વડા પ્રધાન મોદી-'ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે છે, વિપક્ષ તેમની પ્રગતિને આડે આવે છે'

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 403 બેઠકો પૈકી 58 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાત ભાજપ પ્રવાસી મજૂરોને યુપી જઈ પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવવામાં લાગ્યો

    પ્રવાસી શ્રમિકો

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાત ભાજપના ભાષા ભાષી સેલ દ્વારા રાજ્યમાં પ્રવાસી શ્રમિકોને ઉત્તર પ્રદેશ જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભાષા ભાષી સેલના રાજ્ય કન્વીનર રોહિત શર્માએ દાવો કર્યો કે "પ્રવાસીઓ પોતાની ઇચ્છાથી પોતાના ગૃહરાજ્ય જઈ રહ્યા છે. મંગળવારે યુપી જવા માટે ચાર બસો નીકળી હતી."

    ભાષા ભાષી સેલ ગુજરાતમાં અનેક બેઠકો કરી રહી છે જેથી પ્રવાસીઓને યુપી જઈને ભાજપના ઉમેદવારોને વોટ આપવા માટે મનાવી શકાય. આ સેલે જામનગર, ભાવનગર, પોરબંદર અને અમદાવાદની મુલાકાત લેવાઈ છે અને મંગળવારથી દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે.

    ભાજપના મોરચાઓમાંથી એક ભાષા ભાષી સેલના 24 સભ્યો છે જેમાં એ કન્વીનર, બે કો-કન્વીનર અને 21 સભ્યો છે.

    રોહિત શર્માએ જણાવ્યું કે, “આ સેલમાં ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યોના લોકો સામેલ છે. જિલ્લા સ્તરે આ સેલમાં એક કન્વીનર અને સાત સભ્યો છે. અમે યુપીની ચૂંટણીમાં ગુજરાતથી બે લાખ લોકોને મોકલવાની યોજના બનાવી છે.”

    પ્રવાસી

    ઇમેજ સ્રોત, Getty Images

    આ સેલ દ્વારા નવસારી, ડાંગ, વાપી, તાપી, સુરત, નર્મદા જિલ્લામાં બેઠકો યોજવામાં આવી હતી.

    રોહિત શર્માએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ વાપીની ફેકટરીઓમાં મોટી સંખ્યામાં યુપીના પ્રવાસી શ્રમિકો કામ કરે છે. મંગળવારે ચાર બસો વાપીથી નીકળી છે અને આવનારા દિવસોમાં વધુ લોકો યુપી જશે.“

    તેઓ આગળ કહે છે કે, "નવસારી, વ્યારા, ડાંગમાં યોજાયેલી બેઠકોમાં સેંકડો લોકો સામેલ થયા છે. જે લોકો જવા માગે છે તે ભાષા ભાષી સેલમાં નામ નોંધાવી રહ્યા છે. લોકો પોતે પૈસા ખર્ચીને જઈ રહ્યા છે."

    તેઓ કહે છે કે, "આવનારા દિવસોમાં અમે સુરતમાં બેઠકો કરશું જ્યાં મોટી સંખ્યામાં યુપીના લોકો રહે છે."

    "અમારો ટાર્ગેટ છે કે ગુજરાતથી વધુમાં વધુ લોકોને યુપી મોકલીએ."

  2. વડા પ્રધાન મોદીએ કહ્યું- 'પહેલાં મતદાન પછી જલપાન'

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોઓને વિનંતી કરી જેમાં તેમણે કહ્યું પહેલાં મતદાન કરો અને પછી જલપાન કરો.

    ઉત્તર પ્રદેશમાં ગુરુવારના વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોઓને વિનંતી કરી જેમાં તેમણે કહ્યું પહેલાં મતદાન કરો અને પછી જલપાન કરો.

    તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. બધા મતદાતાઓને મારો આગ્રહ છે કે કોવિડ નિયમોનું પાલન કરતાં લોકતંત્રના મહાપર્વમાં આગળ વધીને ભાગ લે. યાદ રાખજો – પહેલાં મતદાન, પછી જલપાન!’

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વિનંતી કરતાં ટ્વીટ કર્યું કે, "દેશને ડરથી આઝાદ કરો, બહાર આવો, વોટ કરો."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં છે અને આ તબક્કામાં લગભગ 2.28 કરોડ લોકો મતદાન કરશે.

    પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેને જાટ બૅલ્ટ અથવા તો ગન્ના બૅલ્ટ કહેવામાં આવે છે. અહીં ભાજપે 17 જાટ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે અનુક્રમે 12 અને 6 જાટ ઉમેદવારો મેદાને ઊતાર્યા છે.

    આ ચૂંટણી આરએલડી અને સમાજવાદી પાર્ટી ગઠબંધન બનાવીને લડી રહી છે. જેના કારણે મતદાનનાં આ તબક્કા પર તમામ લોકોની નજર છે.

    ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017માં ભાજપને આ વિસ્તારની 58માંથી 53 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

  3. કર્ણાટક હિજાબ વિવાદ પર આજે સુનાવણી, એક મુસ્લિમ મહિલા જજ પણ બૅન્ચમાં સામેલ કરાયાં

    શાળામાં હિજાબ પહેરવાની માગ કરતી વિદ્યાર્થીનીઓ

    ઇમેજ સ્રોત, UMESH MARPALLY

    ઇમેજ કૅપ્શન, શાળામાં હિજાબ પહેરવાની માગ કરતી વિદ્યાર્થીનીઓ

    કર્ણાટકમાં કૉલેજોમાં વિદ્યાર્થીનીને હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજી પર કર્ણાટક હાઈકોર્ટનાં ત્રણ જજોની બૅન્ચ ગુરુવારના સુનાવણી કરશે.

    કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ એક મુસ્લિમ મહિલા જજને આ ત્રણ સભ્યોની બૅનચનાં સભ્ય બનાવ્યાં છે.

    આ બૅન્ચ ગુરુવારના બપોરે 2.30 વાગ્યે આ મામલા પર સુનાવણી કરશે.

    જસ્ટિસ જયબુનિસા મોહિઉદ્દીન ખાજીઇસ બૅન્ચનાં સભ્ય છે જેમને ગત વર્ષે એક જિલ્લા જજના પદ પર પદોન્નતિ આપીને હાઈકોર્ટનાં જજ બનાવાયાં હતાં.

    આ બૅન્ચની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ કરશે.

    પીઠના બીજા સભ્ય ન્યાયમૂર્તિ કૃષ્ણા દીક્ષિત છે જેમણે ત્રણ દિવસો સુધી હિજાબ મામલે સુનાવણી કર્યા બાદ આ મોટી બૅન્ચની પાસે મોકલવાનો નિર્ણય કર્યો. કારણ કે આ મામલામાં બંધારણીય સવાલ અને વ્યક્તિગત કાયદા બંને સામેલ છે.

  4. ઉત્તર પ્રદેશ ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, પશ્ચિમ યૂપીની 58 બેઠકો પર વોટિંગ

    ઉત્તર પ્રદેશ ચૂંટણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુરુવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર વોટિંગ ચાલી રહ્યું છે.

    જે જિલ્લામાં વોટિંગ ચાલી રહ્યું છે તેમાં મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, શામલી, હાપુડ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે.

    સવારે સાત વાગ્યાથી શરૂ કરાયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

    પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં છે અને આ તબક્કામાં લગભગ 2.28 કરોડ લોકો મતદાન કરશે.

    પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેને જાટ બૅલ્ટ અથવા તો ગન્ના બૅલ્ટ કહેવામાં આવે છે. અહીં ભાજપે 17 જાટ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે અનુક્રમે 12 અને 6 જાટ ઉમેદવારો મેદાને ઊતાર્યા છે.

    આ ચૂંટણી આરએલડી અને સમાજવાદી પાર્ટી ગઠબંધન બનાવીને લડી રહી છે. જેના કારણે મતદાનનાં આ તબક્કા પર તમામ લોકોની નજર છે.

    ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017માં ભાજપને આ વિસ્તારની 58માંથી 53 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

  5. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ વિશેષ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને ઉત્તર પ્રદેશની ચૂંટણી સંબંધિત તમામ સમાચારો તથા લાઇવ અપડેટ મળતાં રહેશે.