ પ્રતિબંધ હેઠળ કોઈ દેશના નાણાકીય વેપાર, નાગરિકો અને શીર્ષ નેતાઓ પર આર્થિક મર્યાદા લાદવા જેવાં પગલાં લેવાય છે. આ દેશો પર યાત્રા સંબંધિત રોક લગાવી શકાય છે. હથિયારોનાં પુરવઠા અથવા લે-વેચને રોકી શકાય છે.

    અમેરિકા પોતાના નાગરિકોને વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તાર લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં કારોબાર કરવાથી રોકી શકે છે જોકે કેટલીક અમેરિકન કંપનીઓ અહીં વેપાર કરી રહી છે.

    વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આ પગલું વ્યાપક પ્રતિબંધોથી અલગ છે. જો રશિયા યુક્રેનમાં વધારે આગળ વધશે તો પૂર્ણ પ્રતિબંધો લાદવામાં આવશે.

    સ્વિફ્ટ આંતરરાષ્ટ્રીય મૅસેજિંગ સિસ્ટમ છે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સ્વિફ્ટ આંતરરાષ્ટ્રીય મૅસેજિંગ સિસ્ટમ છે

    નાણાકીય પ્રતિબંધ

    રશિયા પર હજુ વધારે નાણાકીય પ્રતિબંધો લાદી શકાય છે તેમાં એક એ કે તેને સ્વિફ્ટ સિસ્ટિમથી અલગ કરવામાં આવે. સ્વિફ્ટ એક ગ્લોબલ મૅસેજિંગ સર્વિસ છે. 200 દેશોમાં હજારો નાણાકીય સંસ્થાઓ આ સિસ્ટમ વાપરે છે. આનાથી રશિયન બૅન્કો માટે વિદેશમાં કારોબાર કરવો મુશ્કેલ બની જશે.

    આ પ્રતિબંધનો ઉપયોગ 2012માં ઈરાન વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આને કારણે ઈરાનને તેલના વેચાણમાં થનારી આવકમાંથી મોટો ભાગ ગુમાવવો પડ્યો હતો. તેના વિદેશી વેપારને પણ મોટો ફટકો પડ્યો હતો.

    પરંતુ આના નાણાકીય પ્રતિબંધનોનું નુકસાન અમેરિકા અને જર્મનીને પણ થશે કારણ કે આ બૅન્કો રશિયન નાણાકીય સંસ્થાઓ સાથે નિકટતાથી સંકળાયેલી છે.

    જોકે રશિયાને તરત સ્વિફ્ટ સિસ્ટિમથી અલગ ન કરી શકાય. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાના ઉપ-સલાહકાર દલીપ સિંહ કહે છે કે પ્રારંભિક પ્રતિબંધોમાં સ્વિફ્ટથી રશિયાના ફાઇનાન્સિયલ સિસ્ટિમને હઠાવવાની આશંકા નથી.

    વ્લાદિમીર પુતિન

    ઇમેજ સ્રોત, Getty Images

    ડૉલર ક્લિયરિંગ

    અમેરિકા રશિયા પર ડૉલરમાં વેપાર કરવાની પાબંદી મૂકી શકે છે. આનો અર્થ એ કે પશ્ચિમી દેશોની જે પણ કંપનીઓ રશિયન સંસ્થાનો સાથે ડૉલરમાં વેપાર કરશે તેમના પર દંડ ફટકારવામાં આવશે. એટલે રશિયાની દુનિયા સાથે વેપાર ક્ષમતા ઘટશે.

    રશિયા પર આ પ્રતિબંધોની ઊંડી અસર થશે કારણ કે તેના તેલ અને ગૅસનો મોટાભાગનો વેપાર ડૉલરમાં જ થાય છે.

    આંતરરાષ્ટ્રીય બજારથી રશિયાને ધિરાણ નહીં મળી શકે.

    પશ્ચિમના દેશો આંતરરાષ્ટ્રીય ધિરાણ બજાર સુધી રશિયાને પહોંચતું રોકી શકે છે. પશ્ચિમની નાણાકીય સંસ્થાઓ અને બૅન્કો તરફથી રશિયાની બૉન્ડ ખરીદવાની ક્ષમતા પહેલાં જ ઘટાડવામાં આવી છે. આ પ્રતિબંધ વધારે કડક કરી શકાય છે.

    આનાથી રશિયાને નાણાકીય સંસાધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી થશે. રશિયન અર્થતંત્ર માટે આંતરરાષ્ટ્રીય ધિરાણ અગત્યનું છે. રશિયાને મોંઘું ધિરાણ લેવું પડશે. રશિયન મુદ્રા રૂબલ પણ નબળી પડી શકે છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    બૅન્કો પર પાબંદી

    અમેરિકા સીધી રીતે કેટલીક રશિયન બૅન્કો પર પ્રતિબંધ લાદી શકે છે. આનાથી દુનિયામાં કોઈ માટે પણ આ બૅન્કો સાથે વેપાર અસંભવ થઈ જશે.

    એટલે રશિયાએ પોતાની આ બૅન્કોને બેલઆઉટ કરવી પડી શકે છે. રશિયાએ દેશમાં વધતી મોંઘવારી અને આવકમાં ઘટાડાની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

    રશિયન બૅન્કો

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ઇમેજ કૅપ્શન, આ પ્રતિબંધોને કારણે રશિયન બૅન્કો પર પણ અસર પડશે

    નિકાસ પર નિયંત્રણ

    પશ્ચિમના દેશો રશિયાને મોકલાતી કેટલીક કૉમોડિટીઝની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. દાખલા તરીકે અમેરિકા એ કંપનીઓને, રશિયાને અમેરિકન ટેકનૉલૉજી સૉફ્ટવૅર અથવા ઉપકરણોનો ઉપયોગ થયો હોય એવા કોઈ પણ સામાન વેચતી રોકી શકે છે.

    આમાં સેમિકન્ડક્ટર માઇક્રો ચિપ સામેલ છે. આજકાલ કારથી લઈને સ્માર્ટફોન બનાવવા સુધી આ ચિપ વપરાય છે. મશીન ટૂલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સના નિર્માણમાં પણ આ ચિપ વપરાય છે.

    આનાથી માત્ર રશિયાના ડિફેન્સ અને ઍરોસ્પેસ સેક્ટરને જ નુકસાન નહીં પહોંચે પરંતુ તેના સમગ્ર અર્થતંત્ર સામે મોટું સંકટ ઊભું થશે.

    રશિયાના સહયોગીઓ પર પાબંદી

    પ્રતિબંધની અસર વ્યક્તિઓ એટલે કે નાગરિકો પર પણ આવી શકે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે જ તેમના સહયોગીઓ પર પણ પ્રતિબંધ લાદી શકાય છે.

    યુક્રેન પર હુમલો થયો તો આ દિશામાં પણ કામ થઈ શકે છે. સંપત્તિ જપ્ત કરવા અથવા યાત્રા પર પ્રતિબંધ લાદવાનો પણ વિકલ્પ રહેશે. એવામાં પ્રતિબંધ પહેલાંથી લાગુ છે. જોકે જે લોકો એ પ્રતિબંધો હેઠળ આવે છે તેમના વ્યવહારમાં ખાસ ફેરફાર નહીં આવે.

    અમેરિકા અને યુરોપના દેશોને આશા છે કે રશિયાના સંભ્રાંત લોકો પુતિનને કહેશે કે પ્રતિબંધ લાદવામાં આવશે તો તેઓ વિદેશમાં પોતાની સંપત્તિઓનો ઉપયોગ નહીં કરી શકે.

    આમાં મોટી સંખ્યા એ લોકોની છે જેમનાં બાળકો પશ્ચિમી દેશોની શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેમના ભણતરમાં અડચણો ઊભી થઈ શકે છે.

  10. ઉત્તર પ્રદેશમાં નવ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

    ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં 59 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સવારના નવ વાગ્યા સુધી આ બેઠકો પર 9.10 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

    નોંધનીય છે કે આ તબક્કામાં રાયબરેલી, લખીમપુર ખીરી સહિત ઉન્નાવ જિલ્લાની બેઠકો પર મતદાન યોજાયું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન

    ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

    આ તબક્કામાં 59 વિધાનસભા બેઠકો પર યોજાશે. જેમાં 624 ઉમેદવારોનાં ભાવિ નક્કી થશે.

    નોંધનીય છે કે સોમવારે ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો સમય પૂરો થઈ ગયો હતો.

    59 બેઠકોમાં ઉત્તર પ્રદેશ રાજ્યના પિલિભિત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બંદા અને ફતેહપુર જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે.

    નોંધનીય છે કે લખીમપુર ખીરી અને ઉન્નાવ શાસક પક્ષ ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે તેવી ઘટનાઓના સાક્ષી રહ્યાં હતાં.

    આ સિવાય હરોદઈ વિધાનસભા બેઠકમાં પણ વડા પ્રધાન મોદીએ ચૂંટણીરેલીમાં અમદાવાદ બૉમ્બબ્લાસ્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટી સાથે ગુનેગાર ઠેરવાયેલ લોકોનો સંબંધ દર્શાવીને પ્રહાર કર્યા હતા.

    નોંધનીય છે કે ગઈ વખત આ 59 બેઠકોમાંથી 51 ભાજપને, જ્યારે બાકીની અન્ય પક્ષોને મળી હતી.

  12. નમસ્કાર! ઉત્તર પ્રદેશ ચૂંટણીના આ વિશેષ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને ઉત્તર પ્રદેશ ચૂંટણીની તમામ અપડેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, યુક્રેન-રશિયા વિવાદ સહિતના સમાચારો પણ અહીં રજૂ કરાશે.