રશિયાએ ગૂગલને અંદાજે 10 કરોડ ડૉલરનો દંડ કેમ ફટકાર્યો?
રશિયાની સરકારે ગૂગલને પોતાના પ્લૅટફોર્મ પરથી એ સામગ્રી હઠાવાની માગ કરી હતી, જેને તે અવૈધ માને છે.
લાઇવ કવરેજ
27 ઑપરેશનો બાદ ખૂલી ઍસિડ ઍટેક પીડિતાની આંખ, જુએ છે દુનિયા બદલવાનું સપનું
વડોદરા : ‘બૉઇલર ફાટ્યું, હું ગાડી પરથી ફેંકાઈ ગયો’ બૉઇલર ફાટવાની ઘટના નજરે જોનારા શું બોલ્યા?
હિંદુ ધર્મસંસદમાં મુસલમાનવિરોધી નિવેદનો આપવાની સમગ્ર ઘટના શું છે?
અમેરિકામાં એક દિવસમાં કોરોનાના 1.85 લાખથી વધુ કેસ

ઇમેજ સ્રોત, EPA
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમેરિકામાં પણ કોરોના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ધ ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ગુરુવારના રોજ અમેરિકામાં 1,85,841 કેસ નોંધાયા હતા. આ દિવસે સમગ્ર દેશમાં કુલ 16,27,835 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
હાલમાં અમેરિકાની વિવિધ હૉસ્પિટલોમાં 69,392 કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ગુરુવારના રોજ અંદાજે 1369 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

ઇમેજ સ્રોત, EPA
ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ઓમિક્રૉન વૅરિયન્ટને પ્રસરતો અટકાવવાના ઉદ્દેશથી કહ્યું કે દેશમાં 50 કરોડ કોવિડ રેપિડ ટેસ્ટ મફત કરવામાં આવશે.
મંગળવારે પોતાના ભાષણમાં બાઇડને હૉસ્પિટલોને ટેસ્ટિંગ અને મિલિટરી સપોર્ટ આપવાની ઘોષણા કરી અને સાથે એમ પણ કહ્યું કે લોકડાઉન નહીં લાગે.
તેમણે કહ્યું કે, “આ માર્ચ 2020 નથી. હવે આપણે ઘણું બધું જાણીએ છીએ.”
અમેરિકામાં ઓમિક્રૉન વૅરિયન્ટ હવે સૌથી વધુ પ્રસરતો વૅરિયન્ટ બની ગયો છે. કોરોનાના કુલ કેસોમાંથી ત્રીજા ભાગના કેસ આ વૅરિયન્ટના નોંધાઈ રહ્યા છે.
આ વૅરિયન્ટના કારણે અત્યાર સુધી અમેરિકામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. ટેક્સાસના હૅરિસ કાઉન્ટીમાં રહેતા 50 વર્ષીય આધેડને અન્ય બીમારીઓ પણ હતી અને તેમણે રસી પણ લીધી ન હતી.
મહારાષ્ટ્રના ગામમાં વાંદરાં અને કૂતરાં વચ્ચેની 'ગૅંગવૉર'ની હકીકત શું છે?
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રશિયાએ ગૂગલને અંદાજે 10 કરોડ ડૉલરનો દંડ કેમ ફટકાર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાની એક કોર્ટે ગૂગલ પર 9 કરોડ 80 લાખ ડૉલરનો દંડ ફટકાર્યો છે.
રશિયાની સરકારે ગૂગલને પોતાના પ્લૅટફોર્મ પરથી એ સામગ્રી હઠાવાની માગ કરી હતી, જેને તે અવૈધ માને છે.
રશિયામાં માત્ર ગૂગલ જ નહીં પણ ઘણાં સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર આવા જ આરોપ લાગ્યા છે.
ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહીમાં જે 600 પોસ્ટનો ઉલ્લેખ કરાયો, તેની તપાસથી ખબર પડી કે તેમાં માત્ર નવ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે ડ્રગ્સ અને માત્ર બાર આત્મહત્યાથી સંબંધિત છે.
તેમાં સૌથી વધુ પોસ્ટ એ હતી, જેમાં નવેલનીના સમર્થનવાળાં પ્રદર્શનોમાં સામેલ થવાની અપીલ કરાઈ હતી.
રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી એ સેન્સરશિપ નથી. આ રશિયાના કાયદાને લાગુ કરવાની એક કોશિશ માત્ર છે.
કાનપુરમાં અત્તરના વેપારીને ઘરે રેડ, નોટો ગણવા મશીન મંગાવ્યું

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, અધિકારીઓ અનુસાર, પીયૂષ જૈન અંદાજે 40 કંપનીઓના માલિક છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયકર વિભાગ અને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ રેડ પાડી રહ્યા છે.
ગુરુવારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે કાનપુરમાં એક અત્તરના વેપારી પીયૂષ જૈનની ફેક્ટરી અને આવાસ પર રેડ પાડી હતી.
અલગઅલગ ટીમોએ તેમના મુંબઈ, ગુજરાતમાં પણ ઘર, ફેક્ટર, ઑફિસ, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ પર રેડ પાડી હતી.
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડના અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું કે પીયૂષ જૈન પાસેથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે કાનપુરમાં એક અત્તરના વેપારી પીયૂષ જૈનને ત્યાં રેડ પાડી હતી. બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)ના અધ્યક્ષ વિવેક જોહરી અનુસાર, રેડ દરમિયાન અંદાજે 150 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા છે. હાલ નોટોની ગણતરી ચાલુ છે.
પીયૂષ જૈન મૂળે કન્નોજના રહેવાસી છે. તેમની પાસે કન્નોજમાં એક ઘર, ફેક્ટરી, અત્તર ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ છે.
અધિકારીઓ અનુસાર, પીયૂષ જૈન અંદાજે 40 કંપનીઓના માલિક છે.
ગુજરાતમાં ફરી માવઠું થશે? હવામાન પલટાયું
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ઇમરાન ખાને ભારતનાં વખાણ કેમ કર્યાં?

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને માન્યું કે તેમનો દેશ આઈટી (દૂરસંચાર) સૅક્ટરમાં પોતાના ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી, ખાસ કરીને ભારતથી ઘણો પાછળ છે.
ઇમરાન ખાને લાહોરમાં એક સ્પેશિયલ ટેકનૉલૉજી ઝોન 'ટેકનૉપોલીસ'નું ઉદ્ઘાટન કરતા ગુરુવારે આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે ભારત આઈટી માર્કેટમાં 15થી 20 વર્ષ પહેલાં આવ્યો હતો અને ઝડપથી વિકાસ કરતો ગયો. પણ પાકિસ્તાને આટલા મહત્ત્વના સૅક્ટર પર ફોકસ ન કર્યું.
ઇમરાન ખાન અનુસાર, તેના કારણે ભારતની આઈટી નિકાસ હાલમાં 150 અબજ ડૉલરની થઈ ગઈ છે, જ્યારે પાકિસ્તાનની માત્ર બે અબજ ડૉલરની છે.
તેમણે કહ્યું કે કમનસીબે અમે નિકાસ વધારવા પર ધ્યાન ન આપ્યું. 1960માં વિશ્વ અર્થવ્યવસ્થાના હિસાબે પાકિસ્તાનની જે સ્થિતિ હતી, એની તુલનામાં આજે આપણે પાછળ રહી ગયા. આપણાથી પાછળ હતા એ દેશ આગળ નીકળી ગયા.
તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે હજુ પણ આ સૅક્ટરમાં આગળ વધવાની તક છે.
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે સેંકડો અનાથ દીકરીઓનાં લગ્ન કેમ યોજે છે?
બ્રેકિંગ, ભારતીય ક્રિકેટર હરભજનસિંહની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના સ્ટાર સ્પિનર હરભજનસિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
થોડા દિવસો પહેલાં પૂર્વ ક્રિકેટર અને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ટ્વિટર પર હરભજનસિંહ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું- શક્યતાઓથી ભરપૂર તસવીર.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એ સમયે અટકળો હતી કે હરભજનસિંહ રાજનીતિમાં આવી શકે છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે.
3 જુલાઈ 1980માં પંજાબના જાલંધરમાં જન્મેલા હરભજનસિંહ ભારત તરફથી 103 ટેસ્ટ અને 236 વનડે મૅચ રમી ચૂક્યા છે.
ટેસ્ટમાં તેમણે 417 અને વનડેમાં 269 વિકેટ લીધી છે.
ભારત માટે તેઓ 28 ટી-20 મૅચ પણ રમી ચૂક્યા છે અને 25 વિકેટ લીધી છે.
1998 માર્ચમાં હરભજનસિંહ ઑસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી ટેસ્ટ મૅચ રમ્યા હતા.
અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર પુલ તૂટી પડતાં લોકોએ શું કહ્યું?
હરિદ્વારમાં વિવાદિત ભાષણ મામલે એફઆરઆઈ

ઇમેજ સ્રોત, BBC/VARSHA SINGH
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરે આયોજિત ધર્મસંસદમાં હિન્દુત્વને લઈને સાધુ-સંતોનાં વિવાદિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવા, મુસ્લિમને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસતી ન વધારવા દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણો આપતાં સાધુ-સંતો જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા કેટલાક યૂઝરે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.
ગુરુવારે આ મામલે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી સમેત અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન હતા. રિઝવીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ ત્યજીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
જોકે હરિદ્વારની ધર્મસંસદમાં રિઝવીની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ નથી.
આ વર્ષે નરસિમ્હાનંદે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં મહંમદ પેગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી.
વડોદરાની કંપનીમાં બૉઇલર ફાટવાથી મા-દીકરી સહિત ચારનાં મૃત્યુ, દસથી વધુને ઈજા
1983 ક્રિકેટ વિશ્વકપની જીત પર 83 ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણવીરસિંહ કપિલ દેવની ભૂમિકામાં છે.
ટીમના તમામ કિરદારો અલગ-અલગ અભિનેતાઓએ ભજવ્યા છે. ફિલ્મના નિર્માતા છે કબીર ખાન, સાંભળો ટીમ સાથેની બીબીસીની ખાસ વાતચીત.
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતનાં ઍસિડ ઍટેક પીડિતાની આપવીતી, 'પાંચ વર્ષ પછી મારી એક આંખ ખૂલી'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ઇમેજ કૅપ્શન, એસિડ એટેક પછી પણ ભણવાની ધગશ ધરાવતાં કાજલે ફરી અભ્યાસ શરૂ કર્યો છે "મારે ભણવું હતું એટલે મેં રોડછાપ રોમિયોને સાથે પ્રેમમાં પડવાની ના પાડી તો એણે મારા પર ઍસિડ નાખીને મારી જિંદગી બરબાદ કરી નાખી. હવે પાંચ વર્ષે મારી એક આંખ ખૂલી છે. હવે હું નવેસરથી ભણી IAS ઑફિસર થઈશ અને મારા જેવી છોકરીઓને ન્યાય અપાવીશ"
ઍસિડ ઍટેક થકી ચહેરો ભલે બગડ્યો હોય પરંતુ કાજલ પ્રજાપતિનાં જુસ્સા અને હિંમત સામે આ મુશ્કેલી વામણી પુરવાર થઈ છે.
મહેસાણાના રનોસણ ગામમાં રહેતાં કાજલ પ્રજાપતિના પિતા રિક્ષા ચલાવે છે.
ફેબ્રુઆરી 2016માં એમની ઉપર ઍસિડ ઍટેક થયો હતો.
લોહીપાણી એક કરીને દીકરીને ભણાવી પોલીસ બનવવા માગતા રિક્ષાચાલક પિતાનું સપનું એ પૂરું કરવા માગતાં હતાં એટલે એકતરફી પ્રેમીને એમણે ના પાડી અને આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો.
GSSSB પેપર લિક : 'સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું સૌરાષ્ટ્ર યુનિ.નું લીક પેપર'

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીકોમના ત્રીજા સેમેસ્ટરનું અર્થશાસ્ત્રનું પેપર એક ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓના વૉટ્સઍપ ગ્રૂપમાં વાઇરલ થયું હતું.
રાજકોટના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે પેપર લીક મામલે છ લોકોની ધરપકડ કરી છે.
ડીસીપી જાડેજાએ વધુમાં કહ્યું કે બાબરાની લૉ કૉલેજના પ્રિન્સિપાલ કુરેશીએ પારસ રાજગોરને પેપર આપ્યું હતું. એમાં રાહુલ પંચાસરા નામના ક્લાર્ક અને રસોઈયા ભીખુ સંડોવાયેલા છે. કૉલેજના ત્રણ કર્મચારી અને ત્રણ વિદ્યાર્થી સહિત છની ધરપકડ થઈ છે.
જાડેજાએ જણાવ્યું કે પોલીસે છ ટીમ બનાવીને 100 લોકોની પૂછપરછ કરી હતી.
યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. નીતિન પટેલે આ મુદ્દે પત્રકારપરિષદ ભરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, 'આ પેપર અમદાવાદસ્થિત સૂર્યા ઑફસેટ ખાતે છાપવામાં આવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે કંપની એલ-વન (ટૅન્ડરપ્રક્રિયા દરમિયાન નિર્ધારિત કામ કરવા માટે સૌથી ઓછી રકમ માગનાર પક્ષકાર) હતી એટલે તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું.'
સાથે જ ઉમેર્યું હતું કે 'પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી, કૉલેજમાંથી કે યુનિવર્સિટીમાંથી ક્યાંથી ફૂટ્યું તે અંગે તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી તેનું કોઈ પરિણામ ન આવે, ત્યાં સુધી કોઈને શકમંદ જણાવી ન શકાય.'
યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે લીક થયેલું પેપર છેલ્લું પેપર લેવાયાના બીજા દિવસે લેવામાં આવશે.
યુનિવર્સિટીએ ગુરુવારે સવારે પેપર લીક થયા બાદ મોડી રાત્રે આ મુદ્દે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી, એ પહેલાં માત્ર 'જાણવાજોગ ફરિયાદ' જ આપવામાં આવી હતી.
ગુરુવારે (તા. 23 ડિસેમ્બરના) 10 વાગ્યે પેપર લેવાનાર હતું, તેના લગભગ એક કલાક પહેલાં શહેરની એક ખાનગી કૉલેજના 'લવલી યારોં' ગ્રૂપમાં લીક થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પેપર લીક થયું હતું અને તપાસ દરમિયાન પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીની ધરપકડ કરી હતી.
'શર્ટ-ટ્રાઉઝરથી ફ્રી સેક્સને પ્રોત્સાહન મળશે', કેરળમાં શાળાના યુનિફોર્મ પર વિવાદ કેમ?
શક્ય હોય તો રેલીઓ બંધ કરો, ચૂંટણી પાછી ઠેલો- અલાહાબાદ હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ઓમિક્રૉન વૅરિયન્ટના વધતા જતા કેસોને લઈને ગુરુવારના રોજ અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણીપંચને રાજકીય રેલીઓ તેમજ મેળાવડા પર પ્રતિબંધ મૂકવા અને શક્ય હોય તો ચૂંટણીને એકાદ-બે મહિના પાછી ઠેલવા વિનંતી કરી છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે જસ્ટિસ શેખરકુમાર યાદવે કહ્યું હતું કે, “રાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો રેલીઓ અને મેળાવડા યોજી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ પરિસ્થિતિમાં કોરોના ગાઇડલાઇનનું પાલન લગભગ અશક્ય બની જાય છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે “જો આ પરિસ્થિતિને કાબૂમાં નહીં લેવામાં આવે તો તેનું પરિણામ બીજી લહેર કરતાં પણ વધારે ઘાતકી સાબિત થશે.”
જસ્ટિસ શેખરકુમાર યાદવે ચૂંટણીપંચને વિનંતી કરી હતી કે તેઓ રાજકીય પક્ષોને દૂરદર્શન દ્વારા ચૂંટણીપ્રચાર કરવાની સૂચના આપે અને રેલીઓ તેમજ મેળાવડાઓની જગ્યાએ સમાચારનાં વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર કરે.
આ સિવાય તેમણે ચૂંટણીપંચને ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને એકાદ-બે મહિના મોડી યોજવા માટે પણ વિનંતી કરી હતી.
