Budget 2022 : 'બજેટ ખેડૂતોની આવક બમણી કરશે, નોકરી-રોકાણની સંભાવનાઓ વધુ' - નરેન્દ્ર મોદી

RBI લૉન્ચ કરશે ડિજિટલ રૂપિયો, બજેટમાં ડિજિટલ રૂપિયા અંગે નાણામંત્રીએ શું જાહેરાત કરી?

લાઇવ કવરેજ

  1. Budget 2022 : 'ચીપવાળા ઈ-પાસપૉર્ટ ઇસ્યુ લાવવામાં આવશે'- નિર્મલા સીતારમણ

    નિર્મલા સીતારમણ

    ઇમેજ સ્રોત, ANI

    બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, "ઇલેક્ટ્રિક વ્હીકલનો વ્યાપ વધારવા માટે બેટરીઓમાં સમાનતા લાવવામાં આવશે. જેથી કરીને બૅટરીને ચાર્જ કરવાના બદલે તેને બદલવાની કામગીરી સરળતાથી કરી શકાય."

    "ચાલુ વર્ષથી નાગરિકોને ચીપવાળા ઈ-પાસપૉર્ટ પણ ઇસ્યુ થશે, જેથી વિદેશયાત્રા સુગમ બને."

    તેમણે જણાવ્યું કે, "'વન ક્લાસ, વન ચેનલ' દ્વારા 'પીએમ ઈવિદ્યા'નો વિસ્તાર કરવામાં આવશે. આના દ્વારા 12 ચેનલની સંખ્યા વધીને 200 થશે."

    યુવાનો માટેની જાહેરાતો કરતાં તેમણે જણાવ્યું કે, "સ્કિલિંગ પ્રોગ્રામને નવું રૂપ આપવામાં આવશે. યુવાનોમાં સ્કિલિંગ, અપસ્કિલિંગ તથા રિસ્કિલિંગ માટે દેશમાં પૉર્ટલ લૉન્ચ કરવામાં આવશે."

    તેમણે કહ્યું કે,"મૅક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓનું સર્જન થશે."

    "5-જી મોબાઇલ સેવા લૉન્ચ કરવા માટે ચાલુ વર્ષે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે."

  2. Live Budget 2022 : 'આત્મનિર્ભર ભારતને કારણે આગામી વર્ષો દરમિયાન 60 લાખ રોજગારનું સર્જન થશે'- નાણામંત્રી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે "'પીએમ ગતિશક્તિ' દ્વારા રસ્તા, પોર્ટ, રેલવે, ઍરપૉર્ટ, માસ ટ્રાન્સપૉર્ટ, વૉટરવે અને લૉજિસ્ટિક વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેના કારણે સામાન અને લોકોનું પરિહવહન ઝડપી બનાવવામાં આવશે, જેથી કરીને આર્થિકગતિ વધે."

    તેમણે આગળ કહ્યું કે "નાના અને મધ્યમ ઉદ્યોગોની ઇમરજન્સી લાઇન ગૅરંટી સ્કીમનું કવરેજ રૂ. પાંચ લાખ કરોડ કરવામાં આવ્યું. આ યોજના માર્ચ-2023 સુધી લંબાવવામાં આવી. તેને હૉસ્પિટાલિટી સૅક્ટરમાં વિસ્તારવામાં આવશે."

    "ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ તથા અસીમ જેવા પૉર્ટલોને ઇન્ટરલિન્ક કરવામાં આવશે, જેથી કરીને તેનો વિસ્તાર કરી શકાય."

    નિર્મલા સીતારમણે કહ્યું કે, "પૂર્વોત્તરના વિકાસ માટે કાઉન્સિલની સ્થાપના કરવામાં આવશે, જે વર્તમાન રાજ્ય તથા કેન્દ્રીય યોજનાઓનું સ્થાન નહીં લે, પરંતુ તેની સાથે વધુમાં હશે."

    'આત્મનિર્ભર ભારત'ને કારણે આગામી વર્ષો દરમિયાન 60 લાખ રોજગારનું સર્જન થશે તથા 30 લાખ કરોડનું ઉત્પાદન થશે તેવો નાણામંત્રીનો દાવો છે.

  3. આ બજેટથી તમારી શું અપેક્ષા છે?

  4. Budget 2022 : બજેટની મુખ્ય વાતો

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે.

    -ભારતનો આર્થિકવિકાસ દર 9.2 ટકા રહેવાની સંભાવના છે, જે મહાકાય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ.

    -ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 25 હજાર કિલોમીટરના હાઈવે બનશે. દેશમાં ચાર મોડલ મલ્ટીમોડલ લૉજિસ્ટિક ફૅસિલિટી પીપીપી માધ્યમથી વિકસાવવામાં આવશે.

    -નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં 16 લાખ યુવાનોને નોકરી આપવાનો વાયદો કર્યો છે.

    -રૂ. બે લાખ 37 હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની ખરીદી કરવામાં આવશે.

    -આગામી ત્રણ વર્ષ દરમિયાન 400 નવી વંદે ભારત ટ્રેન વિકસાવવા તથા ઉત્પાદિત કરવામાં આવશે.

    -સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'વન સ્ટેશન, વન પ્રોડક્ટ'ની વિભાવનાને વિકસાવવામાં આવશે. આ સિવાય દેશમાં 100 કાર્ગૉ ટર્મિનલ વિકસાવવામાં આવશે.

  5. બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે શું કહ્યું?

    નિર્મલા સીતારમણ

    ઇમેજ સ્રોત, ANI

    બજેટની શરૂઆતમાં સીતારમણે મહામારીને કારણે શારીરિક કે આર્થિક નુકસાન વેઠનારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.

    તેમણે કહ્યું, "આઝાદીના 100 વર્ષ માટેના બજેટને માટેની રૂપરેખા આ બજેટમાં રજૂ કરવામાં આવી છે. સાથે જ ઉમેર્યું હતુ કે લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશનનું જાહેર ભરણું 'ટૂંક સમયમાં' આવશે."

  6. Live : નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યાં છે

    નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાનું શરૂ કર્યું.

    તેમણે કહ્યું, "ઓમિક્રૉન વૅરિયન્ટે દેશની આરોગ્યવ્યવસ્થા માટે પડકાર ઊભો કર્યો, પરંતુ વૅક્સિનેશન તથા બે વર્ષ દરમિયાન આરોગ્યવ્યવસ્થા માટે કરવામાં આવેલા ખર્ચને કારણે આપણે આ પડકારને પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ."

    અહીં જુઓ બજેટનું લાઇવ પ્રસારણ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  7. ગણતરીની મિનિટોમાં નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનું ચોથું બજેટ રજૂ કરશે.

    સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરાશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. બજેટ 2022-23 : સારા બજેટના આશાવાદે શૅરબજારમાં ફૂલગુલાબી તેજી

    નિર્મલા સીતારમણ

    ઇમેજ સ્રોત, Getty Images

    મંગળવારે સવારે 11 કલાકે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કિશનરાવ કરાડ તથા પંકજ ચૌધરી તથા નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમને બજેટ વિશે માહિતી આપી હતી.

    સીતારમણ લોકસભામાં બજેટ વાંચશે તે પહેલાં તેને કેન્દ્રીય કૅબિનેટ સમક્ષ મૂકવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે અને તમામ પ્રધાનોને બજેટ અંગે વાકેફ કરવામાં આવશે.

    આ બજેટ પેપરલૅસ હશે. જેને indiabudget.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય તેની ઍન્ડ્રોઇડ તથા આઈઓએસ ઍપ પણ તૈયાર કરવામાં આવી છે. બપોરે પોણા ચાર વાગ્યે નાણામંત્રી પત્રકાર પરિષદ સંબોધિત કરશે.

    ભારતીય બંધારણના અનુચ્છેદ 112 હેઠળ નાણાંકીય વર્ષ દરમિયાનના આર્થિક લેખા-જોખાને સંઘીય બજેટ કહેવામાં આવે છે. દર વર્ષે નાણાંકીય બજેટની શરૂઆતમાં સરકારે આ બજેટ રજૂ કરવાનું હોય છે.

    શૅરબજારમાં આશાવાદ

    શેર માર્કેટ

    ઇમેજ સ્રોત, Getty Images

    સીતારમણનું આગામી બજેટ અપેક્ષા મુજબ હશે તેવી આશાએ શૅરબજારમાં ગૅપ-અપ ઑપનિંગ થયું હતું. સવારે 10.30 કલાકે બજેટ રજૂ થાય તે પહેલાં નિફ્ટીમાં 240 પૉઇન્ટ (1.39 ટકા) કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 17 હજાર 580 આસપાસ ટ્રૅડ થઈ રહ્યો હતો.

    જ્યારે બૉમ્બે સ્ટૉક એક્સચેંજનો સૂચકાંક 850 કરતાં વધુ પૉઇન્ટ સાથે 58 હજાર 850 આસપાસ હતો.

  9. વડા પ્રધાન મોદી સંસદ પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદભવન પહોંચી ગયા છે.

    સંસદમાં બજેટ રજૂ થતાં પહેલાં કેબિનેટની બેઠક થશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આ બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન સહિત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી સંસદભવન પહોંચી ગયા છે.

  10. ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય શું છે? સમર્થકો અને વિરોધીઓની દલીલો શું છે?

    બિટકૉઇન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, શું બજેટમાં ક્રિપ્ટોકરન્સી માટે કોઈ જાહેરાત કરવામાં આવશે ખરી?

    હજારો કરોડ રૂપિયાના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ભારતમાં ઊભી થઈ છે ત્યારે તેના નિયંત્રણ માટે સમર્થકો માગણી કરી રહ્યા છે, જ્યારે વિરોધ કરનારા કહે છે કે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી મળશે તો અર્થતંત્ર ડામાડોળ થઈ જશે.

    ટૂંકમાં જ રજૂ થનારા 2022-23ના બજેટ પાસે ઘણી બધી અપેક્ષાઓ છેઃ આવકવેરાની મર્યાદા વધે, હાઉસિંગ લોનનું વ્યાજ ઘટે, વેરામાં રાહત સહિતની અપેક્ષા ઉપરાંત ક્રિપ્ટોકરન્સી અંગે પણ ઘણી બધી અપેક્ષાઓ છે.

    શું બજેટમાં ક્રિપ્ટોકરન્સી માટે કોઈ જાહેરાત કરવામાં આવશે ખરી? શું તેને ભારતમાં કાયદેસર કરાશે? ભારતમાં કરન્સીની જેમ ક્રિપ્ટોની લેતીદેતી થઈ શકશે? ક્રિપ્ટોકરન્સીની તરફેણ કરનારા આ પ્રશ્નોના જવાબો બજેટમાંથી મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

  11. Budget 2022: મોદી સરકારના રાજમાં કેટલું બદલાઈ ગયું ભારતનું બજેટ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  12. બજેટમાં વપરાતાં એ ભારેખમ શબ્દોને સમજો સાવ સરળ રીતે

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, SEAN GLADWELL

    ઇમેજ કૅપ્શન, બજેટની એ પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે આસાન બની જાય.

    બજેટ દેશીની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે પણ તેની ભારેખમ શબ્દોને કારણે નાગરિકો સુધી તેનો અર્થ સીધો પહોંચતો નથી.

    ભારત સરકારના 2022ના નાણાકીય વર્ષના બજેટની ચર્ચાઓ થઈ રહી છે. આ બજેટ દેશના અર્થતંત્રની દિશા નક્કી કરતું હોય છે પણ તેની ચર્ચા આર્થિક બાબતોના જાણકારો સુધી જ સીમિત રહી જાય છે કારણ કે સામાન્ય નાગરિકો બજેટમાં વપરાતી આર્થિક ભાષાને સમજી શકતા નથી.

    દેશના તમામ નાગરિકોને સ્પર્શતી આ વાર્ષિક કવાયત વખતે ઘણા શબ્દો વારંવાર સંભળાતા રહે છે.

    બજેટના એ શબ્દોની પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે આસાન બની જાય. ભારતીય નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને તેનો અંત પછીના વર્ષની 31 માર્ચે થાય છે. આ વખતનું બજેટ 2022-23ના નાણાકીય વર્ષ માટેનું હશે.

  13. રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યાં નિર્મલા સીતારમણ

    સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા રાજ્યમંત્રી ડૉ ભાગવત કિશનરાવ કરાડ, પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. નાણાકીય વર્ષ 22-23 દરમિયાન આર્થિક વિકાસદર 8થી 8.5 ટકા રહેવાનો અંદાજ

    આર્થિક સર્વ

    ઇમેજ સ્રોત, Reuters

    સોમવારથી સંસદનું બજેટસત્ર શરૂ થયું છે, જે સરકાર માટે કસોટીપૂર્ણ બની રહેશે. આ સત્ર દરમિયાન સોમવારે સરકાર દ્વારા આર્થિક સરવે રજૂ કરવામાં આવ્યો.

  15. ડિજિટલ બજટે રજૂ કરશે નિર્મલા સીતારમણ

    નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે ચોથી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે.

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મંત્રાલયથી નીકળી ગયાં છે. તેઓ સંસદમાં પારંપરિક બહિખાતાને બદલે ટૅબથી #Budget2022 રજૂ કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. ગુડ મૉર્નિંગ , બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    બજેટ, ગુજરાત, દેશ અને દુનિયાની સતત અપડેટ્સ માટે બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.