ઇઝરાયલે કહ્યું
કે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમણની નવી લહેરના કારણે તેમની યોજના વિશ્વનો એવો પ્રથમ
દેશ બનવાની છે જ્યાં નાગરિકોને કોરોના રસીનો ચોથો ડોઝ આપવામાં આવશે.
ઇઝરાયલના
આરોગ્યલક્ષી તજજ્ઞોએ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા સ્વાસ્થ્યકર્મીઓ માટે ચોથા બુસ્ટર
ડોઝની ભલામણ કરી છે.
વડા પ્રધાન
નફ્ટાલી બૅનેટે આ ભલામણને સ્વીકારીને અધિકારીઓને તેની તૈયારી કરવા કહ્યું છે.
આ નિર્ણય
ત્યારે લેવામાં આવ્યો જ્યારે મંગળવારના રોજ ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે ઇઝરાયલમાં પહેલું
મૃત્યુ નોંધાયું છે.
સ્વાસ્થ્ય-મંત્રાલયે
જણાવ્યું કે ઇઝરાયલમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 340 કેસ નોંધાયા છે.
જોકે, વડા પ્રધાન-કાર્યાલાય તરફથી બીબીસીને જણાવવામાં
આવ્યું હતું કે તેમને આશા છે કે પ્રશાસન દ્વારા રસીનો ત્રીજો ડોઝ મેળવનારા લોકોને ઓછામાં
ઓછા ચાર મહિના પછી ચોથો ડોઝ લેવાની અનુમતિ આપવામાં આવશે.